Home /News /business /

Paras defence Share: પારસ ડિફેન્સના શેર લાગ્યા છે તેમણે શું કરવું? ટકી રહેવું કે પ્રોફિટ બુક કરવો?

Paras defence Share: પારસ ડિફેન્સના શેર લાગ્યા છે તેમણે શું કરવું? ટકી રહેવું કે પ્રોફિટ બુક કરવો?

પારસ ડિફેન્સનું બમ્પર લિસ્ટિંગ

Paras defence share tips: બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે કંપનીની ઓર્ડર બૂક પણ ખૂબ મજબૂત છે. આથી જે લોકોને પારસ ડિફેન્સના શેર લાગ્યા છે તેમણે રોકાણ જાળવી રાખવું જોઈએ.

  મુંબઈ: પારસ ડિફેન્સરના શેરે (Paras defence Share) રોકાણકારોને માલામાલ કરી દીધા છે. પારસ ડિફેન્સનો શેર આજે NSE અને BSE પર લિસ્ટ થયો હતો. NSE પર Paras Defence Share 168% પ્રીમિયમ સાથે 469 રૂપિયા પર લિસ્ટ થયો હતો. એટલે કે જેમને પણ પારસ ડિફેન્સનો આઇપી (Paras defence IPO)ઓ લાગ્યો હતો તે માલામાલ થઈ ગયા છે. જોકે, આ બજાર નિષ્ણાતો હજુ પણ આ શેરને બુલિશ (Bullish) માની રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે આઇપીઓની સાઇઝ ઓછી હોવા ઉપરાંત વ્યાજબી ભાવ હોવાથી આ શેરમાં હજુ તેજી જોવા મળી શકે છે. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે કંપનીની ઓર્ડર બૂક (Order book) પણ ખૂબ મજબૂત છે. આથી જે લોકોને પારસ ડિફેન્સના શેર લાગ્યા છે તેમણે રોકાણ જાળવી રાખવું જોઈએ. જે લોકો તક ચૂકી ગયા છે અથવા જેમને શેર નથી લાગ્યા તેઓ વર્તમાન કિંમત પર આ શેરની ખરીદી કરી શકે છે.

  મિન્ટના કહેવા પ્રમાણે GCL Securitiesના વાઇસ ચેરમેન રવિ સિંઘલ (Ravi Singhal)નું કહેવું છે કે, "પારસ ડિફેન્સ શેર રોકાણકારોની પસંદગીનો શેર છે. ડ્રોનના ઉત્પાદ માટે PLI સ્કીન અંગે નોટિફિકેશન જાહેર થયા બાદ આ સ્ટૉકમાં તેજી ચાલુ જોવા મળશે. જે લોકોને આઇપીઓમાં શેર લાગ્યા છે તે લોકોએ રોકાણ જાળવી રાખવું જોઈએ. આ માટે 440 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખો. જે લોકો આ શેરની ખરીદી કરવા માંગે છે તેઓ વર્તમાન કિંમત પર ખરીદી કરી શકે છે. એકથી બે મહિનામાં શેર 580 રૂપિયા પર પહોંચશે. આ માટે 440 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવો."

  Equity99ના સહ-સંસ્થાપક રાહુલ શર્મા (Rahul Sharma)એ પણ રવિ સિંઘલના હામાં હા પુરાવી છે. તેમનું કહેવું છે કે, "સ્પેસ ઑપ્ટિક અને ઓપ્ટોમિકેનિકલ અસેમ્બ્લીઝ પૂરી પાડતી હોય તેવી દેશમાં પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ જ કંપની છે. આ કંપની ડિફેન્સ અને સ્પેસ પ્રોગ્રામ માટે પાર્ટ્સ પૂરા પાડે છે. કંપનીએ અનેક નામાંકિત કંપનીઓ સાથે કરાર પણ કર્યાં છે." રાહુલ શર્માના કહેવા પ્રમાણે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા રોકાણકારોએ રોકાણ જાળવી રાખવું જોઈએ. જે લોકો પ્રોફિટ બુકિંગ કરવા માંગતા હોય તેમણે હાલના સ્તરે પ્રોફિંટ બૂક કરી લેવો જોઈએ તેવી તેમણે સલાહ આપી છે.

  આ પણ વાંચો: ક્રેડિટ-ડેબિટ કાર્ડ વાપરનારા જાણી લો, આજથી બદલાયો નિયમ- વાંચો વિગત

  Swastika Investmart Ltdના હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતુ કે, "સરકારનું ધ્યાન સ્પેસ અને ડિફેન્સ સેક્ટર પર રહેલું છે. આ વાતનો લાભ કંપનીને મળશે. આ ઉપરાંત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલા પણ આ કંપનીને આગળ લઈ જશે. સરકાની આ પહેલની અસર કંપની પર લાંબા ગાળે જોવા મળશે. અગ્રેસિવ રોકાણકારોએ આ કંપનીમાં રોકાણ જાળવી રાખવું જોઈએ."

  પારસ ડિફેન્સ આઈપીઓ:

  કંપનીનો ઇશ્યૂ 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીનો ઇશ્યૂ 304.26 ગણો ભરાયો હતો. 2007 પછી આ સૌથી વધારે સબ્સક્રિપ્શન છે. કંપનીને 71.40 લાખ શેરની સામે 217.26 કરોડ ઇક્વિટ શેરની અરજી મળી હતી. 175 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીને 38,000 કરોડ રૂપિયાની બોલી મળી હતી. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 112.81 ગણો ભરાયો હતો. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII અથવા HNI)નો હિસ્સો 927.70 ગણો ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 169.65 ગણો ભરાયો હતો.

  વિદેશમાં પણ સેવા આપે છે કંપની

  મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.

  પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Paras Defense

  આગામી સમાચાર