Home /News /business /

Stock Market: શેરબજારમાં આજે કમાણી કરવી હોય તો એક્સપર્ટ્સની આ સલાહ પર ધ્યાન આપો

Stock Market: શેરબજારમાં આજે કમાણી કરવી હોય તો એક્સપર્ટ્સની આ સલાહ પર ધ્યાન આપો

ભારતીય શેર બજાર (Shutterstock તસવીર)

Stock Market Update: બજાર ગુરુવારે રક્ષાબંધનના દિવસે ફ્લેટ થઈને બંધ થયું હતું. જોકે નિષ્ણાતો મુજબ માર્કેટમાં હજુ પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. કારણ કે વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત ભારતમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે. જે પાછલા 6 મહિનામાં કદાચ પહેલાવાર જોવા મળી રહ્યું છે. જેમાં 11 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 2298.08 કરોડ રુપિયાની ખરીદી કરી હતી. તો સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 729.56 કરોડ રુપિયાની વેચવાલી નોંધાવી હતી.

વધુ જુઓ ...
    મુંબઈઃ 11 ઓગસ્ટના ટ્રેડિંગમાં માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. ગઈ કાલે બજાર 4 મહિનાની ટોચે બંધ થયું હતું. જુલાઈમાં યુએસમાં મોંઘવારી ઘટવાના સમાચારને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ સરેરાશ રીતે જોઈએ તો ગઈગકાલે બજાર રેન્જબાઉન્ડ રહ્યું હતું. ગઈકાલે સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે 59333 પર બંધ રહ્યો હતો. તેમજ નિફ્ટી 124 અંકોના વધારા સાથે 17659 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીએ ગઈકાલે ઓપનિંગની ઉપર બંધ થઈને દૈનિક ચાર્ટ પર બીયરિશ કેન્ડલની પેટર્ન બનાવી હતી. ત્યારે આજે માર્કેટમાં શું સ્થિતિ રહેશે તે અંગે આવો જાણીએ નિષ્ણાતો શું માની રહ્યા છે.

    3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

    HDFC Securities એક્સપર્ટ વ્યુઝ

    HDFC Securitiesના નાગરાજ શેટ્ટીનું કહેવું છે કે ગઈકાલના શેરબજારના કારોબારમાં દૈનિક ચાર્ટ પર ગેપ અપ ઓપનિંગ સાથે હાયર લેવલ વર એક નાની કેન્ડલ બનતી જોવા મળી હતી. આ પેટર્ન બજારમાં રેન્જબાઉન્ડ એક્શન સાથે બજારમાં તેજીનું વલણ ચાલું રહેવાની સૂચક છે. જો કે નિફ્ટીમાં અત્યારે ઘણો વધારો થયો છે, પરંતુ હજુ પણ તે ઉપરના સ્તરેથી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. નિફ્ટીનો શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ દેખાઈ રહ્યો છે અને નિફ્ટી ટૂંકા ગાળામાં વધુ અપસાઇડ જોઈ શકે છે.

    નિફ્ટી નજીકના ગાળામાં 17800-17900ના સ્તર સુધી જઈ શકે છે. પરંતુ ઉપરી સ્તરેથી વેચાણનું દબાણ આવવાના સંકેત પણ છે. આવી સ્થિતિમાં 17550ની આસપાસ ડાઉનસાઇડ પર નિફ્ટી માટે સપોર્ટ રહેશે.

    Success Story : ક્યારેક વાસણ ધોઈને ચલાવતા હતા ઘર, આજે એક વર્ષમાં કમાય છે 30 કરોડ!

    ગઈકાલના કારોબારમાં બ્રોડર માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકો પણ 0.87 ટકાના વધારા સાથે બંધ થયા છે. ગઈકાલે પણ બજારમાં વોલેટાલિટીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.29 ઘટીને 18.36ના સ્તરે જોવા મળ્યો હતો.

    અહીં કેટલાક આંકડા છે જેના આધારે તમે આજે માર્કેટમાં નફાકારક સોદા પકડી શકશો. જોકે એ નોંધ રાખો કે અહીં આપેલા ઓપન ઈન્ટરેસ્ટ (OI) અને સ્ટોક્સના આંકડા એ ફક્ત વર્તમાન મહિનાના જ નહીં, પરંતુ કુલ ત્રણ મહિનાના ડેટાની સરેરાશા આંકડા છએ.

    નિફ્ટી માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ

    નિફ્ટી માટે પ્રથમ સપોર્ટ 17,621 પર છે અને તે પછી બીજો સપોર્ટ 17,583 પર સ્થિત છે. જો ઇન્ડેક્સ ઉપરની તરફ જાય છે તો તેને 17,708 અને ત્યાર બાદ 17,757 પર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. તેવી જ રીતે નિફ્ટી બેંક માટે પ્રથમ સપોર્ટ 38,708 પર અને તે પછી બીજો સપોર્ટ 38,537 પર છે. જો નિફ્ટી બેંકનો ઇન્ડેક્સ ઉપરની તરફ જાય છે તો તેને 38,992 પછી 39,103 પર પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.

    Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની તક, આ તારીખે ખરીદી શકશો સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો શું છે ફાયદા

    આજે આ કંપનીઓનું પરિણામ આવશે

    ONGC, Life Insurance Corporation of India, Hero MotoCorp, Grasim Industries, Divis Labs, Zee Entertainment Enterprises, Aegis Logistics, Ahluwalia Contracts, Apollo Tyres, Astral, Bajaj Electricals, Bajaj Healthcare, Bajaj Hindusthan Sugar, Balaji Amines, Bharat Dynamics, Campus Activewear, Dilip Buildcon, Dhani Services, Finolex Cables, Godrej Industries, Hindustan Aeronautics, Indiabulls Real Estate, India Cements, Kolte-Patil Developers, Muthoot Finance, Info Edge India, Power Finance Corporation, SJVN, Sun TV Network, Supriya Lifescience, Timken India, Varroc Engineering, Voltamp Transformers અને Wockhardt સહિતની કંપનીઓનું નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરનું પરિણામ આજે આવશે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Nifty50, Share market, Stock market Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन