ગેસ સિલિન્ડર બુક કરવા પર 10,000 રૂપિયાનું સોનું જીતવાનો મોકો, જાણો ઑફર વિશે

ગેસ સિલિન્ડર બુકિંગ પર શાનદાર ઑફર

જો તમે પણ આ ઑફરનો લાભ ઉઠાવવા માંગો છો તો તમારી પાસે ફક્ત બે દિવસ છે. આ ઑફર 7 ઓક્ટોબરના રૂજ શરૂ થઈ હતી. અંતિમ તારીખ 16 ઓક્ટોબર છે.

 • Share this:
  નવી દિલ્હી: સિલિન્ડરના વધી રહેલા ભાવથી આમ આદમીની રસોઈ બજેટ બગડી ગયું છે. એવામાં જો તમને મોંઘા ગેસ સિલિન્ડરના બુકિંગ (LPG gas cylinder booking) પર 10,000 રૂપિયાનું સોનું જીતવાનો મોકો મળી જાય તો કેવું રહે? આજે અમે તમને આ ઑફર (Offer) વશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે 10,00 રૂપિયાનું સોનું જીતી શકો છો. નવરાત્રીના દિવસોમાં એલપીજી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ લિમિટેડ (HPCL) પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવી છે. પેટીએમની આ ઑફરનો લાભ HPCL, ઇન્ડેન ગેસ અને ભારત ગેસના ગ્રાહકોને મળશે.

  ભારત ગેસ તરફથી ટ્વિટર હેન્ડલ પર આપેલી જાણકારી પ્રમાણે નવરાત્રી (Navratri 2021)ના તહેવારોમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ખરીદી પર 10 હજાર રૂપિયાનું સોનું જીતવાનો મોકો (Chance to win gold) આપવામાં આવશે. જોકે, આ ઑફર અમુક સમય માટે જ છે. તો જાણીએ આ ઑફર વિશે.

  શું છે ઑફર?

  જો કોઈ યૂઝર ઑનલાઇન પેમેન્ટ સર્વિસ Paytm મારફતે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવશે (Paytm gas cylinder booking offer) તો તેને 10 હજાર રૂપિયાનું સોનું જીતવાનો મોકો મળશે. એટલે કે તમારે પેટીએમ મારફતે સિલિન્ડર બુક કરવાનો છે, જે બાદમાં તમને 10 હજાર રૂપિયાનું સોનું જીતવાનો મોકો મળી શકે છે.

  ઑફર ક્યાં સુધી ચાલશે?

  આ ઑફર 7 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઑફરનો ફાયદો ઉઠાવવા માટે ફક્ત બે દિવસ બાકી રહ્યા છે. નવરાત્રી ગોલ્ડ ઑફર અંતર્ગત દરરોજ પાંચ લકી વિજેતા પસંદ કરવામાં આવશે. જેમને પેટીએમ તરફથી 10,001 રૂપિયાનું 24 કેરેટ સોનું આપવામાં આવશે.



  બુકિંગ કેવી રીતે કરશો?

  >> ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે Book Gas Cylinder પર ક્લિક કરો.
  >> જે બાદમાં ગેસ પ્રોવાઇડર પસંદ કરો.
  >> બાદમાં મોબાઇલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર દાખલ કરો.
  >> તમારે પેમેન્ટ મોડ પસંદ કરીને પીટીએમ વૉલેટ, પીટીએમ યૂપીઆઈ, કાર્ડ્સ, નેટ બેન્કિંગ પસંદ કરવાનું રહેશે.
  >> આ ઉપરાંત તમે પેટીએમ પોસ્ટપેડ ઑપ્શન પણ પસંદ કરી શકો છો.
  >> પેમેન્ટ સાથે જ ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

  Paytmથી બુકિંગના ફાયદા

  આ ઑફર ગેસ સિલિન્ડર બુકિંગ અને પેમેન્ટ પર જ લાગૂ થશે. યૂઝર્સ જો પેટીએમથી ગેસ સિલિન્ડર બુક કરાવશે તો યૂઝર્સને અન્ય લાભ પણ મળશે. જેમાં કેશબેક પોઇન્ટ પણ સામેલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: