Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી

Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, JioMart અને Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે

મુકેશ અંબાણીએ જણાવ્યું કે, JioMart અને Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે

 • Share this:
  મુંબઈઃ અમેરિકાની સોશિયલ મીડિયા કંપની Facebookએ Reliance Jioમાં 9.9 ટકા હિસ્સેદારી ખરીદી છે. આ ડિલ 43,574 કરોડ રૂપિયામાં થઈ છે. માર્ક ઝકરબર્ગે ડિજિટલ મીડિયામાં પોતાની કંપનીના વિસ્તાર માટે આ પગલું ઉઠાવ્યું છે. Facebook તરફથી બુધવાર સવારે તેની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક સાથેની પાર્ટનરશીપ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે, લાંબા ગાળાના પાર્ટનર બનતાં હું ફેસબુકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ ડિલથી ભારતને દુનિયાની ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર થવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, JioMart અને Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે.

  વીડિયોના માધ્યમથી નિવેદન આપતાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, હું આશા રાખું છું કે આપ સૌ સુરક્ષિત હશો. હું તમારી સાથે એક ઉત્સાહપ્રેરક સમાચાર આપને શૅર કરી રહ્યો છું. આપણો Reliance અને Jioનો પરિવાર Facebookનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યો છે જેઓ આપણા લાંબા ગાળાના પાર્ટનર તરીકે ઉભર્યા છે.
  મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે Relianceએ 2016માં jio લોન્ચ કર્યું હતું, તો અમે ભારતના ડિજિટલ સર્વોદયનું સપનું જોયું હતું. અમારો પ્રયાસ રહ્યો છે કે દરેક ભારતીયના જીવનની ગુણવત્તામાં સુધાર કરીને ડિજિટલ ઈન્ડિયાના માર્ગે આગળ પ્રગતિ કરવામાં આવે. આ દિશામાં આગળ વધતાં અમે હવે ફેસબુકનું સ્વાગત કરી રહ્યા છીએ.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને જણાવ્યું કે, Jio અને Facebook મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે લક્ષ્ય પૂરા કરવાના પ્રયાસ કરશે. પહેલું- ‘ઇઝ ઓફ લિવિંગ’ અને બીજું ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’. મને વિશ્વાસ છે કે કોરોના વાયરસ ખતમ થયા બાદ ભારતમાં આર્થિક સુધાર થશે અને આપણે સૌથી ઓછા સમયમાં રિકવર કરી લઈશું. આ ભાગીદારી ચોક્કસપણે આ પરિવર્તનમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપશે.

  આ પણ વાંચો, Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી

  મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ભારતમાં ખૂબ જ પ્રચલિત નામ બની ગયા છે. WhatsAap ખાસ કરીને ભારત ની તમામ 23 ઓફિશિયલ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને લોકોની બોલચાલની ભાષા બની ગયું છે.  હવે વોટ્સએપ માત્ર એક ડિજિટલ એપ્લીકેશન નથી. તે આપણો સૌનો વ્હાલો મિત્ર બની ગયો છે- એક મિત્ર, જે પરિવારો, બિઝનેસ, ફર્ન્ફોમેશન મેળવવા માંગતા અને ઉપલબ્ધ કરાવનારાઓને એક સાથે લાવે છે.

  ‘પડોશી દુકાનથી ઘરે બેઠા સરળતાથી શોપિંગ કરી શકશો’

  મુકેશ અંબાણીએ કહ્યું કે, Jioના વિશ્વસ્તરીય ડિજિટલ કનેક્ટિવિટી પ્લેટફોર્મ અને ભારતીય લોકોની સાથે ફેસબુકના સંબંધની સંયુક્ત શક્તિ, આપ સૌ માટે ભવિષ્યમાં નવા ઇનોવેશન રજૂ કરશે. JioMart, Jioના નવા ડિજિટલ બિઝનેસ પ્લેટફોર્મને વોટ્સએપનો સાથ મળવાનો ફાયદો થશે. તેનાથી દુકાનદારો અને ગ્રાહકો બંનેને ઝડપી અને શ્રેષ્ઠ ડિજિટલ ટ્રાન્જેક્શન પ્લેટફોર્મ મળી જશે અને લગભગ 3 કરોડ દુકાનદારોને તેનો ફાયદો મળશે. તેનો અર્થ એ છે કે તમારી સૌની પાસે સ્થાનિક દુકાનથી રોજેરોજ સામાનની ડિલીવરી અને ઓર્ડર કરી શકો છો.

  આ પણ વાંચો, Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો

  આ અગાઉ ડિલ અંગે Facebookની વેબસાઇટ પર કહેવામાં આવ્યું કે, Reliance Jio ભારતમાં મોટું પરિવર્તન લઈને આવ્યું છે, તેને જોઈ Facebook ઉત્સાહિત છે. 4 વર્ષથી પણ ઓછા સમયમાં Reliance Jioએ 388 મિલિયનથી વધુ લોકો સુધી ઓનલાઇન પ્લેટફોર્મની સેવા પહોંચાડી છે. આ કારણ છે કે હવે Facebookએ Reliance Jioના માધ્યમથી ભારત અને વધુ લોકો સોથ જોડાવાનો નિર્ણય કર્યો છે. આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

  ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

  આ પણ વાંચો, રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો આપશેઃ માર્ક ઝકરબર્ગ
  Published by:News18 Gujarati
  First published:April 22, 2020, 09:28 am

  ટૉપ ન્યૂઝ