ગેરન્ટી વિના જ ખેડૂતોને મળી રહી છે 1.60 લાખ રૂપિયાની લોન, જાણો તમામ વિગતો

ગેરન્ટી વિના જ ખેડૂતોને મળી રહી છે 1.60 લાખ રૂપિયાની લોન

મોદી સરકારે ખેડૂતો (Farmers) માટે ઘણી બધી લાભદાયક સ્કીમો બહાર પાડી છે. અમુક જુની યોજનાઓ પણ છે જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો

  • Share this:
નવી દિલ્હી : ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશની 30% વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલ છે. 2014માં કેન્દ્રમાં આવ્યા બાદ મોદી સરકારે ખેડૂતો (Farmers) માટે ઘણી બધી લાભદાયક સ્કીમો બહાર પાડી છે. અમુક જુની યોજનાઓ પણ છે જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આ યોજનાઓને સહારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારણા પર છે. કેન્દ્ર સાથે હરિયાણા સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર પશુ કિસાન ક્રેડિટ કાર્ડ (Pashu Kisan Credit Scheme) શરૂ કરી છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ જેવી જ યોજના છે, જે હેઠળ પશુપાલક ખેડૂતોને મહત્તમ 3 લાખ રૂપિયાની રકમ મળી રહેશે. આ રકમમાંથી 1.60 લાખ રૂપિયા માટે કોઈ જ ગેરન્ટી(Guarantee) નહીં આપવી પડે.

કેટલી મળશે લોન?

આ રકમ લોન પેટે ખેડૂતો પોતાના ગાય, ભેંસ, બકરી, ઘેટા અને મરઘા ઉછેરમાં વાપરી શકે છે. જે અંતર્ગત ગાય માટે 40,783, ભેંસ માટે 60,249, ઘેટા-બકરા માટે 4063 અને ઈંડા આપતી મરઘી માટે 720 રૂપિયાની લોન મળશે.

કેવી રીતે કરશો અરજી?

અરજીકર્તા ખેડૂત યોગ્ય છે કે કેમ તે માટે સૌપ્રથમ હરિયાણા રાજ્યના નિવાસી ખેડૂતે અરજીમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો જોડીને કરવાની રહેશે.

આ પણ વાંચોસુરત : Coronaનો કહેર, 'પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓમાં હાલત ખરાબ

હરિયાણામાં રહેતા લાભ લેવા ઈચ્છુક ખેડૂતે આ યોજના હેઠળ પશુ ક્રેડિટ કાર્ડ બનાવવા માટે નજીકની બેન્કમાં જઈને અરજી કરવાની રહેશે. ઉપરોક્ત દસ્તાવેજો લઈને બેન્કમાં જઈને એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે. તે પછી કેવાયસી થશે અને તેના માટે ખેડૂતે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. પશુ ક્રેડિટ કાર્ડ બનાવવા બેન્ક તરફથી કેવાયસી અને અરજી ફોર્મના ખરાઈ પછી 1 મહિનામાં ખેડૂતને આ કાર્ડ મળશે.

જરૂરી વિગતો 

બેન્કો સામાન્ય રીતે 7 ટકાના વ્યાજે લોન આપે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પશુપાલકોને ફક્ત 4 ટકા વ્યાજ આપવું પડશે. 3 ટકાની છુટ કેન્દ્ર સરકાર તરફથી આપવાની જોગવાઈ છે. લોનની રકમ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની હશે.

આ પણ વાંચો - ખેડૂતો માટે ખુશખબર: મહીને માત્ર 55 રૂપિયાના હપ્તામાં, 60 વર્ષ બાદ મળશે દર મહીને 3000 રૂપિયા પેન્શન

ખેડૂતો સુધી પહોંચાડાશે તમામ માહિતી

બેન્કર્સ કમિટીએ સરકારને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમના લાભને પાત્ર અરજીકર્તાને મળશે. બેન્કર્સ કમિટીએ જણાવ્યું છે કે, બેન્કોએ આ સ્કીમની જાહેરાત કરી ખેડૂતો સુધી લાભ પહોંચે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. જેમાં બેન્કે આ સ્કીમની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. પશુ ડોક્ટરો, પશુ હોસ્પિટલોમાં વિશેષ હોર્ડિંગ્સ લગાવીને જાણકારી આપવી જોઈએ. હરિયાણામાં લગભગ 16 લાખ પરિવારો પાસે દુધાળા પશુઓ છે જેમના ટેગિંગ થઈ રહ્યા છે.
First published: