નવી દિલ્હી. ખેડૂતોની આવક ડબલ કરવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ (Pashu kisan credit card scheme) શરુ કરવામાં આવ્યું છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડની શરતો મોદી સરકારની (Modi Government) કિસાન ક્રેડિટ કાર્ડની (KCC) સ્કીમની જેમ જ છે. તે મુજબ, મહત્તમ 3 લાખ રૂપિયાની રકમ ગાય, ભેંસ, બકરી, ઘેટા અને મરઘીના પાલન માટે મળશે. તેમાં 1.60 લાખ રૂપિયાની રકમ લેવા માટે કોઈ ગેરંટી નહીં આપવી પડે.બેંકર્સ કમિટીએ સરકારને આશ્વાસન આપ્યું છે કે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ તમામ પાત્ર અરજદારોને મળશે. નોંધનીય છે કે, આ યોજના હરિયાણા સરકારે (Haryana Government) લોન્ચ કરી છે અને રાજ્યના ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.
ગાય, ભેંસ માટે કેટલા નાણા મળશે?
>> ગાય માટે 40,783 રૂપિયા આપવાની જોગવાઈ છે.
>> ભેંસ માટે 60,249 રૂપિયા મળશે. આ પ્રતિ ભેંસ હશે.
>> ઘેટા-બકરી માટે 4,063 રૂપિયા મળશે.
>> મરઘી (ઇંડા આપનારી માટે) 720 રૂપિયાની લોન આપવામાં આવશે.
>> બેંકો દ્વારા સામાન્ય રીતે 7 ટકાના વ્યાજ દરથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
>> પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પશુપાલકોને માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
>> 3 ટકાની છુટ કેન્દ્ર સરકાર તરફથી આપવાની જોગવાઈ છે.
>> લોન રકમ મહત્તમ 3 લાખ રૂપિય સુધી હશે.
>> હરિયાણા રાજ્યના જે ઈચ્છુક લાભાર્થી આ યોજના અંતર્ગત Pashu Credit Card ક્રેડિટ કાર્ડ બનાવવા માંગે છે તેમને પોતાની નજીકની બેંકમાં જઈને અરજી કરવી પડશે.
>> અરજી કરવા માટે હવેથી પહેલા પોતાના તમામ આવશ્યક દસ્તાવેજોને લઈ બેંકમાં જવું પડશે. ત્યાં અરજી ફોર્મ ભરવું પડશે.
>> અરજી ફોર્મ ભર્યા બાદ આપને કેવાયસી કરાવવું પડશે. કેવાયસી માટે ખેડૂતોને આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ આઇડી કાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા આપવા પડશે.
>> પશુધન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે બેંક તરફથી KYC થતાં અને અરજી ફોર્મની ચકાસણી થયા બાદ એક મહિનાની અંદર આપને પશુ ક્રેડિટ કાર્ડ મળી જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર