લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો

News18 Gujarati
Updated: June 9, 2020, 4:04 PM IST
લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન દરમિયાન જે લોકો રોટી ખરીદી શકતા ન હતા તેઓ પારલે-જી પર ટકી રહ્યાં હતાં, અનેક લોકો માટે પારલે-જી એકમાત્ર ભોજન હતું.

  • Share this:
મુંબઈ : કોરોના વાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown)ને પગલે તમામ વેપાર-ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન બિસ્કિટનું ઉત્પાદન કરતી પારલે-જી કંપની (Parle G Biscuit)એ એટલા બિસ્કિટ વેંચ્યા કે કંપનીએ 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ફક્ત પાંચ રૂપિયામાં મળતું પારલે બિસ્કિટનું પેકેટ પગપાળા વતન માટે નીકળી પડેલા શ્રમિકો (Workers) માટે પેટની ભૂખ ભાંગવાનો એકમાત્ર ખોરાક હતો. અનેક લોકો તરફથી મદદ માટે બિસ્કિટ વેચવામાં આવ્યા હતા, તો અનેક લોકોએ પોતાના ઘરમાં પારલે-જી બિસ્કિટનો સ્ટોક કરી લીધો હતો.

82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

પારલે-જી 1983થી લોકો વચ્ચે પ્રસિદ્ધ બ્રાન્ડ બની રહી છે. લૉકડાઉન દરમિયાન કંપનીએ સૌથી વધારે બિસ્કિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. જોકે, પારલે-જીએ તેના વેચાણના આંકડા નથી આપ્યા પરંતુ કંપનીએ કહ્યું છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનો કંપની માટે આઠ દાયકાના સૌથી સારા રહ્યા છે. કંપનીનું કહેવું છે કે કંપનીના કુલ માર્કેટ શેરમાં આશરે પાંચ ટકાનો વધારો થયો છે. જેમાંથી 80-90 ટકા ગ્રૉથ પારલે-જી બિસ્કિટના વેચાણને કારણે થયો છે.

આ પણ વાંચો :  સિનિયર IAS અધિકારી હરિત શુકલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગમાં ખળભળાટ

પારલે-જીએ શું ચમત્કાર કર્યો?

લૉકડાઉનના થોડા સમયમાં જ પારલે-જી સહિતની બિસ્કિટ નિર્માતા કંપનીઓએ ઉત્પાદન શરૂ કરી દીધું હતું. જેમાંથી અમુક કંપનીઓએ પોતાના કર્મચારીઓને લાવવા અને મૂકવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન કંપનીઓએ માત્ર એવા ઉત્પાદન પર ફોકસ કર્યું જેની સૌથી વધારે માંગ રહે. આ દરમિયાન પારલે-જી તરફથી બિસ્કિટના ઉત્પાદન પર ભાર આપવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : શાળા-કૉલેજ ફી ભરવાનું દબાણ કરે તો કૉંગ્રેસને ફોન કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

લૉકડાઉન માટે પારલે-જીએ લોકોનું પેટ ઠાર્યું

પારલે પ્રોડક્ટ્સ તરફથી પોતાના સૌથી વધારે વેચાતા અને સૌથી ઓછી કિંમતવાળા બ્રાન્ડ પારલે-જી પર ફોકસ કર્યું હતું. કારણ કે ગ્રાહકો તરફથી તેની ખૂબ વધારે માંગ હતી. કંપનીએ આ માટે પોતાની ડિસ્ટ્રિબ્યૂશન ચેનલને પણ એક અઠવાડિયાની અંદર રી-સેટ કરી દીધી હતી, જેનાથી દુકાનો પર પારલે-જી બિસ્કિટની અછત ન પડે. કંપની તરફથી મયંક શાહનું કહેવું છે કે લૉકડાઉન દરમિયાન અનેક લોકો માટે પારલે-જી બિસ્કિટ સહેલાઇથી મળી શકે તેવું ભોજન બન્યાં હતાં. અમુક લોકો માટે પારલે-જી એકમાત્ર ભોજન હતું. જે લોકો રોટી ખરીદી શકતા ન હતા તેઓ સરળતાથી પારલે-જી ખરીદી શકતા હતા.
First published: June 9, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading