નવી દિલ્હી : ડિઝિટલ પેમેન્ટ એપ (Digital Payment App) પેટીએમના પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડે ( PPBL) દેશભરના 211 ટોલ પ્લાઝા પર પોતાની ઓટોમેટિક કેશલેસ પેમેન્ટ (Automatic Cashless Payment) સુવિધાની જાહેરાત કરી દીધી છે. આવું કરવાથી બેન્ક રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્રોગ્રામ ( National Electronic Toll Collection) હેઠળ સૌથી વધારે આગેવાની કરનારી કંપની બની ગઈ છે. સાથે દેશમાં ફાસ્ટટેગ જાહેર કરનાર સૌથી મોટી કંપની બની ગઈ, જેનાથી દેશભરના 50 લાખ વ્હકલ્સ જોડાયેલા છે. કંપનીનું હજુ અન્ય 100 ટોલ પ્લાઝા પર આ સુવિધા જાહેર કરવાનુંલક્ષ્ય છે, જેથી આગામી ત્રણ મહિનામાં પાસ્ટટેગ સેલ્સમાં વધારો નોંધાઈ શકે છે.
પેટીએમ વોલેટથી ઓટોમેટિકલી કપાઈ જશે પૈસા
બેન્કોના ફાસ્ટેગ્સ જાહેર કરવાને ઉલટ પેટીએમથી ફાસ્ટટેગ્સ (Paytm Fast tag) માટે અલગથી કોઈ એકાઉન્ટ બનાવવાની જરૂરત નહીં હોય. તેમાં ટોલપ્લાઝા (Toll Plaza) પર પેટીએમ વોલેટથી ખુદ જ ટોલ ટેક્સ (Toll Tax) કપાઈ જશે. વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર અને સર્ટિફિકેટ (RC) દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. સાથે જ આને કોઈ પણ ડિલેવરી ફી યૂઝર્સના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચાડવાની પણ સુવિધા છે.
આ પ્રકારે ઓનલાઈન બુક કરો તમારો LPG રસોઈ ગેસ સિલિન્ડર, મળશે 50 રૂપિયા સસ્તો, જાણીલો રીત
પ્લાઝા પર લાંબી લાઈનોમાં નહી ઉભુ રહેવું પડે
પીટીએમ દ્વારા આના વિસ્તાર માટે દેશભરમાં 20 હજાર કેમ્પ લગાવ્યા છે. તેમાં દેશભરના આવાસીય પાર્કિંગ લોટ્સ, પ્યૂલ સ્ટેશન અને અન્ય વ્યવસાયિક ક્ષેત્ર પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, આ સુવિધા વાહન માલિકો માટે ફાસ્ટટેગ્સ પ્રક્રિયામાં મદદગાર સાબિત થશે. આનાથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર ફી આપવા માટે ગાડીઓની લાંબી લાઈન પાછળ ઉભુ નહીં રહેવું પડે.
5 ઈલેક્ટ્રીક સ્કૂટર: સિંગલ ચાર્જમાં થશે 100 કિમી યાત્રા, જાણો લોકપ્રિય સ્કૂટરોની કિંમત
કેન્દ્રના ડિઝિટલ ઈન્ડિયા મિશનને આગળ વધારી રહ્યા
પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના સીઈઓ અને પ્રબંધ નિર્દેશક સતીશ કુમાર ગુપ્તાએ કહ્યું, અમે દેશમાં ડિઝિટલ ટોલ પેમેન્ટની પ્રક્રિયાને અપનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને સડક યાત્રાને સળ બનાવવા માટે અને લોકોનો સમય બચાવવા માટે વિસ્તાર કરી રહ્યા છીએ. અમને યૂઝર્સ દ્વારા શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે, જેના કારણે અમારી કંપની દેશની સૌથી મોટી ફાસ્ટટેગ્સ જાહેર કરનાર બની ગઈ છે. આ મિશનથી અમે સરકારના ડિઝિટલ ઈન્ડિયા મિશનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે દેશમાં કેશલેસ પેમેન્ટ પ્રક્રિયા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.