તમે સ્ટાર્ટ કરવા માંગો છો પોતાનો બિઝનેસ તો સરકાર આપી રહી રૂ. 25 લાખ, 31 પહેલા અહીં રજિસ્ટ્રેશન કરો

પ્રતિકાત્મક તસવીર

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ મૂડીની સમસ્યા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર તમને 25 લાખ રૂપિયાનું ફંડ આપશે

 • Share this:
  નવી દિલ્હી : જો તમે પણ તમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ મૂડીની સમસ્યા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર તમને 25 લાખ રૂપિયાનું ફંડ આપશે, જોકે આ માટે એક ચેલેન્જ પૂર્ણ કરવી પડશે. કેન્દ્ર સરકારે 'ચુનૌતી 2.0' નામની નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટ-અપ ચેલેન્જ સ્પર્ધા શરૂ કરી છે. જોકે, આ સ્ટાર્ટઅપ્સ માત્ર કેટલાક પસંદ કરેલા સેક્ટરમાં કામ કરશે. ફંડ ઉપરાંત સરકાર દ્વારા તેમને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે.

  મહિલાઓને કારકિર્દી બનાવવાની તક મળશે

  નેક્સ્ટ જનરેશન ઇન્ક્યુબેશન સ્કીમ (NGIS) ચેલેન્જ 2.0 સ્ટાર્ટઅપ ચેલેન્જ માટે એક આઉટરીચ વેબિનરનું આયોજન કર્યું છે જે મહિલા ઉદ્યોગસાહસિકો પર કેન્દ્રિત છે. આ સ્ટાર્ટ અપમાં મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

  નાના શહેરના સ્ટાર્ટઅપ્સને ફાયદો

  નાના શહેરોમાં સ્ટાર્ટઅપ્સને આ સ્પર્ધા દ્વારા લાભ થશે. ચેલેન્જ કાર્યક્રમ દ્વારા પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને દેશભરમાં ફેલાયેલા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક દ્વારા સરકાર તરફથી વિવિધ પ્રકારની મદદ આપવામાં આવશે.  આ સ્ટાર્ટઅપ્સને મદદ મળશે

  એજ્યુ-ટેક, એગ્રી-ટેક અને ફિન-ટેક સોલ્યુશન્સ, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ એન્ડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિમોટ મોનિટરિંગ, મેડિકલ હેલ્થ કેર, સોલ્યુશન્સ, પ્રિવેન્શન એન્ડ સાઇકિયાટ્રિક કેર, જોબ્સ અને સ્કિલ્સ.

  અહીં નોંધણી કરો

  સરકાર દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગતો માટે વેબસાઇટ https://ngis.stpi.in ની મુલાકાત લો.

  આ પણ વાંચોમાત્ર 25 હજાર રુપિયામાં શરૂ કરી શકાય તેવા ચાર શાનદાર બિઝનેસ, આવક થશે જબરદસ્ત

  આ તારીખ પહેલા અરજી કરો

  'ચેલેન્જ' માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2021 છે અને સ્ટાર્ટઅપની વધુ વિગતો વેબસાઈટ પર જોઈ શકાય છે.
  Published by:kiran mehta
  First published: