Paytm IPO: પેટીએમના IPOને મળ્યો નબળો પ્રતિસાદ, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

પેટીએમ આઈપીઓને નબળો પ્રતિસાદ (પ્રતીકાત્મક તસવીર)

Paytm shares GMP: પેટીએમના રૂ. 18,300 કરોડના પબ્લિક ઇશ્યૂને બિડર્સ તરફથી એટલો ઉત્સાહ ન મળતા તેની અસર ગ્રે માર્કેટ (Grey Market) પર પણ પડી રહી છે.

  • Share this:
મુંબઈ: રોકાણકારો જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે પેટીએમનો આઇપીઓ (Paytm IPO) ઓપન થયાના 3 દિવસ પસાર થઇ ચૂક્યા છે. પરંતુ તેને લઇને રોકાણકારો (Investors)માં કોઇ ખાસ ઉત્સાહ નથી જોવા મળ્યો ન હતો. આ IPOને 8થી 10 નવેમ્બર, 2021ની વચ્ચે 3 દિવસની બિડિંગમાં 189% સબ્સ્ક્રાઇબર મળ્યા છે. રૂ. 18,300 કરોડના પબ્લિક ઇશ્યૂને બિડર્સ તરફથી એટલો ઉત્સાહ કે પ્રતિસાદ ન મળ્યો હોવાથી તેની અસર ગ્રે માર્કેટ (Grey Market) પર પણ પડી રહી છે. પેટીએમના શેરની ફાળવણી (Paytm shares allotment) 15મી નવેમ્બરના રોજ થઈ શકે છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો

Paytmના શેર આજે ગ્રે માર્કેટમાં 30 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. બજાર નિરીક્ષકોના મતે, Paytm IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આજે 30 રૂપિયા છે. તેઓએ જણાવ્યું કે ગઈકાલે સવારે Paytm IPO ગ્રે માર્કેટ પ્રાઈસ 55 રૂપિયા હતી, જે ઘટીને 30 રૂપિયા થઈ ગઈ હતી. કારણ કે બિડર્સ તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. માત્ર એક જ સપ્તાહમાં Paytm IPO GMP રૂ.130ના સ્તરથી ઘટીને રૂ. 30 પર આવી ગયો છે.

શું છે GMP?

બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટ પ્રીમિયમ એ ગ્રે માર્કેટ દ્વારા અપેક્ષિત લિસ્ટિંગ પ્રોફિટ દર્શાવે છે. આજે પેટીએમ IPO GMP 30 રૂપિયા છે, જેનો અર્થ છે કે ગ્રે માર્કેટ લગભગ રૂ. 2180 (રૂ. 2510+રૂ. 30) પર પટીએમ આઇપીઓનું લિસ્ટિંગ થાય તેવી આશા દર્શાવે છે. જે લગભગ 2,080થી 2,150 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના પેટીએમ આઇપીઓના પ્રાઇસ બેન્ડ બરાબર થાય છે.

જોકે, વિશેષકોના જણાવ્યા અનુસાર, કોઇ પણ પબ્લિક ઇશ્યૂ માટે લિસ્ટિંગ પ્રોફિટ વિશે અનુમાન લગાવવા માટે ગ્રે માર્કેટ એક માત્ર માપદંડ નથી. વિશેષકો તેના માટે કંપનીની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખવાની સલાહ આપે છે, કારણ કે તે એકમાત્ર માપદંડ છે જે બિઝનેસની સ્થિતિ દર્શાવે છે.

આ પણ વાંચો: Zomatoની ખોટમાં વધારો, રોકાણકારોએ હવે શું કરવું? જાણો બજાર નિષ્ણાતોએ શેર ખરીદવા-વેચવા પર શું કહ્યું 

મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડના રિસર્ચ એનાલિસ્ટ સૌરભ જોશી (Saurabh Joshi) જણાવે છે કે, પેટીએમ (જૂન 2021)ના ઇશ્યૂ બાદ રૂ. 31,420 મિલિયનના વેચાણને ધ્યાનમાં રાખતા કંપની રૂ. 13,93,788 મિલિયનના માર્કેટ કેપ સાથે 44.36ના માર્કેટ કેપ/સેલ્સ પર લિસ્ટ થવા જઇ રહી છે. ભારતમાં એવી કોઈ લિસ્ટેડ કંપની નથી, જેનો બિઝનેસ કંપનીના બિઝનેસ સાથે તુલનીય હોય.

આ પણ વાંચો: ધમાકેદાર લિસ્ટિંગ બાદ નાયકાના શેરમાં કડાકો, રોકાણકારોએ હવે શું કરવું? ભાવ ઘટીને ક્યાં સુધી પહોંચી શકે?

દેશનો સૌથી મોટો આઈપીઓ

પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાનો IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.
First published: