હવે પતંજલિની પ્રોડક્ટ ઈ-કોમર્સ પર મચાવશે ધૂમ

News18 Gujarati
Updated: January 16, 2018, 11:47 PM IST
હવે પતંજલિની પ્રોડક્ટ ઈ-કોમર્સ પર મચાવશે ધૂમ

  • Share this:
હવે બાબા રામદેવની પતંજલિની પ્રોડ્ક્ટ તમે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પણ ખરીદી શકશો, તે માટે યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદે ઇ-કોમર્સ કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કરીને ઓનલાઇન માર્કેટમાં એન્ટ્રી કરી છે. પતંજલિ આયુર્વેદે પોતાની સ્વદેશી રેન્જની એફએમસીજી પ્રોડક્ટસનું ઓનલાઇન સેલ વધારવા માટે આ કરાર કર્યો છે હવે પતંજલિની બધી પ્રોડક્ટ્સ પેટીએમ મોલ, બિગ બાસ્કેટ, ફ્લિપકાર્ટ, ગ્રોફર્સ, એમેઝોન, નેટમેડ, 1 એમજી, શોપક્લુઝ અને અન્ય વેબસાઇટ્સ પર પણ મળશે. કંપની અત્યાર સુધી પોતાની પોર્ટલ patanjaliayurved.net પર પોતાની પ્રોડક્ટસ ઓનલાઇન વેચી રહી છે. તે ઉપરાંત તેની કેટલીક પ્રોડક્ટસ અને સેલર્સ મારફતે પણ ઓનલાઇન મળી રહી છે.

બાબા રામદેવે જણાવ્યું કે ઓનલાઇન સિસ્ટમનો હેતુ ગ્રાહકોને પારંપરિક રીટેલ માર્કેટ ઉપરાંત અન્ય માર્કેટ પ્લેસ ઉપલબ્ધ કરાવવાનો પણ છે. તેમણે કહ્યું કે એ નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે સ્વદેશી આંદોલન ચાલુ રહે. પતંજલિની પ્રોડક્ટ્સ બિઝનેસ પોલિસીથી સમાધાન કર્યા વિના પ્રત્યેક ઘરમાં પહોંચે

આચાર્ય બાલકૃષ્ણને શું કહ્યું? પતંજલિ આયુર્વેદના સીઇઓ અને એમડી આચાર્ય બાલકૃષ્ણને કહ્યું છે કે નવી સિસ્ટમ એવા લોકોને મદદરૂપ સાબિત થશે જે આજકાલ શોપિંગ માટે વધુને વધુ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે

 

 
First published: January 16, 2018
વધુ વાંચો
अगली ख़बर