કામ અને વિઝન પર સંપૂર્ણ ભરોસો, રોકાણકારોને મળશે યોગ્ય રિટર્ન: Paytmના ફાઉન્ડરનું નિવેદન

વિજય શેખર શર્મા (ફાઇલ તસવીર)

Vijay Shekhar Sharma: 'Paytmને લિસ્ટ કરવાનું સપનું પૂર્ણ થયું છે. કંપનીનો ગ્રોથ થશે તેની અમને ચોક્કસ ખાતરી છે.'

  • Share this:
મુંબઈ: ભારતના સૌથી મોટા Paytm IPOનું 18 નવેમ્બરના રોજ લિસ્ટિંગ થયું છે. કંપનીના લિસ્ટિંગ બાદ રોકાણકારો નિરાશ થઈ ગયા છે. કંપનીના શેરની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 2150 હતી. પરંતુ BSE પર આ શેરનું લિસ્ટિંગ રૂ. 1,955 પર થયું છે તથા NSE પર આ શેરનું લિસ્ટિંગ રૂ. 1,950 પર થયું છે. Paytmના શેરનું ઓછી પ્રાઈસ પર લિસ્ટિંગ થયા બાદ પણ શેરની પ્રાઈસમાં સતત ઘટાડો થયો હતો. બ્રોકરેજ ફર્મ MACQUARIEએ Paytmના શેર માટે અન્ડરપર્ફોર્મ રેટિંગ સાથે રૂ. 1,200નો લક્ષ્ય આપ્યો છે. MACQUARIE અનુસાર PAYTMના બિઝનેસ મોડલ અંગે કોઈ સ્પષ્ટતા જણાઈ રહી નથી અને નાણાકીય વર્ષ 2030થી કંપનીનો free cash flow પોઝિટીવ થઈ શકે છે. બ્રોકરેજ કંપની MACQUARIEએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, કંપની જે બિઝનેસ કરી રહી છે, તે બિઝનેસમાં કંપનીએ આગળ જતા ખૂબ જ કોમ્પિટીશનનો સામનો કરવો પડી શકે છે.

પેટીએમના સ્થાપકનું નિવેદન

Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માએ જણાવ્યું છે કે, તેમને તેમના કામ અને વિઝન પર સંપૂર્ણ ભરોસો છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આગળ જતા પેટીએમ ખૂબ જ શાનદાર કામ કરશે અને ખૂબ જ નફો પણ કમાશે. કંપનીના MD વિજય શેખર શર્મા અને CEO મધુર દેઓરાએ CNBC આવાજ સાથે કંપનીના બિઝનેસ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

લિસ્ટિંગનું સપનું પૂર્ણ થયું: વિજય શેખર શર્મા

વિજય શેખર શર્માએ જણાવ્યું કે, Paytmને લિસ્ટ કરવાનું સપનું પૂર્ણ થયું છે અને ભારતીય શેરબજારમાં ગ્રોથ થઈ શકે છે. કંપનીનો ગ્રોથ થશે તેની અમને ચોક્કસ ખાતરી છે. તેમણે કંપનીના લિસ્ટિંગ અંગે જણાવ્યું કે, કંપની પાસે 10 લાખથી વધુ શેરધારકો હતા, તે સમયે અમે વિચારી રહ્યા હતા કે, કંપની Nasdaq પર લિસ્ટિંગ થાય.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રાહક અને દુકાનદાર વધુ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરશે તો કંપનીનો ગ્રોથ થશે. કોરોના દરમિયાન કંપનીના બિઝનેસ પર અસર થઈ છે. ઈકોનોમી અનલોક થવાને કારણે બિઝનેસ વિસ્તરી રહ્યો છે. આ પરિસ્થિતિ જોઈને જણાઈ રહ્યું છે કે, આગામી 2થી 4 ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસનો વિકાસ થઈ શકે છે.

આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

કંપનીનો પ્લાન શું છે?

વિજય શેખર શર્માએ કંપનીની અન્ય યોજનાઓ અંગે જાણકારી આપી હતી કે, મર્ચન્ટ પેમેન્ટમાં Paytm કંપની માર્કેટ લીડર છે. પર્સન ટૂ મર્ચન્ટમાં સૌથી વધુ ખર્ચ સેલ્સ એક્ઝિક્યુટીવનો હોવાના કારણે કંપનીના વિકાસમાં UPIના માધ્યમથી પર્સન ટૂ પર્સનનો યોગ્ય ફાળો રહ્યો છે. મર્ચન્ટને આ મોડલ અંગે સેલ્સ એક્ઝિક્યુટીવ સમજાવે છે, આ કારણોસર ગ્રાહકોને ઉમેરવાનો ખર્ચ એકવાર જ થાય છે. ગયા વર્ષે Paytm પાસે 14 કરોડ ગ્રાહકો હતા અને તેમાં કરોડોની સંખ્યામાં મર્ચન્ટને Paytm માં ઉમેરવામાં આવશે.

તેમણે કંપનીના પ્રાઈવસી નિયમો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, પર્સન ટૂ પર્સન ટ્રાન્ઝેક્શનના ડેટાનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ નથી કરી શકતો. UPIના કારણે દેશમાં ડિજિટલાઈઝેશનમાં વૃદ્ધિ થઈ છે અને નોટબંધી બાદ Paytmના ઉપયોગમાં વધારો થયો છે.

આ પણ વાંચો: Paytm Shares: ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ બાદ Paytmનો શેર 24% તૂટ્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

અનેક સેવા ઉમેરવમાં આવશે

વિજય શેખર શર્માએ આ અંગે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં પણ મર્ચન્ટને Paytm સર્વિસમાં ઉમેરવામાં આવશે. સરકાર તમામ પ્રકારની સર્વિસમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે અને FasTag જેવી અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવશે. લોકોના જીવનમાં ઓનલાઈન પેમેન્ટ એક મહત્ત્વનો ભાગ બની ગયો છે, જેનાથી કંપનીને લાભ થવાની શક્યતા છે.

લેન્ડિંગ બિઝનેસનો વિકાસ થશે

વિજય શેખર શર્માએ કંપનીના લોન ગ્રોથ અંગે પણ જાણકારી આપી હતી. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, RBI તરફથી જૂન 2020માં કંપનીને લોન ડિસ્ટ્રીબ્યુશન્સની મંજૂરી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2021માં કંપનીએ 13 લાખ લોકોને લોન આપી છે, જેમાં માત્ર સપ્ટેમ્બર સુધીમાં જ કંપનીએ 28 લાખ લોકોને લોન આપી છે. કસ્ટમર અને પાર્ટનરના વ્યાજથી લેન્ડિંગ બિઝનેસનો વિકાસ થશે.

કંપનીના CFO મધુર દેઓરાએ સમગ્ર ચર્ચામાં જણાવ્યું હતું કે, દુનિયામાં પ્રસિદ્ધ રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું છે. રોકાણકારોને કંપનીના મોડલ પર સંપૂર્ણ વિશ્વાસ છે. રિટેઈલ રોકાણકારોને કંપનીના બિઝનેસનું મોડલ સમજાવવામાં આવશે. ઘરેલુ ફંડ હાઉસીસથી કંપનીમાં વધુ રોકાણ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Paytm લિસ્ટિંગ: પ્રથમ દિવસે જ રોકાણકારોએ ગુમાવ્યા 38,000 કરોડ રૂપિયા

કંપનીનો બિઝનેસ કેવો રહેશે?

મધુર દેઓરાએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, કંપનીની વાર્ષિક આવકમાં 62 ટકાનો વિકાસ થયો છે અને કોન્ટ્રિબ્યુશન પ્રોફિટમાં 3 ગણી વૃદ્ધિ થઈ છે. બિઝનેસમાં વિકાસ થવાની શક્યતા છે. કંપનીમાં મર્ચન્ટ અને ગ્રાહકમાં વધારો થઈ રહ્યો છે. પેમેન્ટ સિસ્ટમ અંગે લોકોમાં જાગૃતતા આવી રહી છે તથા મરચન્ટ ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમણે માર્કેટમાં ચાલી રહેલ કોમ્પિટીશન અંગે જણાવ્યું છે કે, કંપની અલગ અલગ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરી રહી છે. કંપની એપ્લિકેશનમાં સતત નવા ફીચર્સ ઉમેરી રહી છે.
First published: