Home /News /business /

Paytm Stock: પેટીએમના શેરમાં 13%નો ઉછાળો, 4 મહિનામાં સૌથી મોટી તેજી, નિષ્ણાતો પાસેથી જાણો રોકાણની વ્યૂહરચના

Paytm Stock: પેટીએમના શેરમાં 13%નો ઉછાળો, 4 મહિનામાં સૌથી મોટી તેજી, નિષ્ણાતો પાસેથી જાણો રોકાણની વ્યૂહરચના

પેટીએમ શેર

Paytm Stock: Dolat Capital દ્વારા આ સ્ટૉકને બાય રેટિંગ આપી પોતાના ટાર્ગેટને 2,500 રૂપિયાથી ઘટાડીને 1620 રૂપિયા કરી દેવાયો છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર RBIના નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધથી કંપનીની નાણાંકીય સ્થિતિ પર થોડી અસર પડશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: Paytmની પેરેન્ટ કંપની One97 Communications Ltdના શેરમાં આજે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. ઉછાળા સાથે આ શેરના ટ્રેડિંગ (Stock trending)માં વોલ્યુમ પણ ઊંચું રહ્યું હતું. છેલ્લા 4 મહિનામાં પેટીએમ (Paytm)ના શેરમાં આ સૌથી મોટી તેજી છે. આજના કારોબારમાં BSE પર પેટીએમનો શેર 13 ટકા વધીને 592.40 રૂપિયા પર પહોંચી ગયો હતો. 24 નવેમ્બર, 2021 પછી આ સ્ટોકમાં સૌથી મોટો ઉછાળો હતો. બપોરે લગભગ 12:20 વાગ્યે શેર તેના પહેલાના બંધથી 12 ટકાના વધારા સાથે 585 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસના અંતે પેટીએમનો શેર 8.98 ટકા એટલે કે 47.10 રૂપિયા વધીને 571.40 રૂપિયા પર બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લિસ્ટિંગ બાદથી આ સ્ટોક સતત ઘટાડામાં રહ્યો છે. અત્યારસુધીમાં આ શેર તેના 2,150 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈસથી 70 ટકાથી વધુ તૂટી ગયો છે. આ શેર 18 નવેમ્બર, 2021ના રોજ બજારમાં લિસ્ટ થયો હતો. ત્યાર બાદ તેની માર્કેટ કેપમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ જોવા મળ્યું છે.

બ્રોકરેજ કંપનીઓએ ટાર્ગેટ ઘટાડયો


Dolat Capital દ્વારા આ સ્ટૉકને બાય રેટિંગ આપી પોતાના ટાર્ગેટને 2,500 રૂપિયાથી ઘટાડીને 1620 રૂપિયા કરી દેવાયો છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર RBIના નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધથી કંપનીની નાણાંકીય સ્થિતિ પર થોડી અસર પડશે, પરંતુ ગ્રોથ કોન્ફિડન્ટ પર તેની નકારાત્મક અસર પડશે. Dolat Capitalનું એમ પણ કહેવું છે કે, RBIના આ પગલાંથી પેટીએમની લાંબાગાળાની આવક વધવા પર લગભગ 100 બેસિસ પોઈન્ટની નેગેટિવ અસર પડશે.

450 રૂપિયાનો ટાર્ગેટ


તાજેતરમાં જ અન્ય એક બ્રોકરેજ કંપની Macquarieએ પણ આ સ્ટોકના ટાર્ગેટ પ્રાઇસમાં 39 ટકાનો ઘટાડો કરીને રૂ. 450 કર્યો છે. Macquarieનું કહેવું છે કે રોકાણકારોએ આ સ્ટૉકમાં બોટમ ફિશિંગથી બચવું જોઈએ. Bloomberg અનુસાર, પેટીએમને 4 બાય, 2 હોલ્ડ અને 3 સેલ રેટિંગ મળ્યા છે.

આ પણ વાંચો: રુચિ સોયાનો એફપીઓ ભરવો કે નહીં? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

સેબીએ માંગ્યો ખુલાસો


મંગળવારે BSEએ One97 કમ્યુનિકેશન્સ પાસેથી પેટીએમના શેરોમાં થયેલા તીવ્ર ઘટાડા અંગે ખુલાસો માંગ્યો હતો. પેટીએમએ બુધવારે બીએસઈ તરફથી પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, કંપની અને તેનો કારોબાર સંપૂર્ણ રીતે મજબૂત છે. તેમણે એમ પણ કહ્યું છે કે, સમયાંતરે તે નિર્ધારિત સમયમાં બીએસઇને તમામ જરૂરી માહિતી આપતી રહી છે. કંપનીએ ઉમેર્યું કે, કંપની એ પણ જણાવવા માંગશે કે બિઝનેસ ફંડામેન્ટલ્સ મજબૂત છે, જે 4 ફેબ્રુઆરી, 2022ના રોજ જાહેર થયેલા પરિણામોમાં જોવા મળે છે.

આ પણ વાંચો: શેર બજારમાં તમારી પાસે રહેલી સરપ્લસ રકમનું રોકાણ હાલ કેવી રીતે કરશો?

One7 કમ્યુનિકેશન્સે વધુમાં જણાવ્યું હતું કે, અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે કંપની લિસ્ટિંગ સાથે સંબંધિત નિયમોનું પાલન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કંપનીના શેરની કિંમત અને વોલ્યુમ પર અસર પડી શકે તેવી કોઇ પણ માહિતી/જાહેરાતની જાણ નિયત સમયમાં સ્ટોક એક્સચેન્જને કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, Paytm, Share market, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन