Paras Defence IPO: રોકાણકારોના સારા પ્રતિસાદને પગલે GMPમાં જોરદાર ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

પારસ ડિફેન્સના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધારો.

Paras Defence IPO GMP: 22 સપ્ટેમ્બરના રોજ પારસ ડિફેન્સના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 210 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. 22 સપ્ટેમ્બરના રોજ આ ભાવ વધીને 235 રૂપિયા થયો હતો.

  • Share this:
    મુંબઈ: Paras defence IPO GMP: પારસ ડિફેન્સના આઇપીઓ (Paras Defence IPO subscription)ને રોકાણકારોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. કંપનીનો ઇશ્યૂ બીજા દિવસે 40.57 ગણો ભરાયો છે. રોકાણકારો તરફથી મળેલા પ્રતિસાદની અસર કંપનીના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પર સ્પષ્ટ જોઈ શકાય છે. પારસ ડિફેન્સ આઇપીઓ માટે GMP 23મી સપ્ટેમ્બરના રોજ વધીને 240 રૂપિયા થઈ ગયું છે. જે પહેલા 235 રૂપિયા હતું. 22 સપ્ટેમ્બરના રોજ પારસ ડિફેન્સના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટ (Grey Market)માં 210 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. 22 સપ્ટેમ્બરના રોજ આ ભાવ વધીને 235 રૂપિયા થયો હતો. આજે આ ભાવ 240 રૂપિયા થઈ ગયો છે. એક જ અઠવાડિયાની અંદર પારસ ડિફેન્સના શેરનું GMP 150 રૂપિયાથી વધીને 235 રૂપિયા થઈ ગયું છે.

    GMPને લિસ્ટિંગ સાથે શું સંબંધ?

    પારસ ડિફેન્સના શેરની પ્રાઇસ બેન્ડ 165-175 રૂપિયા છે. આ રીતે કંપનીનો શેર હાલ અનલિસ્ટેડ શેર માર્કેટ એટલે કે ગ્રે માર્કેટમાં 415 રૂપિયા (175+240) પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આ શેર પોતાની અપર પ્રાઇસ બેન્ડથી 135% ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

    તેજીનું કારણ શું?

    બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ઇશ્યૂ સાઇઝ નાની હોવા ઉપરાંત યોગ્ય વેલ્યૂએશન અને ડિફેન્સ સેક્ટર પર સરકારનું ફોકસ હોવાને પગલે લોકો પારસ ડિફેન્સના આઇપીઓને પસંદ કરી રહ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને એવું લાગી રહ્યું છે કે શેરનું જોરદાર લિસ્ટિંગ થશે.

    મારવાડી શેરના અખિલ રાઠીનું કહેવું છે કે, નાની સાઇઝને પગલે આઇપીઓને પ્રથમ દિવસે જ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. કંપની ડિફેન્સ અને સ્પેસ સેક્ટરને તમામ પ્રકારનું પ્રોડક્ટ સોલ્યૂશન આપે છે. કંપનીને ભવિષ્યમાં 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'નો મોટો ફાયદો થશે. કંપનીનું વેલ્યૂએશન ખૂબ આકર્ષક છે. કંપનીની માર્કેટ કેપ 682.5 કરોડ રૂપિયા છે.

    પારસ ડિફેન્સ આઇપીઓ (Paras Defence IPO)

    પારસ ડિફેન્સે 171 કરોડ રૂપિયા માટે આઇપીઓ લૉંચ કર્યો છે. જેમાંથી 140.6 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ છે, જ્યારે 30 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale)માં વેચવામાં આવશે. કંપનીએ ઇશ્યૂનો 50% હિસ્સો ઇન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે અનામત રાખ્યો છે. નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે 15% હિસ્સો અનામત રખાયો છે. જ્યારે બાકીનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો છે. કંપનીના પ્રમોટર શરદ વિરજી શાહ (Sharad Virji Shah) અને મુંજાલ શરદ શાહ (Munjal Sharad Shah) છે.

    આ પણ વાંચો: 23 સપ્ટેમ્બર: આજે આ 20 શેરમાં કરો કમાણી, TATA STEEL, HDFC BANK, ITC ખરીદો- વાંચો અહેવાલ 

    બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જૂન ક્વાર્ટરના આંકડા પ્રમાણે કંપની પાસે 305 કરોડ રૂપિયાનો મજબૂત ઓર્ડર છે. સાથે જ કંપનીનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ છે. કંપની પાસે ડિફેન્સ, સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, હેવી એન્જીનિયરિગ અને વિશિષ્ટ ટેક્નોલૉજી ક્ષેત્રમાં ખૂબ સારો અનુભવ છે. આ ઉપરાંત સરકાર 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ પર ભાર આપી રહી છે. ડિફેન્સ સેક્ટરને વધારે બજેટ ફાળવવાનો ફાયદો પણ કંપનીને મળી શકે છે. ડ્રોન માટે આવેલી PLI સ્કીમથી પણ કંપનીને ફાયદો મળી શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઇપીઓની નાની સાઇઝ, સારા વેલ્યૂએશન અને ડિફેન્સ સેક્ટરમાં કંપનીનો ધ્યાન કેન્દ્રીત હોવાથી આ આઇપીઓ અનેક ગણો ભરાઈ શકે છે.

    વિદેશમાં પણ સેવા આપે છે કંપની

    કંપનીનો આઇપીઓ 1 ઓક્ટોબરના રોજ શેર બજારમાં લિસ્ટ થશે. મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઇપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.

    પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.

    નફો/નુકસાન

    નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક 149.05 કરોડ રૂપિયા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 37.94 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020માં કંપનીનો નફો 19.25 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: