Parle G, Krackjack બિસ્કિટની કિંમતોમાં વધારો, જાણો કેટલા થશે મોંઘા

10 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયાની એમઆરપી વાળા નાના પેકેટ પર કંપનીએ કિંમત વધારી નથી. જોકે તેનું વજન ઓછું કરી નાખ્યું છે

Parle G Price - પારલે (Parle)એ પણ પોતાની બધી કેટેગરીના ઉત્પાદનની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
    નવી દિલ્હી : બ્રિટાનિયા (Britannia)દ્વારા પોતાના પ્રોડક્ટ્સ પર લગભગ 4% વધારો કર્યા પછી હવે પારલે (Parle)એ પણ પોતાની બધી કેટેગરીના ઉત્પાદનની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બ્રિટાનિયા અને પારલેએ (Parle G Price)કિંમતોમાં વધારાનું કારણ ખર્ચમાં વધારો થયો હોવાનું કારણ ગણાવ્યું છે.

    જુલાઇથી સપ્ટેમ્બર વાળા ક્વાર્ટરમાં પારલેએ પોતાના ઉત્પાદોમાં લગભગ 10 થી 15%ની વુદ્ધિ કરી હતી. હવે આવનાર બે ક્વાર્ટરમાં પણ પારલે તરફથી આ પ્રકારનો વધારો કરવામાં આવી શકે છે. પારલે પોતાની બધી પ્રોડક્ટ જેવી કે બિસ્કિટ (Biscuits),કન્ફેક્શનરી (Confectionery), રસ (Rusks)અને સ્નેકની (Snacks)કિંમત વધારી રહી છે.

    બિસ્કિટ અને રસની કિંમતોમાં કેટલો થયો વધારો

    પારલેના બિસ્કિટ સેગમેન્ટની વાત કરવામાં આવે તો પારલે જી (Parle G) અને ક્રેકજેકની (Krackjack)કિંમતોમાં 5 થી 10% સુધી વધારો થવાની સંભાવના છે. જો પારલે રસની વાત કરવામાં આવે તો કંપનીએ 300 ગ્રામ પર રૂપિયા 10 સુધીનો વધારો કર્યો છે. જ્યારે 400 ગ્રામ પેકમાં લગભગ 4 રૂપિયા વધાર્યા છે.

    આ પણ વાંચો - LPG Subsidy : રસોઇ ગેસના સિલેન્ડર પર ફરી મળી રહી છે સબસિડી, જાણો ગ્રાહકોના ખાતામાં કેટલા રૂપિયા થશે ટ્રાન્સફર?

    10 રૂપિયા, 20 રૂપિયા અને 30 રૂપિયાની એમઆરપી વાળા નાના પેકેટ પર કંપનીએ કિંમત વધારી નથી. જોકે તેનું વજન ઓછું કરી નાખ્યું છે. આ રીતે કુલ મળીને એફએમસીજીની આ મોટી કંપનીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના દરેક ઉત્પાદનની કિંમતમાં વધારો અવશ્ય કર્યો છે.

    પારલેએ શું કહ્યું

    પારલેએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ખર્ચમાં ઘણો વધારો થઈ રહ્યો હતો. પ્રોડક્ટ બનાવવા માટે કાચો માલ જે મુખ્ય રૂપથી પામ ઓઇલ (palm oil) છે. ઇયર ઓન ઇયર બેસિસ પર ડબલ થઇ ગયા છે. પેકેજિંગ અને લેમિનેટ કરવાનો ખર્ચ પણ 20થી 35% સુધી વધી ગયો છે. પેકેજિંગની વાત કરવામાં આવે તો કંપનીનું કહેવું છે કે પેકિંગ મટેરિયલ પણ ઓછું પડી રહ્યું છે. આ સિવાય ઇંઘણની (fuel) કિંમત પણ 25-30 ટકા સુધી વધી છે.

    કન્ફેક્શનરી બિઝનેસમાં પણ આવી જ સ્થિતિ છે. કંપનીનું કહેવું છે કે ઘઉંની કિંમત 10થી 15 ટકા વધી ગઈ છે. ખાંડની કિંમત પણ લગભગ 20 ટકા વધી છે. આ બધાના કારણે કન્ફેક્શનરી બિઝનેસ ઉપર પણ અસર પડી છે અને કંપનીને કિંમત વધારવા માટે મજબૂર થવું પડ્યું છે. વધી રહેલા ખર્ચના કારણે બાકી FMCG કંપનીઓ પણ પોતાની કિંમતોમાં વધારો કરવા મજબૂર થશે અને આવનાર દિવસોમાં આપણે આ જોવા મળશે.
    Published by:Ashish Goyal
    First published: