એરસેલ-મેક્સિસ ડીલઃ કાર્તિ અને પી ચિદંબરમને 7 ઓગસ્ટ સુધી રાહત

News18 Gujarati
Updated: July 10, 2018, 12:29 PM IST
એરસેલ-મેક્સિસ ડીલઃ કાર્તિ અને પી ચિદંબરમને 7 ઓગસ્ટ સુધી રાહત
ફાઇલ તસવીર

એરસેલ-મેક્સિસ ડીલ મુદ્દે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ અને તેમના પુત્રને સાત ઓગસ્ટ સુધી રાહત મળી છે.

  • Share this:
એરસેલ-મેક્સિસ ડીલ મુદ્દે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ અને તેમના પુત્રને સાત ઓગસ્ટ સુધી રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટે 7 ઓગસ્ટ સુધી કાર્તિ ચિદંબરમની ધરપકડ ન કરવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે પી ચિદંબરમની પણ ધરપકડ ઉપર રોક લગાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વકિલ તરફથી 31 જુલાઇએ કાર્તિની જામીન ઉપર વખતે ચાર્જશીટ પર વિચારવાની માંગણી કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી સમયે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કથિત મની લોન્ડરીંગ કેસમાં ઇડીએ અનેક વાર પી ચિદંબરમ સાથે પૂછપરછ કરી હતી. ચિદંબરમે આ પહેલા વિશેષ ન્યાયાધીશ ઓ.પી. સૈનીની અદાલતમાં આ અંગે ધરપકડમાંથી રાહત મળે તે માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, એરસેલ- મેક્સિસ મામલો વર્ષ 2006માં ગ્લોબલ કોમ્યુનિકેશ હોલ્ડિંગ સર્વિસિસ લિમિટેડને એરસેલેમાં રોકાણ કરવા માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી અપાવવા સાથે જોડાયેલો છએ.

શું હતી એરસેલ-મેક્સિસ ડીલ?

- મેક્સિસ મલેશિયાની એક કંપની છે. જેનો માલિકી હક એક બિઝનેસ ટાયકૂન ટી આનંદ કૃષ્ણન પાસે છે. જેને ટેક નામથી પણ ઓળખામાં આવે છે. ટેક શ્રીલંકાની તમિલ પૃષ્ઠભૂમિ સાથે સંબંધ ધરાવનાર એક મલેશિયાઇ નાગરિક છે.

- એરસેલને સૌથી પહેલા એક એનઆરઆઈ ટાયકૂન સી સિવસંકરને પ્રમોટ કરી હતી. જે મૂળ તમિલનાડુનો રહેવાશી હતો.
-વર્ષ 2006માં મેક્સિસે એરસેલમાં 74 ટકા ભાગીદારી ખરીદી હતી. બાકીના 26 ટકા ભાગીદારી અત્યારે ભારતની એક કંપની પાસે છે જે એપોલો હોસ્પિટલ ગ્રૂપ સાથે સંબંધ ધરાવે છે.
- આ 26 ટકા શેરમાં માલિકી હક સુનિતા રેડ્ડી પાસે છે. જે એપોલો ગ્રુપ ફાઉન્ડર ડો. સી પ્રતાપ રેડ્ડીની પુત્રીઓ પૈકીની એક છે.- આ ડીસ એ સમયે વિવાદોમાં આવી જ્યારે 2જી સ્પેક્ટ્રમ કૌંભાડ બહાર આવ્યું. ત્યારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો હતો કે, તેઓ આ મુદ્દે પૂર્વવર્તી મંત્રીઓની તપાસ કરે.

પી. ચિદંબરમનું શું છે કનેક્શન?

-EDએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે, એરસેલને 2006માં રૂ.3500 કરોડના પ્રત્યક્ષ વિદેશી રોકાણને લિને મંજૂરી માંગી હતી. પરંતુ નાણામંત્રાલયમાં આ આંકડાઓને ઓછા કરીને દર્શાવ્યા હતા.
- ઇડી પ્રમાણે નાણાં મંત્રાલયે આ મુદ્દે આર્થીક મામલાઓના કેબિનેટ સમિતિ પાસે જવાથી બચાવવા માટે એવું દર્શાવ્યું કે, એરસેલે માત્ર 180 કરોડની પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે મંજૂરી માંગી છે. એ સમયે લાગુ નિયમો પ્રમાણે 600 કરોડ રૂપિયા સુધી દેશમાં વિદેશી રોકાણ નાણા મંત્રી FIPB અંતર્ગત મંજૂરી આપી શકે છે.
- ઈડીનું કહેવું છે કે, પી ચિદંબરમે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રપોજલ્સને મંજૂરી આપવાનો અધિકાર હતો. આનાથી વધારે રકમ માટે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી લેવી જરૂરી હતી.
- આ મામલો રૂ.3500 કરોડની એફડીઆઈની મંજૂરીનો હતો. આમ છતાં એરસેલ-મેક્સિસ એફડીઆઈ મામલામાં ચિદંબરમે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી વગર મંજૂરી આપી દીધી હતી.

શું છે કાર્તિ ચિદંબરનું કનેક્શન?

- ઇડી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્ર્મોશ બોર્ડના 2006માં મળેલી મંજૂરીને લઇને છે. ઇડીનું કહેવું છે કે, મંજૂરી એ સમયે મળી જ્યારે દેશના નાણાંમંત્રી પી. ચિદંબરમ એટલે કે કાર્તિના પિતા હતા.
- 2013માં એફઆઈપીબી ક્લિયરન્સ મેળવનાર કંનપીને કાર્તિ ચિદંબરમએ ગુડગાંવ સ્થિત પોતાની સંપત્તિને ભાડા પર આપી હતી. પરંતુ તપાસ એજન્સીઓના કસાતા ગાળિયાને જોઇને તેમણે પોતાની આ સંપત્તીને વેચી દીધી હતી. .
-કાર્તિ પર એ પણ આરોપ છે કે, તેમણે પોર્વિઝન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કાર્યવાહીથી પરેશાન થઇને પોતાના અનેક બેન્ક એકાન્ટ બંધ કરી દીધા છે. અને કેટલાય ખાતાઓને બંધ કરવા માટેના પ્રયત્નો કર્યા છે.
-ઉલ્લેખનીય છે કે, આ મામલો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલને મંજૂરી આપવા સાથે જોડાયેલો છે. 2006માં પી. ચિદંબરમે નાણાંમંત્રી રહેવાની સાથે જ એરસેલ-મેક્સિસને 600 કરોડ રૂપિયાના વિદેશ ડીલને મંજૂરી આપી હતી.
First published: July 10, 2018, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading