Paradeep Phosphates લાવશે IPO, 1255 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જાહેર થશે
Paradeep Phosphates લાવશે IPO, 1255 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જાહેર થશે
પ્રતિકાત્મક તસવીર
IPO News: ફર્ટિલાઇઝર કંપની પારાદીપ ફોસ્ફેટે IPO દ્વારા ફંડ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કર્યા
Paradeep Phosphates IPO: કોરોનાકાળ દરમિયાન દેશમાં IPO બજાર ફુલગુલાબી જોવા મળ્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ઘણી કંપનીઓ IPO લાવી ચૂકી છે. હજી ઘણી કંપનીઓ નજીકના ભવિષ્યમાં IPO લાવે તેવી શક્યતા છે. આ દરમિયાન ફર્ટિલાઇઝર કંપની પારાદીપ ફોસ્ફેટે (Paradeep Phosphates) IPO દ્વારા ફંડ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે.
આ IPO દ્વારા એકત્ર કરાયેલા રૂ. 642 કરોડનો ઉપયોગ ગોવા સ્થિત ઝુઆરી એગ્રો કેમિકલ્સને નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવશે. જ્યારે IPOમાંથી મળેલા રૂ. 300 કરોડનો ઉપયોગ કંપનીનું દેવું ઘટાડવા માટે કરવામાં આવશે. 31 જૂન 2021 સુધીમાં કંપની પર 1,419.19 કરોડનું દેવું હતું.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ IPO હેઠળ રૂ. 1,255 કરોડના નવા ઈક્વિટી શેર આપવામાં આવશે અને પ્રમોટર્સ તથા હાલના શેરધારકો 1,20,035,800 શેરની ઓફર ફોર સેલ (OFS) લાવશે. જેના ભાગરૂપે ઝુઆરી મેરોક ફોસ્ફેટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ZMPPL) 75,46,800 શેર ઓફર કરશે. તેમજ ભારત સરકાર 11,24,89,000 ઈક્વિટી શેર ઓફર કરશે. આ કંપનીમાં ZMPPLની 80.45 ટકા અને ભારત સરકારની 19.55 ટકા ભાગીદારી છે.
આ ઉપરાંત વધુ એક સરકારી કંપની નેશનલ સિડ્સ કોર્પોરેશન (National Seeds Corporation)નો IPO પણ નજીકના ભવિષ્યમાં જોવા મળશે. આ કંપનીમાંથી પોતાની ભાગીદારી વેચવાની તૈયારી સરકારની છે. આ IPO દ્વારા સરકાર 25 ટકા ભાગીદારી કાઢી નાંખશે. આ પ્રક્રિયા માટે બીડ મંગાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ આ જાહેર ક્ષેત્રની કંપની કાર્યરત છે. આ કંપની દ્વારા 60 પાકના 600 જેટલા પ્રકારના સર્ટિફાઇડ બીજનું ઉત્પાદન થાય છે. 31 માર્ચ 2020 સુધી આ કંપનીની કુલ સંપત્તિ રૂ. 646 કરોડ જેટલી હતી.
Devyani Internationalનો શેર BSE પર 56.67% પ્રીમિયમ સાથે રૂ.141 પર થયો લિસ્ટ
દેવયાની ઇન્ટરનેશનલ (Devyani International IPO) સહિત ચાર આઈપીઓનું આજે શેર બજારમાં લિસ્ટિંગ (Listing) છે. જેમાંથી દેવયાની ઇન્ટરનેશનલનું આજે બીએસઈ (BSE) પર ધમાકેદાર લિસ્ટિંગ થયું. દેવયાની ઇન્ટરનેશનલના શેર બીએસઈ પર ઇશ્યૂ પ્રાઇસથી 56.67%ના પ્રીમિયમ (Devyani International stock listing) સાથે લિસ્ટ થયો છે. દેવયાની ઇન્ટરનેશનલનો શેર બીએસઈ પર 141 રૂપિયા સાથે લિસ્ટ થયો હતો. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 90 રૂપિયા હતી. આમ જે લોકોએ લિસ્ટિંગના લાભ સાથે આ આઈપીઓ (IPO) ભર્યો હતો તેમને મોટો ફાયદો થયો છે. NSE પર શેરનું લિસ્ટિંગ 56% પ્રીમિયમ સાથે 140.90 રૂપિયા પર થયું હતું. બજાર નિષ્ણાતોનું માનવું હતું કે કંપનીના શેરનું લિસ્ટિંગ 50%ની આસપાસ થઈ શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર