Home /News /business /Airbags in Car: પેસેન્જર વાહનોમાં છ એરબેગ ફરજિયાત કરાશે, ખર્ચમાં આટલો વધારો થઈ શકે

Airbags in Car: પેસેન્જર વાહનોમાં છ એરબેગ ફરજિયાત કરાશે, ખર્ચમાં આટલો વધારો થઈ શકે

એરબેગ્સ

Six airbags in all passenger vehicles: સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલય (The Ministry of Road Transport and Highways) તમામ પેસેન્જર વાહનોમાં ફરજિયાત છ એરબેગ્સ લગાવવા માટે પોલિસી પર વિચાર કરી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય મુસાફરો અને વાહન ચાલકોની સુરક્ષા (Passenger saftey) માટે અનેક પગલાં ભરી રહ્યું છે. જે અનુક્રમે હવેથી તમામ ફોર વ્હીલર્સમાં એરબેગ્સ ફરજિયાત કરવામાં આવી છે. હવે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે મંત્રાલય મુસાફર વાહનો (Passenger vehicles)માં ફરજિયાત છ એરબેગ્સ (Mandatory Airbags) માટે પોલિસી ઘડી શકે છે. જે બાદમાં પેસેન્જર વાહનોમાં ફરજિયાત છ એરબેગ્સ લગાવવી પડશે. જેનાથી પેસેન્જર વાહનોની કિંમતમાં પણ નવથી 10 હજાર જેટલો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત એરબેગ્સ માટે વાહનમાં ફેરફાર કરવા માટે 1,000થી 2,000 રૂપિયાનો વધારાનો ખર્ચ પણ કરવો પડી શકે છે.

    વધારાનો ખર્ચ

    સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલય (The Ministry of Road Transport and Highways) તમામ પેસેન્જર વાહનોમાં ફરજિયાત છ એરબેગ્સ લગાવવા માટે પોલિસી પર વિચાર કરી રહ્યું છે. આ એરબેગ્સ લગાવવાનો ખર્ચ 9,000થી 10,000 જેટલો થઈ શકે છે. આ અંગે માહિતી ધરાવનાર સૂત્રનું કહેવું છે કે વધારાની ચાર એરબેગ્સ માટે વાહનની ફેરફાર કરવો એ ચેલેન્જભર્યું કામ હોઈ શકે છે.

    નીતિન ગડકરીનું ટ્વિટ

    આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વિટ કરીને લખ્યું છે કે, "મુસાફરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં તમામ ખાનગી વાહન ઉત્પાદક કંપનીઓને સૂચન કર્યું છે કે તેઓ ફરજિયાત પણે તમામ વેરિઅન્ટ અને તમામ સેગમેન્ટના વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ્સ લગાવે."

    બે એરબેગ્સ ફરજિયાત

    ઉલ્લેખનીય છે કે પહેલા જાન્યુઆરીથી જે નિયમ અમલી થયો છે તે પ્રમાણે ભારતમાં વાહન બનાવતી તમામ કંપનીઓએ આગળના બંને પેસેન્જર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી બે એરબેગ્સ લગાવવી ફરજિયાત છે. હવે પેસેન્જર વાહનોમાં સરકાર ઇચ્છી રહી છે કે કંપની ચાર એરબેગ્સ વધારાની લગાવે, જેનાથી વધારેમાં વધારે પેસેન્જર્સને સુરક્ષિત રાખી શકાય. જેના પરિણામ મુસાફર વાહનમાં બેની જગ્યાએ કુલ છ એરબેગ્સ લગાવવી પડશે.

    ભારતમાં અકસ્માત

    તાજેતરમાં વર્લ્ડ બેંકના એક રિપોર્ટ પરથી માલુમ પડે છે કે વિશ્વમાં થતાં તમામ રોડ અકસ્માતોમાંથી 10% અકસ્માતો ભારતમાં થાય છે. એટલે કે આ પ્રમાણ ખૂબ મોટું છે. આ અકસ્માતોમાં વર્ષે અનેક લોકો મૃત્યુને ભેટે છે.

    આ પણ વાંચો: જાન્યુઆરી 2022માં લૉંચ થશે Audi Q7થી લઈને Tata Tiago CNG કાર, જાણો સંપૂર્ણ વિગત

    મોતનું જોખમ

    ઉલ્લેખનીય છે કે અકસ્માતના કેસમાં એરબેગ્સ અને સીટ બેલ્ડ જીવ બચાવવામાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે. યુએસએની ફેડરલ એજન્સી, ધ નેશનલ હાઇવેઝ ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) તરફથી જણાવવામાં આવ્યું છે કે, અકસ્માતના કેસમાં એરબેગ્સ અને સીટ બેલ્ટ સંયુક્ત રીતે મોતનું જોખમ 61% સુધી ઘટાડી દે છે. એકલી એરબેગ્સ અક્સમાતના કેસમાં મોતનું જોખમ 34 ટકા ઓછું કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Road accident, આરટીઓ, કાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन