Home /News /business /પાન-મસાલા આગામી મહિનાથી થઈ જશે મોંઘા! સરકાર વધારી શકે છે ટેક્સ

પાન-મસાલા આગામી મહિનાથી થઈ જશે મોંઘા! સરકાર વધારી શકે છે ટેક્સ

ભરોસો આપ્યો છે કે, કાઉન્સિલની આગામી બેઠકમાં આ મુદ્દા પર વિચાર કરવામાં આવશે.

ભરોસો આપ્યો છે કે, કાઉન્સિલની આગામી બેઠકમાં આ મુદ્દા પર વિચાર કરવામાં આવશે.

    નવી દિલ્હી : GST કાઉન્સિલની 40મી બેઠકાં ઉત્તર પ્રદેશ તરપથી કરચોરી અને રાજસ્વ વધારવાના મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ તરફથી બેઠકમાં સામેલ મંત્રીએ કહ્યું કે, પાન-મસાલા અને ઈંટોનો ભઠ્ઠા પર જીએસટીને લઈ વિચાર કરવો જોઈએ. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી મહિનાથી પાન-મસાલા મોંઘા થઈ શકે છે. સાથે ઈંટો પર જીએસટી વધારવાથી નિર્માણ ખર્ચ પણ મોંઘો થઈ શકે છે.

    ઉત્પાદન ક્ષમતાના આધાર પર લગાવવામાં આવી શકે છે જીએસટી

    નાણા મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે, બેઠકમાં ઉત્તર પ્રદેશ તરફથી પાન-મસાલા અને ઈંટ ભઠ્ઠા પર જીએસટીને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. યૂપી પોતાનું રાજસ્વ વધારવા માટે કાઉન્સિલને ટૂંક સમયમાં નિર્ણય લેવાનો આગ્રહ કરી રહ્યું છે. તેમણે ભરોસો આપ્યો છે કે, કાઉન્સિલની આગામી બેઠકમાં આ મુદ્દા પર વિચાર કરવામાં આવશે. સૂત્રો અનુસાર, ઉત્તર પ્રદેશે ઉત્પાદન ક્ષમતાના આધાર પર મેન્યુફેક્ચરિંગ સ્ટેજ પર જ સેસ લગાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં નિર્માતા તરફથી કરવામાં આવેલ આપૂર્તિ પર જીએસટી લગાવવામાં આવે છે.

    કર ચોરીની રહે છે આશંકા, ઈંટ પર 5થી 18 ટકા GST

    પાન-મસાલા પર હાલમાં 28 ટકા જીએસટી અને 60 ટકા સેસ લગાવવામાં આવે છે. જ્યારે, ગુટખા પર 204 ટકા સેસ લગાવવામાં આવે છે. પાન-મસાલા નાના-નાના પાઉચમાં વેચાય છે, જેનું મોટાભાગનું વેચાણ રોકડા પૈસામાં થાય છે. આ કારણથી કર અધિકારીઓને પાન-મસાલા વેચાણનું સાચુ તારણ કરવું મુશ્કેલ થઈ જાય છે. એવામાં કર ચોરીની આશંકા વધી જાય છે. તો, ઈંટ પર પણ 5થી 18 ટકાના દરથી જીએસટી લાગે છે. માટીથી બનેલી ઈંટ પર 5 ટકા, જ્યારે પેનલ્સ, પ્લેટ્સ, મલ્ટીસેલ્યુલર અથવા ફોમ ગ્લાસ બ્લોક્સ પર 18 ટકા જીએસટી લાગે છે.

    રાજસ્વ વધારવા સીધુ ઉત્પાદન ક્ષમતા પર જીએસટી લગાવવું પડશે

    એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું કે, હાલમાં જીએસટી વ્યવસ્થા હેઠળ પાન-મસાલા અને ઈંટ પર વિજ્ઞાપનના મૂલ્યના આધાર પર શુલ્ક વસૂલવામાં આવે છે. જોકે, પહેલા મોટાભાગના રાજ્યો કર ચોરી રોકવા માટે આ બંને વસ્તુઓ પર નિર્માતાઓના ઉત્પાદન ક્ષમતાના આધાર પર ટેક્સ વસૂલવામાં આવતો હતો. આ સમયે કોરોના વાયરસના કારણે રાજ્યોના રાજસ્વમાં પહેલા જ ઘટાડોનોંધાયો છે. એવામાં રાજ્યોએ આ વસ્તુઓ પર આપૂર્તિના બદલે સીધુ ઉત્પાદન ક્ષમતાના આધાર પર જીએસટી લાગુ કરવો જ પડશે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો