દર મહિને 210 રૂપિયા જમા કરાવીને મેળવો રૂ. 5,000નું પેન્શન, ઑનલાઇન e-KYC કરાવવાની સુવિધા

અટલ પેન્શન યોજના

Atal Pension Yojana: અટલ પેન્શન યોજના ચલાવતી સરકારી એજન્સી અટલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (PFRDA)ના જણાવ્યા પ્રમાણે આ યોજના માટે હવે ઓનલાઇન ખાતું ખોલાવી શકાય છે.

  • Share this:
    નવી દિલ્હી: 60 વર્ષની ઉંમર સામાન્ય રીતે નિવૃત્તિ (Retirement age)ની ઉંમર છે. આ ઉંમર બાદ લોકો એટલા સક્રિય નથી રહેતા પરિણામ તેમને મહિને કોઈ નિયમિત આવકને જરૂરિયાત રહે છે. 60 વર્ષની વયે નિવૃત્ત બાદ જો કોઈ વ્યક્તિ દર મહિને પેન્શન મેળવવા ઇચ્છે છે તો તેઓ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) વિશે ગંભારતાથી વિચારી શકે છે. કારણ કે જો સમજદારી સાથે આજે તમે આ યોજનામાં ફક્ત 210 રૂપિયા જમા કરાવો છો તો 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 5 હજાર રૂપિયાનું પેન્શન મળશે. આગળ જાણીએ આ યોજના શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય.

    કેટલા રોકાણ પર કેટલું પેન્શન મળે?

    1) જો કોઈની ઉંમર 18 વર્ષ છે. આ વ્યક્તિ આગામી 42 વર્ષ એટલે કે 60 વર્ષની ઉંમર સુધી દર મહિને ફક્ત 42 રૂપિયા જમા કરે છે તો તેને 61માં વર્ષે પ્રતિમાસ 1,000 રૂપિયા પેન્શન મળશે. આ દરમિયાન જો ખાતાધારકનું મોત થાય છે તો તેના વારસદારને 1.70 લાખ રૂપિયા મળશે.

    2) જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી 42 વર્ષ સુધી દર મહિને 84 રૂપિયા પ્રતિમાસ જમા કરે છે તો તેને 2,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે. જો આ દરમિયાન ખાતાધારકનું મોત થાય છે તો તેના વારસદારને 3.4 લાખ રૂપિયા પ્રતિમાસ મળે છે.

    3) જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી 42 વર્ષ સુધી પ્રતિમાસ 126 રૂપિયા જમા કરાવે છે તો તેને પ્રતિમાસ 3,000 રૂપિયા પેન્શન મળશે. મૃત્યુના કેસમાં વારસદારને 5.1 લાખ રૂપિયા મળશે.

    4) જો કોઈ 18 વર્ષની વ્યક્તિ 42 વર્ષ સુધી પ્રતિમાસ 168 રૂપિયા અટલ પેન્શન યોજનામાં જમા કરાવે છે તો તેને પ્રતિમાસ 4,000 રૂપિયા પેન્શન મળશે. આ દરમિયાન જે તેનું મોત થાય છે તો તેને વારસને 6.8 લાખ રૂપિયા મળશે.

    5) જ્યારે 18 વર્ષની ઉંમરથી 42 વર્ષ સુધી પ્રતિમાસ 210 રૂપિયા જમા કરાવવા પર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે. જ્યારે મોતના કેસમાં વારસદારને 8.5 લાખ રૂપિયા મળશે.

    આ પણ વાંચો: LPG સિલિન્ડરની કિંમતમાં 266 રૂપિયાનો વધારો; દેશમાં પેટ્રોલની કિંમત 122 રૂપિયાને પાર

    કેટલી રકમ જમા કરાવી શકાય?

    આ યોજનાનો લાભા લેવા માંગતા વ્યક્તિની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વ્યક્તિ લઘુત્તમ 42 રૂપિયા પ્રતિમાસ અને મહત્તમ 210 રૂપિયા પ્રતિમાસ જમા કરાવી શકે છે. 42 રૂપિયા જમા કરાવવા પર પ્રતિમાસ 1,000 રૂપિયા અને 210 રૂપિયા જમા કરાવવા પર 5,000 રૂપિયા પેન્શન મળશે. આ યોજનામાં કોઈ પણ ભારતીય નાગરિક સામેલ થઈ શકે છે. ભારત સરકારની આ યોજના જમાકર્તાને એક નિશ્ચિત પેન્શનની ગેરંટી આપે છે.

    આ પણ વાંચો: પોલિસી બજારનો IPO ખુલ્યો: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    ઑનલાઈન ખોલાવી શકાય છે ખાતું

    અટલ પેન્શન યોજના ચલાવતી સરકારી એજન્સી અટલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (PFRDA)ના જણાવ્યા પ્રમાણે આ યોજના માટે હવે ઓનલાઇન ખાતું ખોલાવી શકાય છે. સ્થાનિક પેન્શન યોજના માટે તમારે બેંકમાં જવું પડશે, નેટ બેન્કિંગ સાથે જોડાવવું પડશે અથવા કોઈ અન્ય ડિજિટલ રીત અપનાવવી પડશે.

    e-KYC કરાવવું પડશે

    વધારે લોકો આ યોજનાની લાભ લઈ શકે તે માટે કોઈ પણ વ્યક્તિ e-KYC કરાવીને સ્થાયી પેન્શન યોજના સાથે જોડાઈ શકે છે. પહેલા આ સુવિધા ન હતી. હવે કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડ KYC સાથે આ યોજના સાથે જોડાઈ શકે છે. એટલે કે આ યોજના હવે સંપૂર્ણ પેપરલેસ છે. 27 ઓક્ટોબરના રોજ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: કાર લોન લેતા પહેલા આ 6 વાત જાણવી જરૂરી, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

    આવી રીતે ખાતું ખોલાવો

    PFRDAના સર્ક્યુલર પ્રમાણે કોઈ પણ વ્યક્તિ આધાર e-KYC કરાવવા માંગે છે તો તેમણે પોતાનો આધાર નંબર લિંક કરીને વેરિફાઈ કરાવવો પડશે. e-KYC બાદ તમારું ખાતું ખુલી જશે એટલે કે અટલ પેન્શન યોજના ખાતાધારકની વિગત ડેટા સ્ટોર કરતી સેન્ટ્રલ એજન્સી પાસે પહોંચી જશે. એટલ કે કોઈ પણ વ્યક્તિ e-KYCથી અટલ પેન્શન યોજના સાથે સરળતાથી જોડાઈ શકે છે. આધાર નંબરને લિંક કરાવવા માટે ઑનલાઇન ઉપરાંત ઑફલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: