જેટલીએ રજૂ કર્યો આર્થિક સર્વે; નોકરી, કૃષિ, શિક્ષણ પર ખાસ ફોકસની જરૂર

જેટલીએ રજૂ કર્યો આર્થિક સર્વે; નોકરી, કૃષિ, શિક્ષણ પર ખાસ ફોકસની જરૂર
પીએમએ તમામ રાજકીય પાર્ટીઓને બજેટ સત્રમાં તીન તલાક બીલ પાસ થાય તેના માટે અપીલ કરી...

પીએમએ તમામ રાજકીય પાર્ટીઓને બજેટ સત્રમાં તીન તલાક બીલ પાસ થાય તેના માટે અપીલ કરી...

 • Share this:
  બજેટ સત્રની શરૂઆત થતાં જ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આ આર્થિક સર્વે પ્રમાણે અગામી વર્ષે દેશનો આર્થિક ગ્રોથ 6-7.5 ટકાના મુકાબલે 7-7.5 ટકા રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારનું આ ચોથું પૂર્ણ બજેટ છે. જીએસટી લાગુ થયા બાદનું આ પહેલું બજેટ છે, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. જેના કારણે આ વખતનું બજેટ ઘણી આશા-અપેક્ષા ભરેલું છે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

  લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણ આપ્યું. જેમાં તેમણે કહ્યું કે, મોદી સરકાર ગરીબો અને નબળા વર્ગો માટેની સરકાર છે. તેમણે દેખશ ભરમાં એકસાથે ચૂંટણીને પ્રોત્સાહન આપ્યું. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, વારંવાર ચૂંટણી થવાથી વિકાસની ગતી પર અસર પડે છે.  બજેટ સત્ર માટે પીએમ મોદી સંસદ પહોંચ્યા. પીએમએ તમામ રાજકીય પાર્ટીઓને બજેટ સત્રમાં તીન તલાક બીલ પાસ થાય તેના માટે અપીલ કરી. તેમણે કહ્યું કે, તમામ રાજકીય પાર્ટીને હું અપીલ કરુ છું કે, ત્રમ તલાકનું બીલ પાસ કરાવે અને મુસ્લીમ મહિલાઓને નવા વર્ષની ગીફ્ટ આપે.

  આર્થિક સર્વેમાં સલાહ આપવામાં આવી કે, મધ્યમ સમયમાં નોકરી, શિક્ષણ અને કૃષી પર ખાસ ફોકસ કરવાની અત્યારે જરૂરત છે. હાલના સમયના પડકારને પહોંચી વળવા માટે આ કરવું જરૂરી છે.

  એગ્રીકલ્ચર ગ્રોથ રહેશે 2.1 ટકા, ઓછું રહેશે પ્રોડક્શન
  આર્થિક સર્વેમાં એગ્રીકલ્ચર પર સ્પેશ્યલ ચેપ્ટર રાખવામાં આવ્યું છે. સર્વેમાં 2017-18માં એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ 2.1 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જે વર્ષ 2016-17ના ગ્રોથથી 2.8 ટકા ઓછું છે. ગયા વર્ષે એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ 4.9 ટકા રહ્યો હતો. આ વર્ષે ખરાબ હવામાનના કારમે ખેત ઉત્પાદન પર અસર પડશે.

  નાણાકીય ખાદ્ય 3 ટકા રહેશે તેવું અનુમાન છે
  અગામી નાણાકીય વર્ષમાં સારા એક્સપોર્ટના સહારે દેશના આર્થિક ગ્રોથમાં તેજી આવવાની આશા છે. હાલના નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ હાશિલ કરવાની આશા છે. ફાયનાન્શિયલ વર્, 2019માં નુકશાના લક્ષ્યમાં મામૂલી વધારો થવાનું અનુમાન છે. ફાયનાન્શિયલ વર્ષ 2019માં નાણાકીય ખાદ્યનું લક્ષ્યાંક 3 ટકા રહેશે તેવું અનુમાન છે. જીએસટી કલેક્શનમાં સુધારો થવાની આશા છે. અને જીએસટી રેવન્યુંમાં વધારો થવાની પણ આશા છે.

  એક્સપોર્ટમાં ગ્રોથ રહેશે તેવી આશા
  આર્થિક સર્વે પ્રમાણે એક્સપોર્ટમાં ગ્રોથ બે વર્ષ સુધી નેગેટિવ રહ્યા બાદ 2016-17માં પોઝેટિવ ટેરિટરમાં આવી અને આ સાથે 2017-18માં પણ તેજી જળવાઈ રહેવાની આશા છે.

  2017-18ના સમયમાં મોંઘવારીમાં નરમી રહી. કન્ઝ્યુર પ્રાઇસ ઇન્ડેક્સનો મોંઘવારી દર 3.3 હતો, જે છેલ્લા 6 નાણાકીય વર્ષનો સૌથી ઓછો છે.

  આર્થિક સર્વેમાં ગ્રોથને લઈ આશા
  - FY18માં જીડીપી ગ્રોથ 6.75 ટકા રહેવાની આશા
  - FY19માં જીડીપી ગ્રોથ 7-7.5 ટકા રહેવાની આશા
  - FY18માં સર્વિંસ ગ્રોથ 8.3 ટકા રહેવાની આશા
  - FY18માં કૃષી ગ્રોથ 2.1 ટકા રહેવાની આશા
  - ફાયનાન્સિયલ વર્ષ 2019માં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 12 ટકા વધારો થવાનું અનુમાન છે.

  કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યમે શું કહ્યું?
  દેશનું શેરબજાર સળંગ નવીં ઉંચાઈ તરફ જઈ રહ્યું છે. તેની તેજી અમેરિકન બજાર કરતા અલગ છે. સારા ત્રણ માસિક પરિણામની આશાના કારણે ભારતીય સેર બજારમાં તેજી ચાલી રહી છે.  અરવિંદ સુબ્રહ્મણ્યમે કહ્યું કે, અગામી વર્ષે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો ચિંતાનો વિષય છે, પરંતુ ખાનગી રોકાણમાં તેજી લાવવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. અગામી સમયમાં રોજગાર, શિક્ષણ અને કૃષી પર ફોકસ રહેશે.  જીએસટી અને નોટબંધી બાદ લગભગ 18 લાખ નવા ટેક્સપેયર વધ્યા છે.  જીએસટી વસુલવાથી સરકારની આવકમાં સારો એવો વધારો થયો છે. ગયા વર્ષે લગભગ 12 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો, જોકે અન્ય ટેક્ષના મુકાબલે ઘણો સારો છે.

  Published by:News18 Gujarati
  First published:January 29, 2018, 13:18 IST

  ટૉપ ન્યૂઝ