Home /News /business /Paras Defence IPO: પારસ ડિફેન્સનો IPO આજે ખુલ્યો, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ અને રોકાણ પર નિષ્ણાતોનો અભિપ્રાય

Paras Defence IPO: પારસ ડિફેન્સનો IPO આજે ખુલ્યો, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ અને રોકાણ પર નિષ્ણાતોનો અભિપ્રાય

Paras Defence IPO: કંપનીનો ઇશ્યૂ આજે એટલે કે 21મી સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 23મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

Paras Defence IPO: કંપનીનો ઇશ્યૂ આજે એટલે કે 21મી સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 23મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

  મુંબઈ. Paras Defence IPO: સંરક્ષણ અને સ્પેસ એન્જીનિયરિંગ સેક્ટરની કંપની પારસ ડિફેન્સનો આઈપીઓ (Paras defence IPO open today) આજે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો છે. રોકાણકારો 23મી સપ્ટેમ્બર સુધી આઈપીઓ ભરી શકશે. કંપની 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી છે. જેમાં 140.60 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ છે, જ્યારે 30.18 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) છે. કંપનીએ ઇશ્યૂ માટે 165-175 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી છે.

  કંપનીએ ઇશ્યૂનો 50% હિસ્સો ઇન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે અનામત રાખ્યો છે. નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે 15% હિસ્સો અનામત રખાયો છે. જ્યારે બાકીનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો છે. કંપનીના પ્રમોટર શરદ વિરજી શાહ (Sharad Virji Shah) અને મુંજાલ શરદ શાહ (Munjal Sharad Shah) છે.

  ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paras Defence IPO GMP)

  Paras Defenceનો ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરનું ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. 20 સપ્ટેમ્બરના રોજ અનલિસ્ટેડ માર્કેટમાં પારસ ડિફેન્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 220 રૂપિયા પ્રતિ શેર હતું. આ રીતે જોઈએ તો ગ્રે માર્કેટમાં પારસ ડિફેન્સનો શેર 395 રૂપિયા (175+220) પર ટ્રેડ કરી રહ્યો છે.

  રોકાણ કરવું જોઈએ કે નહીં? (Should you invest in Paras Defence)

  બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જૂન ક્વાર્ટરના આંકડા પ્રમાણે કંપની પાસે 305 કરોડ રૂપિયાનો મજબૂત ઓર્ડર છે. સાથે જ કંપનીનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ છે. કંપની પાસે ડિફેન્સ, સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, હેવી એન્જીનિયરિગ અને વિશિષ્ટ ટેક્નોલૉજી ક્ષેત્રમાં ખૂબ સારો અનુભવ છે. જોકે, બિઝનેસ મોર્ચે કંપનીની આવક અને નફો સ્થિત દેખાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફ્રેશ શેર જાહેર થયા પછી 175 રૂપિયાની ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે P/E આશરે 43 ગણો થઈ શકે છે.

  આ ઉપરાંત સરકાર 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ પર ભાર આપી રહી છે. ડિફેન્સ સેક્ટરને વધારે બજેટ ફાળવવાનો ફાયદો પણ કંપનીને મળી શકે છે. ડ્રોન માટે આવેલી PLI સ્કીમથી પણ કંપનીને ફાયદો મળી શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઈપીઓની નાની સાઇઝ, સારા વેલ્યૂએશન અને ડિફેન્સ સેક્ટરમાં કંપનીનો ધ્યાન કેન્દ્રીત હોવાથી આ આઈપીઓ અનેક ગણો ભરાઈ શકે છે.

  આ પણ વાંચો: ધોરણ-10 પાસ માટે ઉજળી તક: ભારત સરકાર 'રેલ કૌશલ વિકાસ યોજના' અંતર્ગત આપશે નિઃશુલ્ક તાલિમ

  પ્રાઇસ બેન્ડ: (Paras Defence IPO price band)

  આઈપીઓ ભરવા માંગતા રોકાણકારે ઓછામાં ઓછા 85 શેર માટે અરજી કરવાની રહેશે. અપર પ્રાઇસ બેન્ડના હિસાબે રોકાણકારો ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ (Minimum investment) કરવું પડશે. એક રોકાણકારો વધુમાં વધુ 13 બીડ કરી શકે છે.

  વિદેશમાં પણ સેવા આપે છે કંપની

  કંપનીનો આઈપીઓ 1 ઓક્ટોબરના રોજ શેર બજારમાં લિસ્ટ થશે. મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.

  આ પણ વાંચો: રોકાણ પહેલા આ 10 વાત જાણવી જરૂરી, રિટર્ન પર પડશે સીધી અસર

  પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.

  નફો/નુકસાન

  નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક 149.05 કરોડ રૂપિયા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 37.94 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020માં કંપનીનો નફો 19.25 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
  First published:

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો