ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમના કેટલાક કર્મચારીઓ પોતાના બોસ એટલે કંપનીના સંસ્થાપક વિજય શેખર શર્માના કોમ્પ્યુટરમાંથી અંગત અને ગોપનીય માહિતી ચોરાઇ છે. જે પછી કર્મચારીઓઓ આને લીક ન કરવા માટે 20 કરોડ રૂપિયા માંગ્યા હતાં. આ મામલો જ્યારે પોલીસમાં પહોંચ્યો ત્યારે તપાસ બાદ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ લોકોમાં એક મહિલા પણ છે જે ઘણાં સમયથી વિજય શેખર શર્માની પર્સનલ સેક્રેટરી છે.
આ લોકોની ધરપકડ નોએડા પોલીસે સોમવારે કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ આખા મામલામાં આ મહિલા જ માસ્ટર માઇન્ડ છે. પોલીસને શક છે કે સોનિયા ઘવને જ શર્માની માહિતી ચોરી છે. આમાં ઝડપાયેલ ત્રીજો આરોપી સોનિયાનો પતિ રૂપક જૈન છે. પોલીસ આ મામલામાં ચોથા આરોપીની તપાસ કરી રહી છે.
ઝડપાયેલ ત્રણ આરોપીઓ કંપનીને નુકસાન પહોંચાડવા અને તેની તસવીર છબી ખરાબ કરવા માટે આંકડા લીક કરવા અને જાણકારીનો દુરૂપયોગ કરવાની ધમકી આપી રહ્યાં છે.
ગૌતમ બુદ્ધ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અજય પાલ શર્માએ કહ્યું કે પેટીએમના માલિકે પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના કર્મચારીઓએ કેટલાક આંકડા ચોરી લીધા છે અને હવે તેઓ બ્લેકમેઇલ કરી રહ્યાં છે. તે લોકો આ લીક ન કરવા માટે 20 કરોડ રૂપિયાની માગ કરી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર