Home /News /business /પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

એક કિરાણાની દુકાનથી શરું કરીને આજે રુ. 1000 કરોડનું સામ્રાજ્ય ધરાવે છે પંસારી ગ્રુપ. (Photo: facebook/PansariGroup)

Pansari Success Story: શમ્મી અગ્રવાલને ભરોસો હતો કે તેમનો બિઝનેસ ટૂ કન્ઝ્યુમર કારોબર જરુર ચાલશે અને પોતાના આ જ ભરોસા પર તેમણે આગળ વધવાનું નક્કી કર્યું. પહેલા પાંચ વર્ષ તેમણે ફક્ત બ્રાન્ડેડ સરસોના તેલ પર ફોકસ કરવાનું નક્કી કર્યું અને 2016થી પંસારી બ્રાન્ડના નામ હેઠળ અનેક પ્રોડક્ટ બજારમાં ઉતરવા લાગી. કંપની હાલ 57થી વધુ દેશમાં પોતાની એફએમસીજી પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ રાજસ્થાનમાં નાનકડી કિરાણાની દુકાનથી શરુ કરીને પંસારી ગ્રુપ આજે ભારતના એફએમસીજી માર્કેટમાં એક જાણીતું નામ બની ગયું છે. પંસારી ગ્રુપની આ સફળતા તેના ફાઉન્ડરની આકરી મહેનતનું પરિણામ છે. પંસારી ગ્રુપનો એફએમસીજી કારોબાર આજે 1000 કરોડ રુપિયાને પાર કરી ગયો છે. પંસારી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શમ્મી અગ્રવાલે જણાવ્યું કે 1940ના દશકમાં રાજસ્થાનના પાવટામાં એક કિરાણાની દુકાનમાં તેમણે આ ગ્રુપની શરુઆત કરી હતી. શમ્મી અગ્રવાલના દાદાએ પંસારીની દુકાન નામથી આ કારોબાર શરું કર્યો હતો.

  Gold Silver rate today: સોનાની કિંમતોમાં ધરખમ 256 રુપિયાનો ઘટાડો, ચાંદી પણ તૂટ્યું

  1960ના દશકમાં શમ્મીના દાદાજી કોલકાતા ચાલ્યા ગયા અને સરસો તેમજ તલનો હોલસેલ વેપાર શરું કર્યો. 1980ના દાયકાની શરુઆતમાં તલનો બિઝનેસ નુકસાનમાં ચાલ્યો ગયો. ભારે વરસાદના કારણે ખેતીને નુકસાન થયું ત્યારે અગ્રવાલ પરિવારને ખ્યાલ આવ્યો કે બીજનો વેપાર જોખમ ભર્યો છે. ત્યાર પછી તેઓ ખાદ્ય તેલના કારોબાર પર શિફ્ટ થઈ ગયા. શમ્મીના પિતા દિલ્હી આવી ગયા અને તેમણે એક ફેક્ટરી ભાડે રાખીને ખાદ્ય તેલ બનાવવાનું શરું કરી દીધું.

  1990ના દશમાં પંસારી ગ્રુપે ટ્રેડિંગમાંથી મેન્યુફેક્ચરિંગમાં પગ મૂક્યો.1990થી 2005 સુધી કંપનીએ 7 જેટલા યુનિટ લગાવ્યા અને વર્ષ 2010માં શમ્મી અગ્રવાલ પરિવારના આ તેલના કારોબારમાં જોડાયા. તેમણે પંસારીને એક બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિસ્ટ કરવાનું વિચાર્યું.

  કંઈક મોટું કરવાની તૈયારીમાં છે ગૌતમ અદાણી? શોધી રહ્યા છે નવા M&A ચીફ

  હોલસેલથી રિટેલ સુધી

  અત્યાર સુધી પંસારી ગ્રુપ સરસોના તેલના હોલસેલ વેપાર અને રિટેલ સુધી જ સિમિત હતું. શમ્મીએ કારોબારમાં જોડાઈને પંસારી ગ્રુપના નામ સાતે પંસારી સરસો તેલ માર્કેટમાં લોન્ચ કર્યું. શમ્મીએ કારોબારને બિઝનેસ ટૂ કન્ઝ્યુમર સેગમેન્ટમાં પહોંચાડ્યું. વર્ષ 2010-11માં પંસારી ગ્રુપે રુ. 180 કરોડના રેવન્યુની કમાણી કરી હતી.

  કારોબારમાં ઝટકા અને ખોટ

  પંસારી બ્રાન્ડને એ બજારમાં જગ્યા બનાવવી હતી જ્યાં ફોર્ચ્યુન અને આઈટીસી સહિતની મોટી કંપનીઓનો દબદબો હતો. જોકે ચિંતા કર્યા વગર શમ્મીએ મહેનત કરવાનું નક્કી કર્યું અને ક્યારેય હાર માન્યા વગર તે ચાલું પણ રાખ્યું. પ્રોડક્શન વધાર્યું અને પંસારી બ્રાન્ડની પહોંચ નાના રિટેલર સુધી બનાવી. ધીરે ધીરે વેચાણ વધ્યુ અને પહોંચ પણ વધી. આ કારોબાર કરતા સમયે તેમને અનેકવાર ખોટ ખાવાનો પણ વારો આવ્યો. અનેક ટ્રેડર્સે સપ્લાય લઈ લીધી પરંતુ ગ્રુપને પેમેન્ટ જ ન કર્યું. આવી રીતે કંપનીએ 1 કરોડ કરતા પણ વધુ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો. તેમજ આ નુકસાન માટે શમ્મી અગ્રવાલને પરિવાર અને વેપાર બંને જગ્યાએ આકરી ટીકાનું પણ ભોગ બનવું પડ્યું.

  માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

  પણ ભરોસો અડગ રાખ્યો

  જોકે શમ્મી અગ્રવાલને ભરોસો હતો તેમનો આ બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્લાન જરુર ચાલશે અને આજે દુનિયના 57 દેશોમાં તેમની પ્રોડક્ટ જાય છે. સરસોના તેલ ઉપરાંત બજારમાં તેમણે અનેક જુદા જુદા પ્રોડક્ટ ઉતાર્યા. તેમમે હેલ્થ સેગમેન્ટ પર ફોકસ વધાર્યું અને જલ્દી પંસારી બ્રાન્ડ હેઠળ એક નવી રેન્જ બહાર પાડી. આજે પંસારી ગ્રુપનો ગ્રોથ રેટ વાર્ષિક ધોરણે 35 ટકા જેટલો છે. દિલ્હી એનસીઆરમાં પંસારી ગ્રુપ અનેક પ્રોડક્ટવાળી નવી ફેક્ટરી લગાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ પેક્ટરી સાથે ફૂડ પાર્ક પણ બનાવવાનો તેમનો પ્લાન છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Inspiring Story, Success story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन