Paytm IPO allotment: પેટીએમના શેરની આજે ફાળવણી, બે રીતે જાણો તમને શેર લાગ્યા કે નહીં

પેટીએમ આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Paytm IPO allotment today: પેટીએમનો આઈપીઓ (Paytm IPO) 8થી 10 નવેમ્બર, 2021 વચ્ચે ખુલ્યો હતો. રૂ. 18,300 કરોડના પબ્લિક ઇશ્યૂને બિડર્સ તરફથી જોઈએ એટલો ઉત્સાહ કે પ્રતિસાદ મળ્યો ન હતો.

  • Share this:
    મુંબઈ: પેટીએમના શેરની ફાળવણી (Paytm IPO share allotment) આજે એટલે કે 15મી નવેમ્બરના રોજ થશે. જે લોકોએ પેટીએમનો આઈપીઓ ભર્યો છે તેમને શેર લાગ્યા કે નહીં તે તપાસી શકે છે. રોકાણકારો બીએસઈની વેબસાઇટ અથવા કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી આઈપીઓનું સ્ટેટસ જાણી શકે છે. લિંક ઇનટાઇમ પ્રાઇવેટ લિમિડેટ (Link Intime Private Ltd) પેટીએમની ઓફિશિયલ રજિસ્ટ્રાર છે. ઉલ્લેખનીય છે કે પેટીએમનો આઈપીઓ (Paytm IPO) 8થી 10 નવેમ્બર, 2021 વચ્ચે ખુલ્યો હતો. રૂ. 18,300 કરોડના પબ્લિક ઇશ્યૂને બિડર્સ તરફથી જોઈએ એટલો ઉત્સાહ કે પ્રતિસાદ મળ્યો ન હતો.

    શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો:-

    >>લિન્ક ઇનટાઇમ વેબસાઇટ મારફતે સ્ટેટસ જાણો:

    પેટીએમની રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ વેબસાઇટ મારફતે સ્ટેટસ જાણી શકાય છે. આ માટે તમારે linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જવાનું રહેશે અને નીચેના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

    1) લિન્ક ઇનટાઇમની સીધી લિંક પર ક્લિક કરો- linkintime.co.in/MIPO/Ipoallotment.html.

    2) Paytm IPO પસંદ કરો.

    3) તમારા પાન કાર્ડની વિગત દાખલ કરો

    4) 'Search' વિકલ્પ પર ક્લિક કરો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરવાથી તમારી સ્ક્રીન પર આઈપીઓનું સ્ટેટસ જાણી શકાશે. એટલે કે શેર લાગ્યા કે નહીં તેની માહિતી મેળવી શકાશે.

    >> BSEની વેબસાઇટ મારફતે IPO સ્ટેટ ચેક કરો:

    બીએસઈની વેબસાઇટ પરથી આઈપીઓનું સ્ટેટસ જાણવા માટે bseindia.com/investors/appli_check.aspx પર ક્લિક કરો અને નીચેના સ્ટેપ્સ અનુસરો:

    1) બીએસઈની સીધી લિંક પર ક્લિક કરો- bseindia.com/investors/appli_check.aspx

    2) Paytm IPO પસંદ કરો.

    3) તમારો એપ્લીકેશન નંબર દાખલ કરો.

    4) તમારા પાન કાર્ડની વિગત દાખલ કરો.

    5) 'I'm not a robot' પર ક્લિક કરો.

    6) 'Submit' બટન પર ક્લિક કરો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરતાની સાથે જ તમારા કોમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં પેટીએમના આઈપીઓનું સ્ટેટસ દેખાશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paytm IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા સૂત્રોનું કહેવું છે કે શનિવારે પેટીએમનો શેર 30 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ હતો. શુક્રવારે પેટીએમના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 18 રૂપિયા હતું. એટલે કે અલોટમેન્ટ તારીખ નજીક આવતા શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો થયો છે. પેટીએમ તરફથી શેરની ઈશ્યૂ કિંમત 2080-2150 (Paytm price band) રાખવામાં આવી છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે શનિવારે પેટીએમનો શેર ગ્રે માર્કેટમાં 2180 રૂપિયા (2150+30) પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    આ પણ વાંચો: આજે વધુ એક આઈપીઓ ખુલ્યો: ટારસન્સ પ્રોડક્ટ્સનો 1,024 કરોડનો આઈપીઓ 17મી નવેમ્બર સુધી ભરી શકાશે

    દેશનો સૌથી મોટો આઈપીઓ

    પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાનો IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

    પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ થયો

    પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ માટે બુધવારે ઇશ્યૂના છેલ્લા દિવસ હતો. પેટીએમનો આઈપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

    આ પણ વાંચો: સિગાચી ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓએ રોકાણકારોને કર્યાં માલામાલ, 252% પ્રીમિયમ સાથે થયો લિસ્ટ

    રિટેલ હિસ્સો ઝડપથી ભરાયો

    શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી. આઇપીઓ હેઠળ રિટેલ રોકાણકારોના સેગમેન્ટને ખૂબ ઝડપથી સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારો માટે અનામત શેર માટે બુધવારે જોરદાર બોલી બોલાઈ હતી. આ સેગમેન્ટને 2.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: