પૈસા વગર બૂક કરાવો દિવાળી અને છઠ ઉપર ટ્રેનની ટિકિટ, IRCTCની ખાસ ઑફર

News18 Gujarati
Updated: October 17, 2019, 4:46 PM IST
પૈસા વગર બૂક કરાવો દિવાળી અને છઠ ઉપર ટ્રેનની ટિકિટ, IRCTCની ખાસ ઑફર
પ્રતિકાત્મક તસવીર

દિવાળીના સમયમાં જો તમારી પાસે પૈસા નહીં હોય અને તમારે ટ્રેનની ટિકિટ બૂક કરાવી છે તો IRCTCની ખાસ ઑફર અંતર્ગત તમે ટિકિટ લઇ શકશો

  • Share this:
નવી દિલ્હીઃ દિવાળી અને છઠ (Diwali Chhat Puja 2019) ઉપર તમે ટ્રેનની ટિકિટ બૂક (Train Ticket Booking) કરાવવા જઇ રહ્યા છો અને તમારી પાસે પૈસા નથી ત્યારે તમે શું કરશો? આવી સ્થિતિમાં તમે ટિકિટ બૂક નહીં કરાવી શકો. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પૈસા વગર પણ તમે ટ્રેનનિ ટિકિટ (Train Ticket) લઇ શકશો. અને તમારે આ પૈસા 14 દિવસની અંદર આપી દેવાના રહેશે.

IRCTC(Indian Railway Catering and Tourism Corporation)એ તાજેતરમાં જ અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના પાયલટ પ્રોજેક્ટ ઇ-પે લેટર (irctc epaylater service) સાથે કરાર કર્યો છે. જેનાથી મુસાફરો પૈસાના પેમેન્ટ કર્યા વગર જ ટિકિટ બૂક કરાવી શકશે. જોકે, મુસાફરોને બાકીની ટિકિટની રકમ 14 દિવસમાં ભરી દેવાની રહેશે.

આ પણ વાંચોઃ-દિવાળી પહેલા મોદી સરકારે રજૂ કર્યા ગ્રીન ફટાકડા, જાણો શું છે વિશેષતા

કેવી રીતે કરશો દિવાળી અને છઠ ઉપર પૈસા વગર ટ્રેન ટિકિટ બૂક

- ટિકિટ બુક કરવા માટે પહેલા તમારેતમારું IRCTC એકાઉન્ટ લૉગઇન કરવું પડશે.
- ત્યારબાદ તમારે જ્યાંની ટિકિટ બૂક કરાવાની છે તેની ડિટેઇલ ભરો અને પોતાની સુવિધા અનુસાર ટ્રેનનું સિલેક્શન કરીને બૂક નાઉ ઑપ્શન ઉપર ક્લિક કરોઆ પણ વાંચોઃ-GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ

-ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં તમારે પેસેન્જરની ડિટેઇલ અને કોચ કોડ ભરવાનો ઑપ્શન મળશે. જેને ભર્યા પચી નેક્સટ બટન ક્લિક કરવાનું
- ક્લિક કર્યા પછી તમે આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ePayLater ઉપર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પણ વાંચોઃ-મોદી સરકાર 5 દિવસ પછી BHIM એપ યુઝર્સને આપશે ગિફ્ટ, થશે ફાયદો

-જેના માટે તમે www.epaylater.in ઉપર જઇને રજિસ્ટ્રેશન કરી શકો છો.
-રજિસ્ટ્રેશન કર્યા પછી તમારી સામે બિલ પેમેન્ટનો ઑપ્શન આવશે. જેને પસંદ કર્યા પછી પેમેન્ટ કર્યા વગર બિલ પેમેન્ટ મળી જશે.
First published: October 17, 2019, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading