Paras Defenceનો ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરનું ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. 20 સપ્ટેમ્બરના રોજ અનલિસ્ટેડ માર્કેટમાં પારસ ડિફેન્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 220 રૂપિયા પ્રતિ શેર હતું.
Paras Defence IPO: ડિફેન્સ સેક્ટરની પારસ ડિફેન્સનો ઇશ્યૂ ખૂલતાની સાથે મિનિટોમાં જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. કંપનીનો ઇશ્યૂ આજે ખુલ્યો છે અને 23મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. પારસ ડિફેન્સે રૂપિયા 171 કરોડનો આઇપીઓ લૉંચ કર્યો છે. BSE ડેટા પ્રમાણે સવારે 10:25 વાગ્યાની આસપાસ Paras Defenceનો આઈપીઓ 2.21 ગણો ભરાઈ ગયો હતો. સૌથી વધારે બોલી લગાવનારા રિટેલ રોકાણકારો હતા. 10:25 વાગ્યે જ રિટેલ હિસ્સો 4.39 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII)નો હિસ્સો 30% ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ તરફથી બોલી લગાવવાની શરૂઆત કરવામાં આવી ન હતી.
કંપનીએ ઇશ્યૂનો 50% હિસ્સો ઇન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે અનામત રાખ્યો છે. નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે 15% હિસ્સો અનામત રખાયો છે. જ્યારે બાકીનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો છે. કંપનીના પ્રમોટર શરદ વિરજી શાહ (Sharad Virji Shah) અને મુંજાલ શરદ શાહ (Munjal Sharad Shah) છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paras Defence IPO GMP)
Paras Defenceનો ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરનું ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. 20 સપ્ટેમ્બરના રોજ અનલિસ્ટેડ માર્કેટમાં પારસ ડિફેન્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 220 રૂપિયા પ્રતિ શેર હતું. આ રીતે જોઈએ તો ગ્રે માર્કેટમાં પારસ ડિફેન્સનો શેર 395 રૂપિયા (175+220) પર ટ્રેડ કરી રહ્યો છે.
રોકાણ કરવું જોઈએ કે નહીં? (Should you invest in Paras Defence)
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જૂન ક્વાર્ટરના આંકડા પ્રમાણે કંપની પાસે 305 કરોડ રૂપિયાનો મજબૂત ઓર્ડર છે. સાથે જ કંપનીનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ છે. કંપની પાસે ડિફેન્સ, સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, હેવી એન્જીનિયરિગ અને વિશિષ્ટ ટેક્નોલૉજી ક્ષેત્રમાં ખૂબ સારો અનુભવ છે. જોકે, બિઝનેસ મોર્ચે કંપનીની આવક અને નફો સ્થિત દેખાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફ્રેશ શેર જાહેર થયા પછી 175 રૂપિયાની ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે P/E આશરે 43 ગણો થઈ શકે છે.
આ ઉપરાંત સરકાર 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટ પર ભાર આપી રહી છે. ડિફેન્સ સેક્ટરને વધારે બજેટ ફાળવવાનો ફાયદો પણ કંપનીને મળી શકે છે. ડ્રોન માટે આવેલી PLI સ્કીમથી પણ કંપનીને ફાયદો મળી શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઈપીઓની નાની સાઇઝ, સારા વેલ્યૂએશન અને ડિફેન્સ સેક્ટરમાં કંપનીનો ધ્યાન કેન્દ્રીત હોવાથી આ આઈપીઓ અનેક ગણો ભરાઈ શકે છે.
આઈપીઓ ભરવા માંગતા રોકાણકારે ઓછામાં ઓછા 85 શેર માટે અરજી કરવાની રહેશે. અપર પ્રાઇસ બેન્ડના હિસાબે રોકાણકારો ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ (Minimum investment) કરવું પડશે. એક રોકાણકારો વધુમાં વધુ 13 બીડ કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર