નવી દિલ્હી : પેટીએમે (Paytm)પોતાના યૂઝર્સ માટે એલપીજી સિલેન્ડર બુક કરવા પર એક શાનદાર ડીલ ઓફર (Paytm offer free gas cylinder)કરી છે. પેટીએમ તરફથી અલગ-અલગ ઓફર આપવામાં આવી રહી છે. એક ઓફર અંતર્ગત 25 રૂપિયાની છૂટ મેળવી શકો છો તો બીજી ઓફર અંતર્ગત 30 રૂપિયા પેટીએમ કેશબેક (Paytm offer)તરીકે મેળવી શકો છો. આ સિવાય ત્રીજી ઓફર પર ચાલી રહી છે. આ ઓફર અંતર્ગત તમે મફતમાં રસોઇ ગેસ સિલેન્ડર (Free LPG Cylinder)મેળવી શકો છો. એટલે કે તમારે એકપણ રૂપિયો આપવાની જરૂર નથી.
આ બધી ડિલ્સ માટે એક કોમન અને જરૂરી શરત એ છે કે પેટીએમ દ્વારા તમારી પ્રથમ ગેસ સિલેન્ડર બુકિંગ હોવી જોઈએ. પેટીએમ ગ્રાહકો સામે ત્રણ ઓપ્શન હશે. જો તમે 25 રૂપિયાની છૂટ ઇચ્છો છો તો તમને તરત મળી જશે. જો તમે 30 રૂપિયાની કેશબેક ઇચ્છો છો તો તમને પેટીએમ કેશ મળી જશે. આ માટે અલગ-અલગ પ્રોમોકોડ આપવામાં આવ્યા છે. જેને બુકિંગ સમયે અપ્લાય કરવા પડશે. જોકે ફ્રી માં એટલે કે 100 ટકા કેશબેક મેળવવા માટે જરૂરી છે કે તમારું નસીબ પણ તમારો સાથ આપે.
મફતમાં ગેસ સિલેન્ડર મેળવવા માટે બુકિંગ સમયે તમારે FREECYLINDER પ્રોમોકોડનો ઉપયોગ કરવો પડશે. બુકિંગ સમયે તમારે સિલેન્ડરની પૂરી પેમેન્ટ કરવી પડશે. આ પછી પેટીએમના દર 100માં ગેસ સિલેન્ડર બુક કરનાર કસ્ટમરને પુરે પુરો કેશબેક (100% Cashback) આપવામાં આવશે. વધારેમાં વધારે 1000 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. એટલે કે તમારે એક જ સિલેન્ડર બુક કરવાનો છે. આ ઓફર ફક્ત 28 ફેબ્રુઆરી સુધી છે. જો તમે 100માં ભાગ્શાળી ગ્રાહક બનો તો તમને 24 કલાકની અંદર કેશબેક મળશે.
તમે Indane, HP Gas અને BharatGas માંથી કોઇપણ કંપનીના સિલેન્ડરનું બુકિંગ કરી શકો છો. તમારે બુક માય સિલેન્ડર ટેબ પર જવું પડશે. અહીં તમારે પોતાનો મોબાઇલ નંબર કે LPG ID કે કસ્ટમર નંબર (ગ્રાહક સંખ્યા) આપવો પડશે. આ નાખતા જ તમારી એજન્સી વિશે જાણકારી મળી જશે. આ પછી તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ માટે તમારી પાસે પેટીએમ વોલેટ, પેટીએમ યૂપીઆઈ, કાર્ડ અને નેટ બેકિંગનો વિકલ્પ રહેશે. એક વખત બુકિંગ થયા પછી તમારા સરનામા પર સિલેન્ડર એજન્સી તરફથી પહોંચાડી દેવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર