મુંબઈ: Paras Defence IPO allotment: પારસ ડિફેન્સ કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ (Paras defence IPO listing date) આગામી 1 ઓક્ટોબરના રોજ થઈ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે આજે કંપનીના શેરની ફાળવણી (Paras defence IPO allotment) કરવામાં આવી શકે છે. જેમણે આઇપીઓ ભર્યો છે તે બે રીતે તેમને શેર લાગ્યા છે કે નહીં તે જોઈ શકે છે. કંપનીનો ઇશ્યૂ 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. પારસ ડિફેન્સનો આઇપીઓ 304.26 ગણો ભરાયો હતો. 2007 પછી આ સૌથી વધારે સબ્સક્રિપ્શન છે. કંપનીને 71.40 લાખ શેરની સામે 217.26 કરોડ ઇક્વિટ શેરની અરજી મળી છે. 175 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીને 38,000 કરોડ રૂપિયાની બોલી મળી છે.
રિટેલ ઇન્વેસ્ટર્સ (Retail investors) માટે અનામત હિસ્સો 112.81 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII અથવા HNI)નો હિસ્સો 927.70 ગણો ભરાયો છે. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 169.65 ગણો ભરાયો છે. કંપની આઇપીઓ મારફતે 179.77 કરોડ રૂપિયા એકઠા કરશે. એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી કંપની પહેલા જ 51.23 કરોડ રૂપિયા એકઠા કરી ચૂકી છે. કંપનીના શેરની ફાળવણી 28 સપ્ટેમ્બરના રોજ થશે. જો તમે આ ઇશ્યૂ ભર્યો છે તો તમે નીચે આપેલી બે રીતથી સ્ટેટસ ચેક કરી શકો છો.
પારસ ડિફેન્સ આઇપીઓ જીએમપી (Paras defence IPO GMP)
લિસ્ટિંગ પહેલા જ કંપનીના GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)માં જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે ગ્રે માર્કેટમાં પારસ ડિફેન્સરનો શેર ઇશ્યૂ ભાવથી (Issue price) 260 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીની અપર પ્રાઇસ બેન્ડ 175 રૂપિયા છે. આ રીતે જોઈએ તો પારસ ડિફેન્સનો અનલિસ્ટેડ શેર 435 (Paras Defence IPO GMP) રૂપિયા (175+260) પર ટ્રેડ કરી રહ્યો હતો, એટલે કે શેર ઇશ્યૂ ભાવથી 150% આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
શેર લાગ્યા કે નહીં તે આવી રીતે ચેક કરો:
>> આઈપીઓ રજિસ્ટ્રાર વેબસાઇટLink Intime પર આ રીતે કરો ચેક
1) રજિસ્ટ્રાર વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જાઓ.
2) ડ્રોપ બોક્સમાંથી IPOનું નામ પસંદ કરો.
3) એપ્લિકેશન નંબર/ક્લાઇન્ટ આઈડી/PAN દાખલ કરો.
4) એપ્લિકેશન પ્રકાર પસંદ કરો. એટલે કે ASBA અથવા નૉન-ASBA પસંદ કરો.
5) તમે જે મોડ પસંદ કરશો તે પ્રમાણે તમને નીચેની જાણકારી આપવી પડશે.
6) કેપ્ચા દાખલ કરો અને સબમિટ કરો.
2) Equity પસંદ કરો અને Issue Name (Paras defence) પસંદ કરો.
3) એપ્લિકેશન નંબર દાખલ કરો.
4) PAN દાખલ કરો.
5) ચેક બોક્સ (I'm not a robot) ટીક કરો. સર્ચ બટન દબાવતા જ તમને સ્ટેટસ જોવા મળશે.
વિદેશમાં પણ સેવા આપે છે કંપની
મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.
પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.
નફો/નુકસાન
નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક 149.05 કરોડ રૂપિયા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 37.94 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020માં કંપનીનો નફો 19.25 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર