ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 31% ઘટ્યું

News18 Gujarati
Updated: August 13, 2019, 1:48 PM IST
ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 31% ઘટ્યું
પ્રતિકાત્મત તસવીર

ઓટો સેક્ટરમાં મંદીને કારણે હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી : ઓટો સેક્ટરમાં ઉભી થયેલી મંદીની પરિસ્થિતિ વચ્ચે દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં જુલાઈ મહિનામાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ પહેલા જ ઓટો સેક્ટરમાં મંદીને કારણે હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફ્રેક્ચરર (Society of Indian Automobile Manufacturers) તરફથી મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુલાઈ મહિલામાં 200,790 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. જે 30.9 ટકા ઓછું છે. જ્યારે કોમર્શિયલ વાહનોના વેચાણમાં 25.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં 56,866 કોમર્શિયલ વાહનો વેચાયા હતા.

ડેટા પ્રમાણે મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં 16.8 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ દરમિયાન આશરે 15 લાખ ટુવ્હિલર વેચાયા હતા. જ્યારે પેસેન્જર કારના વેચાણમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડો 122,956 યુનિટ છે. જાહેર થયેલા આંકડા પ્રમાણે ઘરેલુ પેસેન્જર વાહનોના ઉત્પાદનમાં જુલાઈ મહિના દરમિયાન 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.

SIAMના ડિરેક્ટર જનરલ વિષ્ણુ માથુરે નવી દિલ્હી ખાતે રિપોર્ટરો સાથે વાતચીતમાં કહ્યું કે, "ડેટાના આધારે એવું સ્પષ્ટ થાય છે કે ઓટો સેક્ટરને પુનર્જીવન આપવા માટે સરકારની મદદની જરૂર છે. ઇન્ડસ્ટ્રી તરફથી વાહનોનું વેચાણ વધે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ સાવ વણસે તે પહેલા સરકાર મદદ કરે તે જરૂરી છે."

ઉલ્લેખનીય છે કે આ વર્ષે S&P BSE ઓટો સેક્ટર ઇન્ડેક્સ 23 ટકા ઘડ્યો છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધી દેશની સૌથી મોટી ઓટોમેકર મારુતી સુઝુકીના માર્કેટ વેલ્યૂમાં 18.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
First published: August 13, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading