નવી દિલ્હી: પાંચ રૂપિયાનું પારલે-જી (Parle G) બિસ્કિટ દરેકની પહેલી પસંદ છે. પારલે સતત 10 વર્ષથી ભારતની નંબર વન એફએમસીજી (FMCG) બ્રાન્ડ બનેલી છે. કાંતાર ઇન્ડિયાના વાર્ષિક બ્રાન્ડ ફુટપ્રિન્ટ (Kantar India’s Annual Brand Footprint) રિપોર્ટમાં આ વાત સામે આવી છે..
કાંતાર ઇન્ડિયાએ તેના રિપોર્ટમાં કન્ઝ્યુમર રીચ પોઇન્ટ એટલે કે સીઆરપી આધારે 2021માં સૌથી વધુ પસંદગી પામેલી એફએમસીજી બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. 6531 (મિલિયન)ના કન્ઝ્યુમર રીચ પોઇન્ટ સ્કોર સાથે પારલે સતત 10માં વર્ષે રેકોર્ડ બનાવતાં ટોપ પર છે. આ લિસ્ટમાં પારલે પછી અમૂલ (Amul), બ્રિટાનિયા (Britannia), ક્લિનિક પ્લસ (Clinic Plus) અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products) અન્ય ટોપ બ્રાન્ડ છે. કન્ઝ્યુમર રીચpપોઇન્ટને ગ્રાહકની વાસ્તવિક ખરીદી અને એક કેલેન્ડર વર્ષમાં આ ખરીદીની ફ્રીક્વન્સીના આધારે માપવામાં આવે છે. કાંતારની બ્રાન્ડ ફુટપ્રિન્ટ રેન્કિંગનું આ 10મું વર્ષ છે.
પારલેની સીઆરપીમાં 14 ટકાનો વધારો
મનીકન્ટ્રોલના એક અહેવાલ અનુસાર, પાછલા વર્ષના રેન્કિંગની સરખામણીમાં પારલેએ સીઆરપીમાં 14 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ દરમિયાન અમૂલની સીઆરપી 9 ટકા વધી, જ્યારે બ્રિટાનિયાની સીઆરપી એક વર્ષ પહેલાની સરખામણીમાં હાલના રેન્કિંગમાં 14 ટકા વધી. આ દરમિયાન પેકેઝ્ડ ફૂડ બ્રાન્ડ હલ્દીરામ બિલિયન સીઆરપી ક્લબમાં સામેલ થયું છે અને 24માં નંબરે છે. અનમોલ પણ સીઆરપી ક્લબમાં સામેલ થયું છે.
સીઆરપીમાં વધારાના રિપોર્ટમાં બ્રાન્ડ્સની સંખ્યામાં સુધારો થયો છે. આના માટે મહામારીની બીજી લહેર બાદ સારી ગતિશીલતાને કારણ માની શકાય છે. આ દરમિયાન સીઆરપીમાં ઝડપથી વધારાને લીધે મોટી બ્રાન્ડ્સને લાભ થયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટી બ્રાન્ડ એટલે કે 61 ટકાથી વધુ એન્ટ્રી લેવલવાળી, 2020માં 8 ટકાથી વધુના વધારા સાથે સૌથી ઝડપથી વધી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર