Home /News /business /વિદેશ ભણવા જવુ છે? Education Loan લેતાં પહેલાં રાખો આ વાતોનું ખાસ ધ્યાન

વિદેશ ભણવા જવુ છે? Education Loan લેતાં પહેલાં રાખો આ વાતોનું ખાસ ધ્યાન

લોન આપતા પહેલા બેંકો સંપૂર્ણ તપાસ કરે છે અને વિદેશી શિક્ષણ માટે લોન ફક્ત તે જ ઉમેદવારોને આપે છે, જે તેમના નિયમો અને શરતો પર ખરા ઉતરે છે. જો તમારો ઈરાદો પણ એજ્યુકેશન લોન લેવાનો હોય તો લોન માટે અરજી કરતા પહેલા તમારે એજ્યુકેશન લોનના તમામ પાસાઓ પર પણ વિચાર (Things to before applying Education loan) કરવો જોઈએ અને તેના નફા-નુકસાન પર ધ્યાન આપવું જોઈએ.

લોન આપતા પહેલા બેંકો સંપૂર્ણ તપાસ કરે છે અને વિદેશી શિક્ષણ માટે લોન ફક્ત તે જ ઉમેદવારોને આપે છે, જે તેમના નિયમો અને શરતો પર ખરા ઉતરે છે. જો તમારો ઈરાદો પણ એજ્યુકેશન લોન લેવાનો હોય તો લોન માટે અરજી કરતા પહેલા તમારે એજ્યુકેશન લોનના તમામ પાસાઓ પર પણ વિચાર (Things to before applying Education loan) કરવો જોઈએ અને તેના નફા-નુકસાન પર ધ્યાન આપવું જોઈએ.

વધુ જુઓ ...
મોંઘવારી માઝા મૂકી રહી છે અને દર વર્ષે અભ્યાસ પાછળ ખર્ચ (Education Expense) વધી રહ્યો છે. એક અંદાજ મુજબ વાર્ષિક 15 ટકાના દરે વધી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ તેના બાળકોને વિદેશમાં ભણાવવા (Study in Foreign) માંગે છે, તો ખર્ચમાં અનેકગણો વધારો થાય છે. સરકારી અને ખાનગી બેંકો અને નોન-બેન્કિંગ નાણાંકીય કંપનીઓ વિદેશી શિક્ષણ માટે એજ્યુકેશન લોન આપે છે. એજ્યુકેશન લોનના (Education Loan) કારણે અનેક વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવાનું સપનું સાકાર થાય છે. પરંતુ, એવું પણ નથી કે દરેકને વિદેશમાં ભણવા માટે એજ્યુકેશન લોન મળે છે. લોન આપતા પહેલા બેંકો સંપૂર્ણ તપાસ કરે છે અને વિદેશી શિક્ષણ માટે લોન ફક્ત તે જ ઉમેદવારોને આપે છે, જે તેમના નિયમો અને શરતો પર ખરા ઉતરે છે. જો તમારો ઈરાદો પણ એજ્યુકેશન લોન લેવાનો હોય તો લોન માટે અરજી કરતા પહેલા તમારે એજ્યુકેશન લોનના તમામ પાસાઓ પર પણ વિચાર (Things to before applying Education loan) કરવો જોઈએ અને તેના નફા-નુકસાન પર ધ્યાન આપવું જોઈએ. તપાસ વગર લીધેલી લોન પણ તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે.

ક્યા ખર્ચાઓ થાય છે સામેલ?


Moneycontrol.com એક રિપોર્ટ અનુસાર વિદેશમાં અભ્યાસ કરવા માટે લોન લેતા પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે આ લોન કયા ખર્ચ માટે આપવામાં આવી રહી છે. મોટાભાગની બેંકોમાં ટ્યુશન ફી, રહેવાનો ખર્ચ, આરોગ્ય વીમો અને એજ્યુકેશન લોનમાં અભ્યાસ સામગ્રીના ખર્ચનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, બેન્ક ઓફ બરોડા ઉપરના તમામ ખર્ચને પ્રોજેક્ટ ખર્ચ તરીકે ગણે છે. બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર (મોર્ગેજ એન્ડ અધર રિટેલ એસેટ્સ) એચ.ટી.સોલંકીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત બેન્ક એરફેર, લેપટોપ અને સ્ટેશનરી, સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક અને થીસીસ પાછળ થતા ખર્ચને ધ્યાનમાં રાખીને પણ લોન આપે છે.

પરંતુ લોન લેતા પહેલા તમારે એ જાણી લેવું જોઇએ કે એજ્યુકેશન લોનમાં કયા ખર્ચ સામેલ નથી, જેની વ્યવસ્થા તમારે જાતે કરવાની છે. વધારાના કોચિંગ, કાર કે બાઈક લેવા જેવા અંગત ખર્ચ અને ઘરે પાછા આવવા અને કોર્સ દરમિયાન પાછા જવા પાછળ થતા ખર્ચને એજ્યુકેશન લોનમાં સામેલ કરવામાં આવતા નથી.

વિવિધ બેંકોના વ્યાજદર


વિદેશી અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેતા પહેલા વ્યાજ દર ચકાસી લો. આ મહત્વનું છે કારણ કે વ્યાજના દરે, તમે અનુમાન લગાવી શકો છો કે તમે સમયસર લોન ચૂકવી શકો છો કે નહીં. હાલમાં સરકારી બેન્કો સાત વર્ષના સમયગાળા માટે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર 6.85થી 8.20 ટકા વ્યાજ વસૂલી રહી છે. ખાનગી બેંકો 8.45 ટકાથી 14.25 ટકાના વ્યાજદરે એજ્યુકેશન લોન આપી રહી છે. એસબીઆઈના વ્યાજ દર 7.25 ટકા, કેનેરા બેન્ક 7.30 ટકા અને બેન્ક ઓફ બરોડા 7.45 ટકા છે. આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક જેવી ખાનગી બેંકો 10.50 થી 13.70 ટકા વ્યાજ લે છે.

આ પણ વાંચો -OMG! આ કંપની પોતાના કર્મચારીઓને આપી રહી છે કરોડોની સેલેરી, 44 ટકા કર્મચારીઓ છે કરોડપતિ

લોનનો સમયગાળો


વિદેશમાં અભ્યાસ કરવા માટે લોન લેતા પહેલા તમારે કેટલા વર્ષમાં લોન ભરપાઈ કરવી પડે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. લોનની મુદત ખૂબ જ સમજી વિચારીને નક્કી કરવી જોઈએ. એજ્યુકેશન લોનની ચુકવણીનો મહત્તમ સમયગાળો 15 વર્ષનો છે. તો લોન લેતા પહેલા તમારે જાણી લેવું જોઇએ કે તમે કેટલા વર્ષમાં આ લોન ચૂકવી શકશો.

ટેક્સ બેનિફિટ્સને ધ્યાનમાં રાખો


એજ્યુકેશન લોનને આવકવેરાની કલમ 80 સી હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, ખાસ વાત એ છે કે આ છૂટ માત્ર બેંકો પાસેથી લેવામાં આવેલી એજ્યુકેશન લોન પર જ મળે છે. તેથી જો કોઈ વ્યક્તિ ફિનટેક કંપની પાસેથી લોન લે છે, તો તે કરમુક્તિ માટે હકદાર નથી.

આ પણ વાંચો -1 જુલાઈથી Cryptocurrency પર કપાશે આટલો TDS,આ નિયમોનું રાખજો ધ્યાન

આ વસ્તુ પર સરળતાથી મળશે લોન


લીવરેજ એજ્યુના સ્થાપક અને સીઈઓ અક્ષય ચતુર્વેદીનું કહેવું છે કે બેન્કો ખેતીની જમીન સ્વીકારતી નથી અને કોલેટરલ તરીકે પ્લોટ ખોલે છે. શેરો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ આ જ લાગુ પડે છે. કારણ કે આવી અસ્ક્યામતોના ભાવમાં ખૂબ જ વધ-ઘટ જોવા મળે છે. તે ફિક્સ્ડ ડિપોઝિટની જેમ લિક્વિડ પણ નથી. તેથી જો કોઈ માતા-પિતા આ સંપત્તિ પર પોતાના બાળકોને એજ્યુકેશન લોન અપાવવાનું વિચારી રહ્યા હોય, તો તેમણે પહેલા બેંકમાં જઈને તેના વિશે વાત કરવી જોઈએ.
First published:

Tags: Abroad Education, Education loan