ઝોબમુંબઈ: દેશનો સૌથી મોટો આઈપીઓ આ દિવાળી પછી ખુલશે. પેટીએમનો આઈપીઓ 8મી નવેમ્બરના રોજ ખુલશે અને 10મી નવેમ્બરના રોજ બંધ થશે. આ પહેલા પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સે (One97 Communications) પોતાના આઈપીઓની સાઈઝ 16,600 કરોડ રૂપિયાથી વધારીને 18,300 કરોડ રૂપિયા કરી છે. આ આઈપીઓમાં 8,300 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ લાવવામાં આવશે. જ્યારે બાકીની રકમ એટલે કે 10,000 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચવામાં આવશે.
ઑફર ફૉર સેલ હેઠળ કંપનીના સ્થાપક વિજય શર્મા, Antfin (નેધરલેન્ડ્સ) Holdings, અલીબાબા ડોટ કોમ, Singapore E-Commerce, Elevation CapitalV FII Holdings, ઇલેવન કેપિટલ વી લિમીટેડ, Saif III Mauritius,સૈફ પાર્ટનર્સ, SVF Partners પોતાના શેર વેચશે.
એન્કર પ્લેસમેન્ટ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીજી નવેમ્બરના રોજ એન્કર પ્લેસમેન્ટ કરવામાં આવી શકે છે. પેટીએમમાં રોકાણ કરવા માટે અનેક દિગ્ગજ રોકાણકારો આતુર છે. એન્ક પ્લેસમેન્ટ દરમિયાન અનેક મોટા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પણ રોકાણ કરવાની તૈયારીમાં છે. અન્ય એક સૂત્રએ પણ આઈપીઓ લૉંચ તારીખ અને એન્કર પ્લેસમેન્ટની તારીખ અંગે પુષ્ટિ કરી છે.
ભારતીય શેર બજારના ઇતિહાસમાં સૌથી મોટો આઈપીઓ
પેટીએમનો આઈપીઓ ભારતમાં અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા આ રેકોર્ડ કોલ ઇન્ડિયા (Call India)ના નામે હતો. કોલ ઇન્ડિયાએ આશરે એક દશકા પહેલા આઈપીઓના માધ્યમથી 15,000 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ વર્ષ 2000માં પેટીએમની શરૂઆત કરી હતી. પહેલા આ કંપની વેલ્યૂ એડડ સર્વિસ આપતી હતી. જે બાદમાં તે ઑનલાઇન મોબાઇલ પેમેન્ટ્સ ફર્મ તરીકે જાણીતી બની ગઈ હતી.
બીજી તરફ પેટીએમ પ્રી-આઈપીઓ શેર સેલની યોજના રદ થઈ શકે છે. કંપનીએ એવું નક્કી કર્યું હતું કે તે આઈપીઓ લાવ્યા પહેલા પ્રી-આઈપીઓ સેલ મારફતે 2,000 કરોડ રૂપિયા એકઠા કરશે. આ અંગે જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે વેલ્યૂએશનમાં તફાવતને પગલે કંપની પ્રી-આઈપીઓની યોજના ટાળી શકે છે. ઈટીના જણાવ્યા પ્રમાણે, નામ જાહેર ન કરવાની શરતે એક સૂત્રએ જણાવ્યું કે, એડ્વાઇઝર્સ પ્રમાણે હાલ પેટીએમ 20 અબજ ડૉલર વેલ્યૂએશનની માંગ કરી રહી છે. યૂનિકોર્ન ટ્રેકર CB Insightsના જણાવ્યા પ્રમાણે અંતિમ સમયે કંપનીનીનું વેલ્યૂએશન 16 અબજ ડૉલર નક્કી થયું હતું.
પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા અને અન્ય શેરધારકો ઑફર ફૉર સેલના માધ્યમથી પોતાની ભાગીદારી વેચશે. કંપનીના મુખ્ય રોકાણકારોમાં અલીબાબા (Alibaba) અને તેની સહયોગી એન્ટ ગ્રુપ પાસે 38%, એલિવેશી કેપિટલ પાસે 17.65 ટકા અને જાપાનની સૉફ્ટબેંક પાસે 18.73 ટકા ભાગીદારી છે. વિજય શર્માનું આશરે 14.67% જેટલું હોલ્ટિંગ છે. આઈપીઓ બાદ તેઓ કંપનીના પ્રમોટર નહીં રહે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર