Home /News /business /Paytm Share: ત્રણ દિવસની તેજી બાદ પેટીએમનો શેર તૂટ્યો, જાણો શું છે કારણ?

Paytm Share: ત્રણ દિવસની તેજી બાદ પેટીએમનો શેર તૂટ્યો, જાણો શું છે કારણ?

પેટીએમ શેર

Paytm Share: ભારતીય શેર બજારમાં આવેલા ઘટાડાની અસર પેટીએમના શેર પર પણ જોવા મળી હતી. આ અઠવાડિયે શેરમાં 11 ટકાથી વધારે તેજી આવી છે.

મુંબઈ: એક પછી એક ત્રણ ટ્રેડિંગ સેશન દરમિયાન પેટીએમની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સનો શેર આજે દિવસ દરમિયાન 7%થી વધારે તૂટ્યો હતો. શેર બજારમાં આજે ઘટાડાની અસર પેટીએમના શેર (Paytm share) પર પણ જોવા મળી હતી. આજે નિફ્ટી50 (Nifty50) અને સેન્સેક્સ (Sensex) બંનેમાં 2%થી વધારે ઘટાડો નોંધાયો છે. બપોરે 2.38 વાગ્યે નિફ્ટી 2.45% એટલે કે 429 પોઇન્ટના ઘટાડા સાથે 17,100 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 2.41%ના ઘટાડા એટલે કે 1,400થી વધારે પોઈન્ટ ઘટીને 57380 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

સવારે 9:36 વાગ્યે BSE પર પેટીએમના શેરમાં 3 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. આ વખતે શેર 1,740ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયાથી ઘણી દૂર છે. 12:35 વાગ્યે પેટીએમનો શેર 1,738 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આ અઠવાડિયે શેરમાં 11 ટકાથી વધારે તેજી જોવા મળી હતી.

ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytmનો શેર 18મી નવેમ્બરના રોજ બીએસઈ અને એનએસઈ પર IPOની ઇશ્યૂ કિંમતની સરખામણીએ લગભગ 9% ઘટીને લિસ્ટ થયો હતો. અનેક નિષ્ણાતોનું માનવું છે કે પેટીએમના શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ કંપનીનું વધુ પડતું વેલ્યૂએશન છે.

પેટીએમના શેર પર 'અંડરપર્ફોર્મ' સાથે કવરેજ શરૂ કરનાર Macquarie તરફથી કહેવાામં આવ્યું કે one97 કોમ્યુનિકેશન્સનું બિઝનેસ મૉડલમાં ફોકસ દિશા પર ધ્યાન નથી. વિદેશી બ્રોકરેજ ફર્મ આ શેરમાં રોકાણને લઈને સજાગ છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે One97 Communicationsના બિઝનેસ મોડલમાં કેશની ખૂબ જરૂરિયાત હોય છે. કંપની માટે નફો કરવો એ ખૂબ મોટો પડકાર છે.

મોટા કડાકા બાદ દિગ્ગજ રોકાણકારોએ શેર ખરીદ્યા

આ દરમિયાન એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેરમાં 41% સુધીના કડાકા છતાં અનેક મોટા રોકાણકારોએ પેટીએમના શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી લીધો છે.

ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્લેકરૉક inc. અને કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ IPOમાં એન્કર ઇન્વેસ્ટર્સમાં હતા, જેમણે મંગળવારે અને બુધવારે પેટીએમના વધારાના શેર ખરીદ્યા છે.

પેટીએમનો શેર દિવસ દરમિયાન 1661 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો. બપોરે 2.50 વાગ્યે આ શેર લીલા નિશાન પર આવી ગયો હતો અને 1800 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

દેશનો સૌથી મોટો આઈપીઓ

પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

આ પણ વાંચો: આ પેની સ્ટોકમાં રોકાણકારો દોઢ જ વર્ષમાં થયા માલામાલ, મળ્યું 5150% વળતર, શું તમારી પાસે છે?

પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ થયો

પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.
First published:

Tags: Paytm, Share market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन