Paytmની ઓફર : રૂ. 1000ના સોનાની ખરીદી પર મેળવો રૂ. 2100નું સોનુ ફ્રી! અહીં જાણો ડિટેલ્સ

Paytmની ઓફર : રૂ. 1000ના સોનાની ખરીદી પર મેળવો રૂ. 2100નું સોનુ ફ્રી! અહીં જાણો ડિટેલ્સ
પ્રતિકાત્મક તસવીર

હાલમાં દુકાનો બંધ રહેતા સોનુ ખરીદી શકાયું નથી. જોકે, પેટીએમના માધ્યમથી તમે સોનુ ખરીદી શકો છો અને ઓફરનો લાભ પણ લઈ શકો છો.

  • Share this:
નવી દિલ્હી : પેટીએમના માધ્યમથી લોકો ઘર બેઠા સોનાની ખરીદી કરી શકે છે. લોકડાઉનના કારણે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી મુશ્કેલ બની છે. દુકાનો બંધ રહેતા સોનુ ખરીદી શકાયું નથી. જોકે, પેટીએમના માધ્યમથી તમે સોનુ ખરીદી શકો છો અને ઓફરનો લાભ પણ લઈ શકો છો.

પેટીએમ દ્વારા નવી ઓફર આપવામાં આવી છે. જે મુજબ સોનુ ખરીદવાની સાથે તેમને ફાયદો પણ થશે. પેટીએમની ઓફરમાં રૂ. 2100નું સોનુ વિનામૂલ્યે મેળવવાની તક મળી શકે છે. જોકે, આ ઓફરનો લાભ લેવા માટે તમારે રૂ. 1000નું સોનુ ખરીદવાની જરૂર રહેશે. મહત્વની વાત તો એ છે કે, જો તમે પેટીએમ પેમેન્ટ બેંકના યુઝર્સ હશો, તો જ તમે આ ઓફરનો લાભ લઇ શકશો.



હિન્દૂ કેલેન્ડર મુજબ, વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા(Akshaya Tritiya) આવે છે. આ દિવસે એટલે આજે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું અથવા તો સોનાના આભૂષણ ખરીદવાનું ખૂબ જ મહત્વ છે.

આ પણ વાંચો - મોંઘવારી ઘટી! ખાવા-પીવાની વસ્તુના ભાવમાં ઘટાડો થતા છૂટક ફુગાવાનો દર ત્રણ મહીનાની નીચલી સપાટીએ

શું છે પેટીએમની ઓફર?

અક્ષય તૃતીયા નિમિત્તે પેટીએમ દ્વારા એક્સ્ટ્રા ગોલ્ડબેક ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 1000 સુધીનું સોનું ખરીદવાથી રૂ. 2100નું એકસ્ટ્રા સોનુ અને 3 ટકા કેશબેક મળે છે. અલબત્ત કેશબેક માટે તમારે ઓછામાં ઓછું રૂ. 2000નું સોનુ ખરીદવું પડશે.

માત્ર આજ માટે જ છે આ ઓફર

તમે પેટીએમ દ્વારા તમે જે સોનાની ખરીદી કરશો, તેમાં તમને પેટીએમ 24 કેરેટ 99.9 ટકા શુદ્ધતાનું સોનું આપશે. અહીંથી ખરીદાયેલા સોનાને તમે ઈચ્છો તો પેટીએમના સુરક્ષિત લોકરમાં રાખી શકો છો અથવા તો હોમ ડિલીવરી પણ મેળવી શકો છો. આ ઓફર આજે એટલે કે 14 મે 2021ના રાત્રે 11:59 સુધી જ માન્ય છે. ટ્રાન્જેક્શન પૂર્ણ થયાના 45 દિવસ અંદર યુઝરને રિવોર્ડ મળી જશે.

આ પણ વાંચોખેડૂતો માટે ખુશખબર: મહીને માત્ર 55 રૂપિયાના હપ્તામાં, 60 વર્ષ બાદ મળશે દર મહીને 3000 રૂપિયા પેન્શન

સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત કયું?

વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિનો પ્રારંભ આજે (14મે) સવારે 5:38 વાગ્યાથી થયો હતો. જે 15 મેના રોજ સવારે 7:59 વાગ્યે સમાપ્ત થશે. અક્ષય તૃતીયા નિમિત્તે તમે આખો દિવસ સોનાની ખરીદી કરી શકો છો. સોનાની ખરીદી માટે 14 મેના રોજ સવારે 5:38 થી 15 મેના સવારે 5:30 વાગ્ય સુધી શુભ મુહૂર્ત છે.
Published by:News18 Gujarati
First published:May 14, 2021, 18:23 pm

ટૉપ ન્યૂઝ