Home /News /business /બ્રોકરેજ હાઉસ CLSAએ પેટીએમના શેર્સ વેચવાની જગ્યાએ હવે ખરીદવાનું કહ્યું, પણ કેમ?
બ્રોકરેજ હાઉસ CLSAએ પેટીએમના શેર્સ વેચવાની જગ્યાએ હવે ખરીદવાનું કહ્યું, પણ કેમ?
paytm શેરમાં હવે બ્રોકરેજ હાઉસને કેમ કમાણીની શક્યતા દેખાઈ રહી છે?
Paytm Share Price Target 2022: જો પેટીએમના શેર પડ્યા હોય તો હવે તેમાં શું કરવું અથવા તો નવા ખરીદાય કે નહીં આ પ્રશ્ન તમને સતાવી રહ્યો હોય તો દુનિયાના જાણીત બ્રોકરેજ હાઉસ CLSAની આ સલાહ ખૂબ કામ લાગી શકે છે. તો પહેલા જાણીલો કે કેમ આ શેરે ખરીદવાની સલાહ આપી છે.
મુંબઈઃ જો તમે Paytm શેર ખરીદ્યા છે અથવા ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA એ શેર પર પોતાનો અભિપ્રાય બદલ્યો છે અને હવે વેચવાને બદલે ખરીદવાનો અભિપ્રાય આપ્યો છે.
Hindi CNBCTV 18ના એક અહેવાલ મુજબ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે સપ્તાહમાં સ્ટોકમાં 25-30 ટકાનો ઘટાડો થયો છે. ઘણા મોટા રોકાણકારોએ શેર વેચ્યા છે. જોકે, કંપનીની બેલેન્સ શીટમાં 100 મિલિયન યુએસ ડોલર લગભગ 8200 કરોડ રૂપિયા છે.
એડવિન ડીલ બાદ આ સ્ટોક 25 થી 40 ટકાના ડિસ્કાઉન્ટ પર આવ્યો છે. એટલા માટે અમે અમારા અભિપ્રાયને બદલતી વખતે ખરીદવાની ભલામણ કરીએ છીએ. સ્ટોક પર ટાર્ગેટ રૂપિયા 650 રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનો નેટ ટેક રેટ પહેલા કરતા સારો રહ્યો છે. તે 0 ટકાથી વધીને 0.13 ટકા થયો છે. સાઉન્ડબોક્સથી કંપનીની આવક વધી રહી છે. કુલ આવકમાં તેની ભાગીદારી વધીને 14 ટકા થઈ ગયો છે.
Paytm ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં સારી વૃદ્ધિ જોઈ રહી છે. આનાથી આવનારા દિવસોમાં કંપનીને ટેકો મળશે.સ્ટૉકમાં ઘટાડા પછી વેલ્યુએશન ખૂબ જ આકર્ષક સ્તરે આવી ગયું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર