Home /News /business /CREDએ લોન્ચ કરી નવી સર્વિસ, UPIથી કરો પેમેન્ટ અને મેળવો ડબલ કેશબેક

CREDએ લોન્ચ કરી નવી સર્વિસ, UPIથી કરો પેમેન્ટ અને મેળવો ડબલ કેશબેક

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પ્લેટફોર્મ CRED એ UPI Scan લોન્ચ કર્યુ(ફાઈલ તસવીર)

CRED launches UPI Scan: CREDએ કહ્યુ કે, તેના દ્વારા યૂજર્સને મોબાઈલ નંબર જેવી પર્સનલ ડિટેલ્સ દ્વારા તેમની UPI આઈડી તૈયાર કરવાની તક મળશે. તેનાથી પમેન્ટ્સ દરમિયાન ગોપનિયતાની ખાતરી થશે.

    નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પ્લેટફોર્મ CRED એ કહ્યુ છે કે, તે હવે યૂઝર્સને સ્કેનિંગ કરવા અને UPIની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. ટાઈગર ગ્લોબલ અને ફાલ્કન એજ કેપિટલના રોકાણવાળા સ્ટાર્ટઅપે કહ્યુ કે, આનાથી યૂઝર્સને બ્રાન્ડ પર ડીલ્સ અને ટ્રાન્ઝેક્શન પર કેશબેકની સાથે તેના ભાગીદાર વેપારીઓને કરવામાં આવેલા પેમેન્ટ પર બે ગણું રિવર્ડ મળશે.

    મળેલા કેશબેકને CRED બેલેન્સમાં ઉમેરવામા આવશે


    મીડિયાને સંબોધન કરતા કંપનીના પ્રવકતાએ કહ્યુ કે, આ કેશબેકને યૂઝરના બેંક ખાતામાં નહિ, પરંતુ તેના CRED બેલેન્સમાં ઉમેરવામાં આવશે. આ રિવર્ડ CRED Coins કે CRED Gemsના રૂપમાં આપવામાં આવશે. આનાથી ક્રેડ માટે ઈન-એપ ટ્રાન્ઝેક્શન વધવાનું અનુમાન છે, કારણકે ગ્રાહકો તેમના રિવર્ડને એપ પર પેમેન્ટ માટે ઉપયોગ કરશે.

    આ પણ વાંચોઃ ત્રણ બચત યોજનાઓ જેમાં સુરક્ષાની સાથે સાથે મળશે દમદાર વળતર

    CREDના સ્થાપક કુણાલ શાહે કહ્યુ કે, ‘ક્રેડને યૂઝર્સની વિશ્વસનિયતાને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવ્યું છે. દેશની ટોચની 1 ટકા વસ્તી તે નક્કી કરે છે કે, ભારત કેવી રીતે વપરાશ કરે છે અને અમને વિશ્વાસ છે કે, તેઓ તેમના યોગદાનનો આનંદ માણવા માટે વધુ સારા અનુભવને પાત્ર છે.

    પેમેન્ટ દરમિયાન રહેશે પ્રાઈવેસી


    CREDએ કહ્યુ કે, તેના દ્વારા યૂઝર્સને મોબાઈલ નંબર જેવી પર્સનલ ડિટેલ્સ દ્વારા તેમની UPI આઈડી તૈયાર કરવાની તક મળશે. તેનાથી પમેન્ટ્સ દરમિયાન ગોપનિયતાની ખાતરી થશે. એકવાર કસ્ટમ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ એક્ટિલેટ થવા પર પેમેન્ટ મેમ્બર્સ એટલે કે UPI ID દ્વારા કરી શકાશે.

    આ પણ વાંચોઃ સરકારી તેમજ ખાનગી બેંકોએ FD પર વ્યાજ દર વધાર્યા, જાણો ક્યાં મળશે વધુ ફાયદો

    ક્રેડ્સની બીજી ઓફરોની જેમ, યૂપીઆઈ દ્વારા સ્કેન અને ચૂકવણીની સુવિધા પણ 750થી વધારે ક્રેડિટ સ્કોર ધરાવતા વ્યક્તિઓને જ ઉપલબ્ધ થશે.


    આ સુવિધા આપી રહી છે ક્રેડ


    સીરિયલ ઉદ્યોગ સાહસિક શાહે ભારતને સૌથી વધારે ક્રેડિટ સ્કોરવાળા માટે ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ કરવા અને પોઈન્ટ્સ મેળવવાના લક્ષ્યથી ક્રેડની શરૂઆત કરી હતી. ત્યારબાદ, કંપની લેન્ડિંગ, ઈ-કોમર્સ પેમેન્ટ્સ, બ્રાન્ડ માટે જાહેરાત અને શોર્ટ ટર્મ ક્રેડિટ આપવાની સાથે જ પીયર ટૂ પીયર લેન્ડિંગમાં પ્રવેશી ગઈ છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Launched, Upi યુપીઆઈ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन