સરકારનું પગલું, ખેતી માટે વપરાતા આ ખાતરના વેચાણ પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: October 11, 2019, 2:14 PM IST
સરકારનું પગલું, ખેતી માટે વપરાતા આ ખાતરના વેચાણ પર પ્રતિબંધ
આ નિર્ણય ખેડૂતોની તરફેણમાં લેવામાં આવ્યો છે.

સરકારે હાલમાં ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા આ ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ખેડૂતોની તરફેણમાં લેવામાં આવ્યો છે, જેથી તેઓ ઓર્ગેનિક કમ્પોસ્ટના નામે બીજું કંઈપણ ખરીદી ન કરે.

  • Share this:
મોદી સરકાર (Modi Government) રાસાયણિક ખાતર છોડીને જૈવિક ખાતરનો ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે. સરકાર PKVY (Paramparagat Krishi Vikas Yojana) યોજના અંતર્ગત કુદરતી ખેતી માટે હેક્ટર દીઠ 50 હજાર રૂપિયા આપી રહી છે, પરંતુ સરકારે આવી ખેતીમાં વપરાતા બાયો ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ એ છે કે તેને બનાવતી કંપનીઓ રજીસ્ટર નથી. આ નિર્ણય ખેડૂતોની તરફેણમાં લેવામાં આવ્યો છે, જેથી તેઓ ઓર્ગેનિક કમ્પોસ્ટના નામે બીજું કંઈપણ ખરીદી ન કરે.

ખરેખર, જમીનને ઝેરથી બચાવવા માટે, આ દિવસોમાં ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાસાયણિક ખાતરોના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. આને કારણે સરકાર રાષ્ટ્રીય સ્તરે ઓર્ગેનિત ખેતી માટે આર્થિક સહાય આપી રહી છે. આ માટે ખેડૂતોએ ખેતરમાં બાયો ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ કરવો પડશે. જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ઘણી કંપનીઓએ તેમના બાયો ખાતર એટલે કે ઓર્ગેનિક કમ્પોસ્ટનું વેચાણ શરૂ કર્યું.

આ પણ વાંચો: આ કંપની કરશે 2000 લોકોની ભરતી, કરી રહી છે રુ.150 કરોડનું રોકાણઆ અંગે હરિયાણા-પંજાબ હાઇકોર્ટે સરકારને માર્ગદર્શિકા જાહેર કરવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 16 ઑગસ્ટના રોજ સરકારે કંપનીઓને રજીસ્ટર કરવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો, પરંતુ કોઈએ નોંધણી કરાવી નથી. જેથી કૃષિ કમિશનરે બાયો ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.

આ કારણે હરિયાણા સરકારે ઓર્ગેનિક ખેતીમાં વપરતા બાયો ફર્ટિલાઇઝરના વેચાણ પર હાલ પ્રતિંબધ મુક્યો છે.

કૃષિ વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, કૃષિ કમિશનરે તાત્કાલિક ખાતરની દુકાન પર દરોડા પાડવાનો આદેશ આપ્યો છે. જેથી ફક્ત રજિસ્ટર્ડ કંપનીના ઉત્પાદનનો ઉપયોગ થાય. સોનીપતમાં કૃષિ વિભાગના નાયબ નિયામકે ખાતર વિક્રેતાઓની મિટીંગ કરી અને બાયો ખાતર ન વેચવાનો આદેશ આપ્યો. અચાનક બંધ થવાના કારણે ખાતર વેચનારાઓમાં હંગામો મચી ગયો છે.

આ પણ વાંચો: ફેસ્ટિવ ઑફર: આ ઍપથી કાર ખરીદવા પર મળશે 5 લાખનું કૅશબેક
First published: October 11, 2019, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading