હવે Paytmથી મળશે ઇન્સ્ટન્ટ લોન, કંપનીએ શરુ કરી આ નવી સર્વિસ

News18 Gujarati
Updated: July 23, 2019, 4:06 PM IST
હવે Paytmથી મળશે ઇન્સ્ટન્ટ લોન, કંપનીએ શરુ કરી આ નવી સર્વિસ
Paytmની આ નવી સર્વિસથી નાના વેપારીઓને ખૂબ લાભ થશે.

Paytmની આ નવી સર્વિસથી નાના વેપારીઓને ખૂબ લાભ થશે.

  • Share this:
મોબાઇલ વૉલેટ કંપની પેટ્ટીએમ તેનો વ્યવસાય વધારવા માટે દરેક પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં લોન વ્યવસાય શરૂ કરવા માટે કંપની તૈયાર છે. આ પ્રયાસમાં કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા Clix Finance India સાથે ભાગીદારી કરી રહ્યા છે. આ ભાગીદારી હેઠળ MSME અને સ્વ રોજગારી ધરાવતા લોકોને લોન આપવામાં આવશે.

Clix શું છે ?

ક્લિક્સ ડિજિટલ ધિરાણ એનબીએફસી છે. તેની સાથે મળીને પેટ્ટીએમ હવે ગ્રાહકો અને નાના વેપારીઓને ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન પ્રદાન કરશે. પેટ્ટએમનું ધ્યાન મુખ્યત્વે સેલ્ફ એમ્પ્લોયડ અને ફર્સ્ટ ટાઇમ લોન પર છે, જે લોકોને બેંક લોન મેળવવામાં મુશ્કેલી થાય છે. ક્લિક્સ ઉપરાંત પેટીએમે ટાટા કેપિટલ અને ઇન્ડીફાઇ સાથે જોડાણ કર્યું છે.

આ પણ વાંચો: Aadhaar અને PAN કાર્ડ પર અલગ- અલગ છે નામ, તો આવી રીતે સુધારોફાઇનાન્શિયલ એક્સપ્રેસ મુજબ, પેટ્ટએમ કહે છે કે તે તેના ગ્રાહકો અને વેપારીઓને વિલંબિત ચુકવણી અથવા પોસ્ટ-પે ચૂકવવાની સુવિધા આપશે. પેટ્ટીએમ અને ક્લિક્સ આશા રાખે છે કે તેઓ આગામી કેટલાક મહિનામાં કેટલાક વધુ ઉત્પાદનો લોન્ચ કરશે. પેટીએમે જણાવ્યું હતું કે પોસ્ટપેઇડ અને મર્ચેન્ડ લેંડિગ ઉત્પાદનો માટે કંપનીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
First published: July 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading