Paytm IPO: આવતા અઠવાડિયે ખુલશે દેશનો સૌથી મોટો IPO, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

પેટીએમ આઈપીઓ

Paytm IPO GMP: પેટીએમ IPO મારફતે કુલ 18,300 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. કંપનીની યોજના એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) પાસેથી 1 અબજ ડૉલર એકઠા કરવાની છે.

  • Share this:
    મુંબઈ. Paytm IPO: દેશનો સૌથી મોટો આઈપીઓ (Paytm IPO) આઠમી નવેમ્બરના રોજ ખુલી રહ્યો છે. રિટેલ રોકાણકારો 10મી નવેમ્બર સુધી તેમાં રોકાણ કરી શકશે. Coal India પછી પેટીએમનો આઈપીઓ (Biggest IPO of Indian) સૌથી મોટો છે. વર્ષ 2010માં કોલ ઇન્ડિયા (Coal India)એ ઇશ્યૂ મારફતે 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. પેટીએમ IPO મારફતે કુલ 18,300 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. કંપનીની યોજના એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) પાસેથી 1 અબજ ડૉલર એકઠા કરવાની છે. આઈપીઓમાં 8,300 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fresh Issue) જાહેર કરવામાં આવશે. જ્યારે 10,000 કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ (Offer for sale)માં વેચવામાં આવશે.

    પ્રાઇસ બેન્ડ

    Paytmના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 2080-2150 રૂપિાય છે. ગોલ્ડમેને સાક્સ ઇન્ડિયા સિક્યોરિટીઝના મેનેજિંગ ડાયરેક્ટર સુદર્શન રામકૃષ્ણાના જણાવ્યા પ્રમાણે પ્રાઇસ બેન્ડ પ્રમાણે Paytmvની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 19.3 અબજ ડૉલરથી લઈને 19.9 અબજ ડૉલર વચ્ચે છે.

    કોણ કેટલા શેર વેચશે?

    વેલ્યૂએશનના મતભેદને કારણે Paytm તરફથી પ્રી-IPO ફન્ડિંગ યોજના રદ કરી છે. ઑફર ફૉર સેલ મારફતે Paytmની પેરેન્ટ કંપની One97ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO વિજય શેખર શર્મા 402.65 કરોડ રૂપિયાના શેર વેચશે. Antfin (Netherlands) Holdings 4,704.43 કરોડ રૂપિયાના શેર વેચશે. આ ઉપરાંત અલીબાબા ડૉટ કૉમ સિંગાપુર ઈ-કૉમર્સ 784.82 કરોડ રૂપિયા અને એલિવેશન કેપિટલ વી FII હૉલ્ડિંગ્સ 75.02 કરોડ રૂપિયાના શેર વેચશે.

    આ પણ વાંચો: Diwali top picks: દિવાળી મુહૂર્તમાં આ 12 શેર તમને કરી શકે છે માલામાલ

    ગ્રે માર્કેટ પ્રીમિયમ

    અનલિસ્ટેડ માર્કેટમાં હાલ Paytmના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 135 રૂપિયા ચાલી રહ્યું છે. Paytmની ઇશ્યૂ કિંમત 2080-2150 રૂપિયા છે. આથી હાલ પેટીએમનો એક શેર 2,285 રૂપિયા (2,150+135) પર ટ્રેડ કરી રહ્યો છે.

    પેટીએમમાં કોને કેટલો હિસ્સો?

    પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા અને અન્ય શેરધારકો ઑફર ફૉર સેલના માધ્યમથી પોતાની ભાગીદારી વેચશે. કંપનીના મુખ્ય રોકાણકારોમાં અલીબાબા (Alibaba) અને તેની સહયોગી એન્ટ ગ્રુપ પાસે 38%, એલિવેશી કેપિટલ પાસે 17.65 ટકા અને જાપાનની સૉફ્ટબેંક પાસે 18.73 ટકા ભાગીદારી છે. વિજય શર્માનું આશરે 14.67% જેટલું હોલ્ડિંગ છે.

    આ પણ વાંચો: દિવાળી મુહૂર્ત ટ્રે઼ડિંગ: એક કલાક માટે ખુલશે માર્કેટ, મોટા રોકાણકારો શા માટે પ્રથમ ઓર્ડર ખરીદીનો આપે છે? 

    ભારતીય શેર બજારના ઇતિહાસમાં સૌથી મોટો આઈપીઓ

    પેટીએમનો આઈપીઓ ભારતમાં અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા આ રેકોર્ડ કોલ ઇન્ડિયા (Coal India)ના નામે હતો. કોલ ઇન્ડિયાએ આશરે એક દશકા પહેલા આઈપીઓના માધ્યમથી 15,000 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ વર્ષ 2000માં પેટીએમની શરૂઆત કરી હતી. પહેલા આ કંપની વેલ્યૂ એડડ સર્વિસ આપતી હતી. જે બાદમાં તે ઑનલાઇન મોબાઇલ પેમેન્ટ્સ ફર્મ તરીકે જાણીતી બની ગઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: