બાબા રામદેવે જણાવ્યો પતંજલિને 1 લાખ કરોડની કંપની બનાવવાનો પ્લાન

News18 Gujarati
Updated: January 25, 2020, 12:03 PM IST
બાબા રામદેવે જણાવ્યો પતંજલિને 1 લાખ કરોડની કંપની બનાવવાનો પ્લાન
બાબા રામદેવ (ફાઇલ તસવીર)

યોગ ગુરુ બાબા રામદેવે CNBC આવાઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, પતંજલિ જૂથ (Patanjali Group)નું લક્ષ્ય દેશની સૌથી મોટી એફએમસીજી કંપની બનવાનું છે.

  • Share this:
નવી દિલ્હી : પતંજલિ આયુર્વેદ માટે રુચિ સોયા (Ruchi Soya) ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. યોગ ગુરુ બાબા રામદેવે CNBC આવાઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, પતંજલિ જૂથ (Patanjali Group)નું લક્ષ્ય દેશની સૌથી મોટી એફએમસીજી કંપની બનવાનું છે. તેમણે કહ્યુ કે વર્તમાન વર્ષના અંત સુધીમાં કંપનીનો સંયુક્ત બિઝનેસ 25 હજાર કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. જેમાં 12 હજાર કરોડ રૂપિયાનો વેપાર પતંજલિ જૂથ અને 13 હજાર કરોડ રૂપિયાનો વેપાર રૂચિ સોયાનો રહેવાની સંભાવના છે.

બાબા રામદેવે કહ્યુ કે, "આગામી પાંચ વર્ષમાં અમારો વેપાર 50 હજાર કરોડથી એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જે બાદમાં અમે હિન્દુસ્તાન યૂનિલિવરની જગ્યાએ દેશની સૌથી મોટી એફએમસીજી કંપની બનીશું." એફએમસીજી સેગ્મેન્ટમાં તેલ, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટ, શેમ્બૂ વગેરે દરરોજની ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સામાન બનાવતી કંપનીઓ સામેલ છે.

પતંજલિનો નવો પ્લાન

બાબા રામદેવે જણાવ્યું કે, સ્વાસ્થ્ય માટે સજાગ રહેતા લોકોને ધ્યાનમાં રાખીને અમે ન્યૂટ્રિલા બ્રાન્ડ અંતર્ગત ત્રણ નવી પ્રોડક્ટ બજારમાં ઉતારીશું. આ પ્રોડક્ટર હૃદય, કોલેસ્ટ્રોલ અને હાઇબીપી જેવી બીમારી સામે લડી રહેલા લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે. કંપની ન્યૂટ્રિલા ગોલ્ડ નામથી ખાદ્ય તેલ ઉપરાંત ન્યૂટ્રિલા હની અને ન્યૂટ્રિલા પ્રોટીન લોટ રજૂ કરશે.

રામદેવે કહ્યુ કે આગામી વર્ષોમાં રુચિ સોયા ત્રણ ગણો ગ્રૉથ કરશે તેવી આશા છે. આ કંપની દેશમાં ખાદ્ય તેલની આયાતનું દબાણ ઓછું કરશે અને ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. પતંજલિએ રુચિ સોયા માટે બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

રામદેવે વધુમાં જણાવ્યું કે સેબી (Securities and Exchange Board of India)ના આદેશ પ્રમાણે આગામી બે વર્ષમાં રુચિ સોયાના 25 ટકા શેર બજારમાં વેચવામાં આવશે.(દીપાલી નંદા, સંવાદદાતા, CNBC આવાઝ)
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर