Home /News /business /

Twitter CEO Parag Agrawal: એલન મસ્કે શોધી લીધા ટ્વિટરના નવા સીઇઓ, પરાગ અગ્રવાલની નોકરી પર સંકટ: રિપોર્ટ

Twitter CEO Parag Agrawal: એલન મસ્કે શોધી લીધા ટ્વિટરના નવા સીઇઓ, પરાગ અગ્રવાલની નોકરી પર સંકટ: રિપોર્ટ

Teslaના સીઇઓ એલન મસ્ક અને Twitterના સીઇઓ પરાગ અગ્રવાલ

Parag Agrawal: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે ગત મહીને ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.

નવી દિલ્હી: એલન મસ્કે ટ્વિટર (Elon Musk) ખરીદ્યા બાદ અનેક નવા બદલાવોની શક્યાતા સેવાઇ રહી છે. હવે અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલન મસ્ક ટ્વિટરના સીઇઓ પદેથી ભારતીય મૂળના પરાગ અગ્રવાલને (Twitter CEO Parag Agrawal) હટાવવાની તૈયારી કરી રહ્યા છે. વિદેશી સમાચાર એજન્સી રોયટર્સના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, એલન મસ્ક 44 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલને કંપનીના સીઇઓ પદેથી હટાવીને એક નવા વ્યક્તિની આ પદ પર નિયુક્તિ કરશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, મસ્કે નવા સીઇઓનું (Twitter New CEO) નામ પણ નક્કી કરી લીધું છે. જોકે, સૂત્રોએ તે વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી.

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે ગત મહીને ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી. ત્યારથી અફવાઓ ઉડી રહી છે કે, ટ્વિટરને ખરીદ્યા બાદ મસ્ક તેના બોર્ડને ભંગ કરી શકે છે.

નવેમ્બરમાં સીઈઓ બન્યા હતા પરાગ અગ્રવાલ


પરાગ અગ્રવાલ ગત વર્ષે નવેમ્બર માસમાં ટ્વિટરના સીઇઓ બન્યા હતા અને કંપનીના વેચાણ બાદ તેને આ પદ પરથી હટાવવામાં આવી શકે છે. રિસર્ચ ફર્મ એક્વિલરે જણાવ્યું કે પરાગ અગ્રવાલને જો તેના સીઇઓ બન્યાના 12 મહીનાની અંદર પદ પરથી હટાવવામાં આવે છે તો કોન્ટ્રાક્ટની શરતો અનુસાર તેમને કંપની તરફથી 42 મિલિયન ડોલર વળતર તરીકે મળશે.

આ પણ વાંચો: એન્કર રોકાણકારો તરફથી એલઆઈસીના આઈપીઓને મળ્યો જોરદાર પ્રતિસાદ

પરાગ અગ્રવાલે કરી બેઠક


ગત શુક્રવારે પરાગ અગ્રવાલે ટ્વિટરના કર્મચારીઓની સાથે એક બેઠક કરી હતી, જેમાં તેણે કર્મચારીઓ તરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ટોપ મેનેજમેન્ટ પાસેથી કર્મચારીઓ તે જ જાણવા ઇચ્છતા હતા કે મસ્કના હાથમાં ટ્વિટરની કમાન ગયા પછી કંપનીમાં ઘણા કર્મચારીઓને હટાવવામાં આવશે, તો તેના માટે તેઓ શું કરશે? આ બેઠક તેવા સમયે થઇ હતી જ્યારે મસ્ક ટ્વિટરના કન્ટેન્ટ મોડરેશન ટીમની સતત આલોચના કરી રહ્યા હતા.

કર્મચારીઓના પગારમાં કપાત


કહેવાય રહ્યું છે કે મસ્કે ટ્વિટરના કર્મચારીઓની સેલેરીમાં પણ કપાત કરવાની તૈયારી કરી લીધી છે. કંપનીની કોસ્ટને ઓછી કરવા માટે તેમને એક્ઝિક્યુટિવ અને બોર્ડની સેલરી ઘટાડવાની વાત પણ કરી છે. મસ્કનું માનવું છે કે, તેનાથી લગભગ 3 અરજ ડોલરની બચત થશે.

આ પણ વાંચો: ભારતીય શેર બજાર આજે રહેશે બંધ, જાણો હવે પછી કયા દિવસે બજારમાં રજા રહેશે

ટ્વિટરમાં અનેક પરિવર્તનોની ચર્ચા વચ્ચે ટ્વિટર પૈસા કમાવવા નવી રીતો પણ શોધી રહ્યુ છે. વોશિંગટન પોસ્ટ અનુસાર, મસ્ક એવા ઇન્ફ્લુએન્સર કે જે પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ ક્રિએટ કરે છે, તેને પેમેન્ટ કરવાનું ફીચર લાવશે. સાથે જ મસ્કે કંપનીની સબ્સ્ક્રિપ્શન સર્વિસ પર પણ કામ કરવાની વાત કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Elon musk, Parag Agrawal, Twitter, સીઇઓ

આગામી સમાચાર