Paras Defence IPO Listing: પારસ ડિફેન્સના આઇપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો થયા માલામાલ

પારસ ડિફેન્સનો આઇપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Paras Defence IPO Listing: કંપનીનો ઇશ્યૂ 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીનો ઇશ્યૂ 304.26 ગણો ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ. Paras Defence IPO Listing: પારસ ડિફેન્સના આઈપીઓએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આજે BSE અને NSE પર કંપનીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. બજાર નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો હતો તેના કરતા વધારે ભાવ પર પારસ ડિફેન્સનો શેર (Paras defence Share) લિસ્ટ થયો છે. BSE પર પારસ ડિફેન્સનો શેર 475 રૂપિયા પર એટલે કે 171.43% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. એટલે કે રોકાણકારોને પ્રતિ શેર 300 રૂપિયાનો ફાયદો થયો છે. NSE પર પારસ ડિફેન્સનો શેર 469 રૂપિયા પર એટલે કે 168% પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. એટલે કે રોકાણકારોને એક શેરે 294 રૂપિયાનો ફાયદો થયો છે. કંપનીની ઇશ્યૂ કિંમત 175 રૂપિયા હતી.

    પારસ ડિફેન્સ આઈપીઓ:

    કંપનીનો ઇશ્યૂ 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીનો ઇશ્યૂ 304.26 ગણો ભરાયો હતો. 2017 પછી આ સૌથી વધારે સબ્સક્રિપ્શન છે. કંપનીને 71.40 લાખ શેરની સામે 217.26 કરોડ ઇક્વિટ શેરની અરજી મળી હતી. 175 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીને 38,000 કરોડ રૂપિયાની બોલી મળી હતી. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 112.81 ગણો ભરાયો હતો. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII અથવા HNI)નો હિસ્સો 927.70 ગણો ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 169.65 ગણો ભરાયો હતો.

    વિદેશમાં પણ સેવા આપે છે કંપની

    મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.

    પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala આ એક શેરમાં મહિને રૂપિયા 162 કરોડ કમાયા, મળ્યું 45% વળતર

    નફો/નુકસાન

    નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક 149.05 કરોડ રૂપિયા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 37.94 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020માં કંપનીનો નફો 19.25 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

    આઇપીઓનો ઇતિહાસ (IPO Subscription history)

    આઇપીઓનો ઇતિહાસ જોઈએ તો 2017માં સાલાસાર ટેક્નોલોજી એન્જીનિયરિંગ (Salasar techno engineering)નો આઈપીઓ 273 ગણો ભરાયો હતો. એ સમયે સૌથી વધારે સબ્સક્રિપ્સન મળવાનો રેકોર્ડ બન્યો હતો. જે આશરે ચાર વર્ષ સુધી રહ્યો હતો. 23 સપ્ટેમ્બરના રોજ પારસ ડિફેન્સે આ રેકોર્ડ તોડ્યો છે. સાલાસારનો આઇપીઓ જુલાઈ 2017માં 139.35% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. બીએસઈ પર આ કંપનીનો શેર 259.15 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો હતો. જ્યારે ઇશ્યૂ કિંમત 108 રૂપિયા પ્રતિ શેર હતી.

    આ જ રીતે જાન્યુઆરી 2018માં એપોલો માઇક્ર સિસ્ટમ્સ (Apollo micro systems)નો આઇપીઓ 248.51 ગણો ભરાયો હતો. આ આઇપીઓ 73.82% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. આ શેર બીએસઈ પર 478 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે ઇશ્યૂ કિંમત 275 રૂપિયા પ્રતિ શેર હતી.

    આ જ રીતે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ (Astron Paper & Board Mill)નો આઈપીઓ ડિસેમ્બર 2017માં 243 ગણો ભરાયો હતો. જેમાં રોકાણકારોને 130% લિસ્ટિંગ લાભ મળ્યો હતો. આ વર્ષે પણ ચાર આઈપીઓને 160થી 200 ગણી બીડ મળી હતી. જેમાં MTAR ટેક્નોલોજીસ, તત્વ ચિંતન ફાર્મા, નઝારા ટેક્નોલોજીસ અને ઈઝી ટ્રીપ પ્લાનર્સ સામેલ છે.

    આ પણ વાંચો: Hot Stocks: આ ત્રણ શેર પર લગાવો દાવ, 2-3 અઠવાડિયામાં 14% સુધી રિટર્ન સંભવ

    જેમાં MTAR technologies 85%, Tatva chintan pharma 95% અને Nazara Technologies 79% પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. જ્યારે Easy trip planners આ તમામમાં અપવાદ રહ્યો હતો, જે ફક્ત 13.5% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. Easy trip plannersનો આઈપીઓ 159 ગણો ભરાયો હતો. એ રીતે જોઈએ તો તેને ખૂબ ઓછો લિસ્ટિંગ ગેન મળ્યો હતો.

    Happiest mind technologyનો આઈપીઓ સપ્ટેમ્બર 2020માં 11%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. બર્ગર કિંગ (Burger King)નો આઇપીઓ 92%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. તમામ આંકડા જોતા પારસ ડિફેન્સરનો આઈપીઓ ખૂબ સારા પ્રીમિયમ પર લિસ્ટ થાય તેવી આશા જાગી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: