Paytm લિસ્ટિંગ: પ્રથમ દિવસે જ રોકાણકારોએ ગુમાવ્યા 38,000 કરોડ રૂપિયા

લિસ્ટિંગ પહેલા સ્થાપક વિજય શેખર શર્મા ભાવુક થયા હતા

Paytm news: 18 નવેમ્બરના રોજ BSE પર Paytmના શેરનું લિસ્ટિંગ 9% ડિસ્કાઉન્ટ સાથે 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે બાદમાં શેરની કિંમતમાં મોટો ઘટાડો થયો હતો.

  • Share this:
    મુંબઈ: પેટીએમના હાઈપ્રોફાઇલ શેરનું ખૂબ નબળનું લિસ્ટિંગ (Paytm Listing) થયું છે. Paytmના મોંઘા વેલ્યુએશન અને કંપની ખોટ કરી રહી હોવાથી રોકાણકારો આકર્ષિત થયા ન હતા. Paytmના આઈપીઓની પ્રાઇસ બેન્ડ (Paytm price band) પ્રમાણે તેનું વેલ્યૂએશન 1.39 લાખ કરોડ રૂપિયા છે. Paytmના શેર પ્રથમ દિવસે 27% ઘટીને 1,560 રૂપિયા પર આવી ગયો હતો. એક જ દિવસમાં Paytmના રોકાણકારોએ આશરે 38,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

    18 નવેમ્બરના રોજ BSE પર Paytmના શેરનું લિસ્ટિંગ 9% ડિસ્કાઉન્ટ સાથે 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે બાદમાં શેરની કિંમતમાં મોટો ઘટાડો થયો હતો. દિવસના અંતે પેટીએમનો શેર 1564.15 રૂપિયા પર બંધ રહ્યો હતો. જે દિવસનું સૌથી લોએસ્ટ લેવલ હતું. કોઈ પણ આઈપીઓનું આ સૌથી ખરાબ લિસ્ટિંગ રહ્યું હતું.

    Paytm ઉપરાંત બીજી અમુક કંપનીઓ એવી પણ છે જેનું લિસ્ટિંગ હાઇ વેલ્યૂએશન સાથે થયું હતું. ઉદાહરણ તરીકે Zomatoનું લિસ્ટિંગ 65% પ્રીમિયમ સાથે થયું હતું. પોલિસીબજારનો શેર 17% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. જ્યારે નાયકાનું લિસ્ટિંગ 79% પ્રીમિયમ પર થયું હતું.

    આ કારણે નબળું લિસ્ટિંગ

    પેટીએમ પાસે મજબૂત માર્કેટ શેર છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આઈપીઓની વધારે વેલ્યૂએશન, રોકાણકારો તરફથી નબળી પ્રતિક્રિયા અને કંપનીનો બિઝનેસ લોસમાં ચાલતો હોવાથી પેટીએમના શેરમાં પ્રથમ દિવસે જ ભારે વેચવાલી જોવા મળી હતી. જે બાદમાં બીએસઈ પર આ સ્ટોક 27.25 ટકા ઘટીને 1564.15 રૂપિયા સુધી ચાલ્યો ગયો હતો અને તેમાં લોઅર સક્રિટ લાગી ગઈ હતી.

    નિષ્ણાતોનો મત

    મનીકંટ્રોલે જેટલા પણ એક્સપર્ટ સાથે વાત કરી તેમાંથી મોટાભાગના નિષ્ણાતોનું કહેવું હતું કે ફક્ત આક્રમક અને જોખમ લેવા માંગતા રોકાણકારોએ જ કંપનીમાં પોતાનું રોકાણ જાળવી રાખવું જોઈએ. જૂન 2021ના આંકડા પ્રમાણે પેટીએમના આશરે 33.7 કરોડ ગ્રાહક અને 2.18 કરોડ વેપારીઓ પેમેન્ટ, કૉમર્સ અને ક્લાઉન્ડ સેવા સાથે જોડાયેલા હતા.

    ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

    BSE પર પેટીએમનો શેર 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર પેટીએમનો શેર 1,950 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 195 રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 190 રૂપિયા ઓછી કિંમતે ખુલ્યો હતો.

    દેશનો સૌથી મોટો આઈપીઓ

    પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

    આ પણ વાંચો: Paytm Shares: ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ બાદ Paytmનો શેર 24% તૂટ્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ થયો

    પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

    રિટેલ હિસ્સો ઝડપથી ભરાયો

    શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી. આઇપીઓ હેઠળ રિટેલ રોકાણકારોના સેગમેન્ટને ખૂબ ઝડપથી સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારો માટે અનામત શેર માટે બુધવારે જોરદાર બોલી બોલાઈ હતી. આ સેગમેન્ટને 2.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: