Home /News /business /Ruchi Soya: રુચિ સોયાનો 4,300 કરોડ રૂપિયાનો ફૉલો ઑન ઇશ્યૂ 24 માર્ચે ખુલશે, જાણો સંપૂર્ણ વિગત

Ruchi Soya: રુચિ સોયાનો 4,300 કરોડ રૂપિયાનો ફૉલો ઑન ઇશ્યૂ 24 માર્ચે ખુલશે, જાણો સંપૂર્ણ વિગત

રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ બદલાયું

Ruchi Soya Share Price: રુચિ સોયાના શેરનું લિસ્ટિંગ 27 જાન્યુઆરી 2020ના રોજ 16.10 રૂપિયાના ભાવ પર થયું હતું. જે બાદમાં શેર 9 જૂન 2021ના રોજ 1378 રૂપિયાની 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યો હતો.

નવી દિલ્હી. એડિબલ ઓઇલ (ખાદ્ય તેલ) ફર્મ રુચિ સોયા (Ruchi Soya) 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે ફૉલો ઑન પબ્લિક ઑફર (FPO) લાવી રહી છે. ફૉલો ઑન ઇશ્યૂ 24 માર્ચના રોજ ખુલશે અને 28મી માર્ચ, 2022ના રોજ બંધ થશે. સેબીએ ઓગસ્ટ 2021માં રુચી સોયાને આ માટે મંજૂરી આપી હતી. આ ઑફર રુચિ સોયાની માલિકી બાબા રામદેવ (Baba Ramdev)ની આગાવેની હેઠળની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurveda) પાસે છે.

કંપનીએ ગત વર્ષે ડ્રાફ્ટ પેપર જમા કર્યા હતા


કંપનીએ જૂન 2021માં આ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા. અહીં નોંધવું રહ્યું કે પતંજલિ આયુર્વેદ તરફથી ફડચાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયાની ખરીદી કરવામાં આવી હતી. હાલ રુચિ સોયાની 99 ટકા માલિકી તેના પ્રમોટર્સ પાસે છે. રુચિ સોયા સોયા આધારિત વિવિધ વસ્તુઓની એક અગ્રણી કંપની છે. Nutrela તેની જ એક બ્રાન્ડ છે. આ બ્રાન્ડને રૂચિ સોયાએ વર્ષ 1980માં લોંચ કરી હતી. પતંજલિ ગ્રુપ તરફથી રુચિ સોયાને ખરીદી લેવામાં આવતા કંપનીને આખા દેશમાં ફેલાયેલા પતંજલિના નેટવર્કનો ફાયદો મળ્યો છે.

શું છે સેબીનો નિયમ?


સેબીના નિયમ પ્રમાણે લિસ્ટેડ કંપનીઓમાં ઓછામાં ઓછું 25 ટકા પબ્લિક હોલ્ડિંગ હોવું જોઈએ. રુચિ સોયા આ જ નિયમ હેઠળ 4,300 કરોડ રૂપિયા એકઠા કરવા માટે FPO લાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીની FPOને લઈને તૈયારી આખરી તબક્કામાં છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં એફપીઓ આવી શકે છે.

નાણાનો ઉપયોગ


ડ્રાફ્ટ પેપર પ્રમાણે FPOથી મળનારી રકમની ઉપયોગ કંપનીના બિઝનેસને આગળ વધારવા, દેવું ચૂકવવા અને દૈનિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: આ છ કેમિકલ શેર માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આપ્યું બાય રેટિંગ

પતંજલિ આયુર્વેદે 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી રુચિ સોયા


રુચિ સોયાને દેવાળિયા પ્રક્રિયા મારફતે પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં 4350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. દેવાળિયાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયા શેર બજારમાં લિસ્ટેડ કંપની હતી. હાલ કંપનીની 99 ટકા ભાગીદારી પ્રમોટર્સ પાસે છે. કંપનીએ FPOના આ રાઉન્ડમાં આશરે 9 ટકા જેટલી ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ માટે લાવવાની છે.

રુચિ સોયાનો શેર


SEBIના નિયમ પ્રમાણે પ્રમોટર્સને પોતાનો હિસ્સો ઘટાડીને 75 ટકા લાવવા સુધી ત્રણ વર્ષનો સમય મળે છે. રુચિ સોયાના શેરનું લિસ્ટિંગ 27 જાન્યુઆરી 2020ના રોજ 16.10 રૂપિયાના ભાવ પર થયું હતું. જે બાદમાં શેર 9 જૂન 2021ના રોજ 1378 રૂપિયાની 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યો હતો. હાલ આ શેર બીએસઈ પર 803.70 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

બાબા રામદેવની અપીલ પર સેબીએ માંગી સ્પષ્ટતા


તાજેતરમાં એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જેમાં યોગ ગુરુ બાબા રામદેવ પોતાના અનુયાયીઓને આસ્થા ટીવીના એક યોગ સેશન દરમિયાન રુચિ સોયામાં રોકાણ કરવાનું જણાવી રહ્યા છે. આ મામલે સેબીએ રુચિ સોયા પાસેથી સ્પષ્ટતા માંગી છે કે, યોગ ગુરુ બાબા રામદેવે નિયમોનું ઉલ્લંઘન શા માટે કર્યું?
First published:

Tags: Ruchi Soya, Share market, Stock market, પતંજલી, બાબા રામદેવ