Home /News /business /માત્ર 110 રૂપિયામાં બની જશે PAN Card, આ રીતે ઓનલાઇન અપ્લાઇ કરો

માત્ર 110 રૂપિયામાં બની જશે PAN Card, આ રીતે ઓનલાઇન અપ્લાઇ કરો

જો તમે પાન કાર્ડ બનાવવા માંગો છો, તો તમારે ફી પણ ઓનલાઈન ચૂકવવી પડશે.

જો તમે પણ પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો તમારે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ સાઈટ પર જવું પડશે. તમે અહીં જઈને સરળતાથી PAN કાર્ડ માટે અરજી કરી શકો છો.

    આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. લોકોના નાણાકીય ડેટા પણ પાન કાર્ડમાં નોંધવામાં આવે છે. જો તમે પણ PAN કાર્ડ એપ્લાય કરવા માંગો છો તો અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ રીતે તમે સરળતાથી PAN કાર્ડ બનાવી શકો છો.

    જો તમે પણ પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો તમારે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ સાઈટ પર જવું પડશે. તમે અહીં જઈને સરળતાથી PAN કાર્ડ માટે અરજી કરી શકો છો. ઓફિશિયલ વેબસાઈટ (https://incometaxindia.gov.in/Pages/tax-services/apply-for-pan.aspx) પર જઈને તમારી સામે લિંક ખુલી જશે. અહીં તમારે તમારી માહિતી ભરવાની કરવાની રહેશે.

    આ પણ વાંચો: બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે વોટર્સને કરી ખાસ અપીલ

    જો તમે પાન કાર્ડ બનાવવા માંગો છો, તો તમારે ફી પણ ઓનલાઈન ચૂકવવી પડશે. આ માટે 93 રૂપિયા (જીએસટી વગર)ની ફી ચૂકવવી પડશે. આ ફી ભારતીય નાગરિકો માટે લાગુ છે. જો કોઈ વિદેશી નાગરિક પાન કાર્ડ બનાવવા માંગે છે તો તેની ફી તદ્દન અલગ છે. આંતરરાષ્ટ્રીય નાગરિક માટે PAN કાર્ડ ફી રૂ 864 (GST વિના) છે. ફી ભરવા માટે તમે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

    10 દિવસમાં બનાવી શકાશે પાન કાર્ડ

    PAN કાર્ડ માટે અરજી કર્યા બાદ દસ્તાવેજોનું લિસ્ટ દેખાશે. ઓનલાઈન અરજી કર્યા બાદ દસ્તાવેજો મોકલવા પણ જરૂરી છે. જો તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય તો 10 દિવસની અંદર તમે પાન કાર્ડ મેળવી શકો છો. ધ્યાનમાં રાખો કે ઓનલાઈન અરજી કર્યા પછી દસ્તાવેજો મોકલવા જરૂરી છે. જો તમે દસ્તાવેજો નહીં મોકલો તો અરજી પર પ્રક્રિયા થતી નથી. ઉપરાંત એપ્લિકેશન પણ અહીં બંધ થઇ શકે છે. તેથી તમારે તેમને મોકલતા પહેલા તમામ દસ્તાવેજોને ક્રોસ ચેક કરવા જોઈએ. તમે એડ્રેસ પ્રૂફ તરીકે આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Pan card, પાનકાર્ડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन