10,000 કર્મીને કાઢવાની વાત કરતા Parle Gને 55 કરોડનો ફાયદો

News18 Gujarati
Updated: October 16, 2019, 3:46 PM IST
10,000 કર્મીને કાઢવાની વાત કરતા Parle Gને 55 કરોડનો ફાયદો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
જાણીતી બિસ્કિટ કંપની Parle G ભારતભરમાં એક ખાસ ઓળખ ધરાવે છે. જો કે મુશ્કેલીમાં ફસાયેલી Parle G માટે હવે સારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પારલે ગ્રુપને નાણાંકીય વર્ષમાં 15.2 ટકાનો નફો થયો છે. વેપારી મંચ ટૉફલર મુજબ, પારલે બિસ્કિટને વર્ષ 2019માં 410 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયું છે. ગત વર્ષ એટલે કે 2018માં તે 355 કરોડ રૂપિયા હતો. કંપનીનું કુલ રેવન્યૂ 6.4 ટકા વધીને 9,030 કરોડ રૂપિયા જેટલી થઇ ગઇ છે. જે ગત વર્ષ કરતા લગભગ 6 ટકા વધુ છે.

ઓગસ્ટ 2019ના રોજ Parle G મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે કંપની તેના 10,000 જેટલા કર્મચારીઓને નીકાળવાની વાત કરી રહ્યું હતું. કંપનીએ સાથે જ 100 રૂપિયે પ્રતિ કિલો કે તેથી ઓછી કિંમતના બિસ્કિટ પર GST ઓછું કરવાની માંગણી કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો સરકાર અમારી આ માંગણી નહીં સ્વીકારે તો અમારે 8 થી 10 હજાર લોકોને નીકાળવાનો વારો આવશે. કારણ કે વેચાણ ઘટવાથી કંપનીને ભારે નુક્શાન થઇ રહ્યું હતું.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ GST લાગુ થવા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો. પણ જીએસટી લાગતા તમામ બિસ્કીટોને 18 ટકા સ્લેબમાં નાખવામાં આવ્યા. જેના કારણે કંપનીનો ખર્ચો વધી ગયો. કંપનીએ આખરે 5 ટકા પોતાના ભાવ પણ વધાર્યા, પણ તેનાથી કંપનીના વેચાણ પર અસર પડી. પારલેના પ્રમુખ મયંક શાહે જણાવ્યું કે વધુ ટેક્સના કારણે પારલેને પ્રત્યેક પેકમાં બિસ્કિટ ઓછા કરવા પડ્યા હતા. જો કે અમારો ગ્રાહક ખુબ જ સંવેદનશીલ અને સચેત છે. તે ચકાશે કે આટલા રૂપિયામાં તેને કેટલા બિસ્કિટ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રામીણ ભારતમાં આજે પણ પારલે જી બિસ્ટિકની મોટી ખપત થાય છે.
First published: October 16, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading