Home /News /business /બાબા રામદેવની પતંજલીને પૈસાની પડી જરૂરત, આ કારણે માંગવી પડી લોન

બાબા રામદેવની પતંજલીને પૈસાની પડી જરૂરત, આ કારણે માંગવી પડી લોન

બાબા રામદેવ (ફાઈલ ફોટો)

તમને જણાવી દઈએ કે, પતંજલી અને રૂચી સોયા વચ્ચે આ કરાર 4350 કરોડ રૂપિયામાં થઈ રહ્યો છે.

રૂચી સોયા ખરીદવા માટે પતંજલીએ સરકારી બેન્કો પાસે લોન માંગી છે. તમને જણાવી દઈએ કે, પતંજલી અને રૂચી સોયા વચ્ચે આ કરાર 4350 કરોડ રૂપિયામાં થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની પાંચ વર્ષ માટે લોન લેવા માંગે છે અને તેણે એસબઆઈ, પીએનબી, બેન્ક ઓફ બરોડા, યૂનિયન બેન્ક અને જેએન્ડકે બેન્ક સાથે સંપર્ક સાધ્યો છે. કંપની 3700 કરોડ રૂપિયાથી વધારે લોન બેન્કો પાસેથી લેવા માંગે છે, અને 600 કરોડ રૂપિયાની વ્યવસ્થા તે પોતાની રીતે કરશે.

એક સૂત્રએ જણાવ્યું કે, બેન્કો પાસે ફંડ માટે અંતિમ વાતચીત ચાલી રહી છે, અને ટુંક સમયમાં વ્યાજદર પણ નક્કી થઈ જશે. પતંજલીએ પહેલા લોન માટે નોન-બેન્કિંગ ચેનલ સાથે સંપર્ક કર્યો, પરંતુ રોકાણકારો દ્વારા વધારે ડિસ્ક્લોઝરની માંગ કરવાથી તેણે નિર્ણય બદલ્યો છે. આ સમાચાર મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નોના પતંજલી, એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, યૂનિયન બેન્ક અને જેએન્ડકે બેન્કે જવાબ નથી આપ્યો.

પતંજલીએ ઈનસોલ્વેન્સીઓક્શનમાં રૂચિ સોયાને ખરીદી છે, જેના પર 9300 કરોડથી વધારેનું દેવું છે. તેમાં 1800 કરોડ રૂપિયાનું સૌથી વધારે એક્સપોઝર એસબીઆઈનું છે. ત્યારબાદ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયાનું એક્સપ્લોઝર 816 કરોડ અને પીએનબીનું 743 કરોડ રૂપિયા છે.

આમ તો ગત વર્ષે ઓગષ્ટમાં રુચિ સોયા માટે સૌથી ઊંચી બોલી અદાણી વિલ્મરે લગાવી હતી. ત્યારે પતંજલી સાથે તેનો રસાકસીનો મુકાબલો થયો હતો. જોકે, ડિસેમ્બર 2018માં અદાણી વિલ્મરે રૂચિ સોયાના રિજોલ્યૂશન પ્રોફેશનલને પત્ર લખી કહ્યું હતું કે, ઈનસોલ્વેન્સી પ્રોસેસમાં મોડુ તતા કંપનીની સંપત્તિ પ્રભાવિત થઈ રહી છે.

અદાણી વિલ્મર તરફથી બહાર નીકળી ગયા બાદ સોયાને ખરીદવાની રેસમાં માત્ર પતંજલી બચી હતી. તેમે એપ્રિલમાં બોલી 200 કરોડ રૂપિયા વધારી 4350 કરોડ રૂપિયા કરી દીધી હતી. રૂચિ સોયાને ખરીદ્યા બાદ પતંજલી સોયાબીન ઓઈલ અને બીજી પ્રોડક્ટની મોટી સપ્લાયર બની જશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ડીલથી પતંજલીને પોતાનો ગ્રોથ ઝડપી બનાવી રાખવામાં મદદ મળશે.
First published:

Tags: Buy, Loan, PNB, એસબીઆઇ, પતંજલી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો