બદલાઈ ગયો 65 વર્ષ જૂનો અસેન્સિયલ કમોડિટી એક્ટ, દાળ-બટાકા-ડુંગળી હવે નહીં રહે આવશ્યક વસ્તુ

News18 Gujarati
Updated: September 22, 2020, 2:36 PM IST
બદલાઈ ગયો 65 વર્ષ જૂનો અસેન્સિયલ કમોડિટી એક્ટ, દાળ-બટાકા-ડુંગળી હવે નહીં રહે આવશ્યક વસ્તુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

આવશ્યક વસ્તુ (સંશોધન) બિલમાં ફેરફારથી અનાજ, ખાદ્ય તેલ, દાળો, તેલીબિયાં, ડુંગળી અને બટાકા સહિતની સામગ્રીને એક્ટથી બહાર કરી દેવામાં આવી

  • Share this:
નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોમાં આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ (Essential Commodities Act) પાસ થઈ ગયું છે. તેના પાસ થયા બાદ હવે અનાજ, દાળ, બટાકા, ડુંગળી, ખાદ્ય તેલ જેવી વસ્તુઓ આવશ્યક વસ્તુઓની શ્રેણીમાં નહીં રહે. મૂળે લોકસભામાં 15 સપ્ટેમ્બરે આવશ્યક વસ્તુ (સંશોધન) બિલને 2020ને મંજૂરી મળી હતી. હવે તે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ માં ફેરફારથી અનાજ ખાદ્ય તેલ, દાળો, તેલીબિયાં, ડુંગળી અને બટાકા સહિત કૃષિ ખાદ્ય સામગ્રીને એક્ટથી બહાર કરી દેવામાં આવી છે .તેનો અર્થ એ છે કે આ તમામ કૃષિ સામગ્રી પર સરકારનું નિયંત્રણ નહીં રહે અને ખેડૂત પોતાના હિસાબથી મૂલ્ય નક્કી કરી આપૂર્તિ અને વેચાણ કરી શકશે. જોકે સરકાર સમય-સમય પર તેની સમીક્ષા કરતી રહેશે. જરૂર પડશે તો નિયમોને કડક કરવામાં આવી શકે છે.

નીચલા ગૃહમાં ચર્ચાનો જવાબ આપતાં ગ્રાહક મામલા, ખાદ્ય તથા જાહેર વિતરણ રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે આ બિલના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં સંપૂર્ણ આપૂર્તિ શ્રૃંખલાને મજૂબત બનાવી શકાશે, ખેડૂત મજબૂત થશે અને રોકાણને પ્રોત્સાહન મળશે. તેઓએ કહ્યું કે તેનાથી કૃષિ ક્ષેત્રમાં કારોબાર અનુકૂળ માહોલ બનાવવા અને વોકલ ફોર લોકલને મજબૂત બનાવી શકાશે.જોકે, વિપક્ષી પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો. વિપક્ષે કેન્દ્ર સરકારને તેને પરત લેવાની માંગ કરી. માનવામાં આવી રહ્યું છે કે આ બિલના પાસ થવાથી પ્રાઇવેટ રોકાણકારોને નિયામકીય હસ્તક્ષેપથી મુક્તિ મળશે.

આ પણ વાંચો, મોદી સરકારે ખેડૂતોને ગણાવ્યા Farm Billના ફાયદા, ‘જૂઠાણા’ અને ‘સત્ય’ વચ્ચેનો ભેદ જણાવ્યોશું છે એસેન્સિયલ કમોડિટી એક્ટ? (What is Essential Commodity Act?)- આ એક્ટ હેઠળ જે પણ વસ્તુઓ આવે છે કેન્દ્ર સરકાર તેના વેચાણ, ભાવ, આપૂર્તિ અને વિતરણને કન્ટ્રોલ કરે છે. તેનું મિનિમલ રિટેલ પ્રાઇઝ નક્કી કરી દેવામાં આવે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના વગર જીવન વ્યતીત કરવામાં મુશ્કેલ હોય છે, આવી વસ્તુઓને આવશ્યક વસ્તુઓની યાદીમાં સામેલ કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારને જ્યારે પણ એવું જાણવા મળે છે કે એક નિયત વસ્તુની આવક માર્કેટમાં માંગ મુજબ ઘણી ઓછી છે અને તેની કિંમત સતત વધી રહી છે તો તે એક નિશ્ચિત સમય માટે એક્ટને તેની પર લાગુ કરે દે છે.

આ પણ વાંચો, વિદેશી બજારોમાં આજે સોના-ચાંદી સસ્તા થયા, ભાવમાં 3%નો ઘટાડો, ભારતમાં થશે સસ્તું?

તેની સ્ટોક મર્યાદા નક્કી કરી દેવામાં આવે છે. જે પણ વિક્રેતા આ વસ્તુને વેચે છે, તે હોલસેલ કે રિટેલ વિક્રેતા હોય કે પછી ઇમ્પોર્ટર હોય, તમામને એક નિશ્ચિત માત્રાથી વધુ સ્ટોક કરવાથી રોકવામાં આવે છે જેથી કાળા બજારી ન થાય અને ભાવ ઉપર ન જાય.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2020, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading