Home /News /business /

Paytmના રૂ. 22,000 કરોડના IPOને મળી સૈદ્ધાંતિક મંજૂરી, જાણો ક્યારે આવશે પબ્લિક ઓફર

Paytmના રૂ. 22,000 કરોડના IPOને મળી સૈદ્ધાંતિક મંજૂરી, જાણો ક્યારે આવશે પબ્લિક ઓફર

પ્રતીકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, આ આઈપીઓ દ્વારા પેટીએમએ તેનું વેલ્યુએશન 25થી 30 અરબ ડોલર એટલે કે 1.80 લાખ કરોડથી રૂ. 2.20 લાખ કરોડ જેટલું બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

તાજેતરમાં પેટીએમ દ્વારા દેશમાં સૌથી મોટો IPO લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે પેટીએમના બોર્ડે રૂ. 22,000 કરોડના પબ્લિક ઓફરને સૈદ્ધાંતિક મજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસ કંપનીની પેટીએમની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના બોર્ડની બેઠક 28મી મે 2021ના રોજ મળી હતી.

કંપનીનો આ આઈપીઓ દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી જાહેર ઓફર હશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ IPO માટે 25-30 અબજ ડોલરના વેલ્યુએશન પર કંપનીની નજર છે. ઉલ્લેખનીય છે કે, 2019માં સોફ્ટબેન્કે કંપનીમાં 16 અરબ ડોલર અને એન્ટ ફાઇનાન્સિયલ 1 બિલિયન ડોલરનું રોકાણ કર્યા બાદ પેટીએમનું વેલ્યુએશન 16 અરબ ડોલર થઈ ગયું હતું.

આ વર્ષે ગુજરાતની કેસર કેરીએ ઇટલીવાસીઓનું પણ જીત્યું દિલ, અધધ જથ્થો થયો રવાના

સ્ટોકને સ્પ્લિટ કરી શકે

પેટીએમ હાલ ડિજિટલ પેમેન્ટ સર્વિસમાં પ્રથમ નંબરની કંપની છે. કંપનીએ 2010માં બિલ પેમેન્ટ અને મોબાઇલ રિચાર્જ સેવા શરૂ કરી હતી. ત્યારબાદ 2014માં કંપનીએ મોબાઈલ વોલેટ લોન્ચ કર્યું હતું.

મળતી વિગતો મુજબ કંપની ઇસ્યુની અરજી જૂન અથવા જુલાઈમાં કરી શકે છે. આઇપીઓ ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 સુધી આવી રહ્યો છે. આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ સાથે સેકન્ડરી શેર વેચાણ શામેલ હશે. જેમાં પેટીએમના રોકાણકારો રોટેશન મુજબ શેર વેચી શકે છે. લિસ્ટિંગ બાદ બોર્ડની મંજૂરી મળ્યા બાદ પેટીએમના રોકાણકારોને IPO સાથે જોડાયેલી બીજી મંજૂરીઓ પણ લેવી પડશે. સૂત્રોના મત મુજબ લિસ્ટિંગ દરમિયાન પેટીએમ સ્ટોકને સ્પ્લિટ કરી શકે છે.

રાજ્યના બે IPSને DG તરીકે બઢતી: અનેક IPSની આગામી સમયમાં બદલીઓ થાય તેવી શક્યતા

નાણાકીય વર્ષ 2023માં પેટીએમની રેવન્યુ બેઝ 1 અરબ ડોલરની થઈ જશે

નાણાકીય વર્ષ 2020માં પેટીએમની આવક 3,280 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે તેનું નુકસાન 30 ટકા ઘટીને રૂ. 2,942 કરોડ સુધી આવી ગયું છે. નાણાકીય વર્ષ 2023માં પેટીએમની રેવન્યુ બેઝ બેગણી થઈ 1 અરબ ડોલરની સુધી પહોંચી શકે છે. જેમાં નોન પેમેન્ટ રેવન્યુની ભાગીદારી 33 ટકા છે.



ઉલ્લેખનીય છે કે, આ આઈપીઓ દ્વારા પેટીએમએ તેનું વેલ્યુએશન 25થી 30 અરબ ડોલર એટલે કે 1.80 લાખ કરોડથી રૂ. 2.20 લાખ કરોડ જેટલું બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ભારતમાં પેટીએમની હરીફાઈ વોલમાર્ટની ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે, અને વોટ્સએપ પે સાથે છે. પેટીએમ પાસે 2 કરોડથી વધુ મર્ચન્ટ પાર્ટનર છે. જેના ગ્રાહકો મહિને 1.4 અરબ ડોલરની લેવડદેવડ કરે છે.
First published:

Tags: Alibaba, IPO, Paytm, Paytm ipo

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन